વહાણવટા મંત્રાલય
azadi ka amrit mahotsav

MoPSW 16મી જુલાઈના રોજ 'સ્ટેટ મેરીટાઇમ એન્ડ વોટરવેઝ ટ્રાન્સપોર્ટ કમિટિ'ની બેઠકનું આયોજન કરશે


સમિતિનો હેતુ સમગ્ર દેશમાં દરિયાઈ અને જળમાર્ગ પરિવહનના વ્યાપક વિકાસની ખાતરી કરવાનો છે

આ બેઠકમાં રાજ્યના વિશિષ્ટ મેરીટાઇમ અને વોટર-વે ટ્રાન્સપોર્ટ માસ્ટર પ્લાન, મેરીટાઇમ સેક્ટર પોલિસી, ગ્રીન ઇનિશિયેટિવ્સ, વોટર-વે ડેવલપમેન્ટ, ક્રુઝ ટુરિઝમ, અર્બન વોટર ટ્રાન્સપોર્ટેશન, લાઇટહાઉસના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

Posted On: 13 JUL 2024 9:55AM by PIB Ahmedabad

ભારત સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય (MoPSW) 16 જુલાઈ 2024ના રોજ સવારે 10:00 કલાકે વીડિયો કૉન્ફરન્સિંગથી સ્ટેટ મેરીટાઇમ એન્ડ વોટરવેઝ ટ્રાન્સપોર્ટ કમિટી (SMWTC)ની બેઠક બોલાવશે, જેની અધ્યક્ષતા MoPSWના સચિવ શ્રી ટીકે રામચંદ્રન કરશે.

સમિતિનો ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં દરિયાઈ અને જળમાર્ગ પરિવહનના વ્યાપક વિકાસને સુનિશ્ચિત કરવાનો છે, બાકીના રાજ્યોને સમાવવા માટે તેની પહોંચ વિસ્તારવાનો છે. આ બેઠકમાં રાજ્ય-વિશિષ્ટ મેરીટાઇમ અને વોટરવે ટ્રાન્સપોર્ટ માસ્ટર પ્લાનની તૈયારી, મેરીટાઇમ સેક્ટર પોલિસી, ગ્રીન ઇનિશિયેટિવ્સ, વોટરવેઝ ડેવલપમેન્ટ, ક્રુઝ ટુરિઝમ, અર્બન વોટર ટ્રાન્સપોર્ટેશન અને લાઇટહાઉસના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

જળમાર્ગ પરિવહન ક્ષેત્રના સંચાલન અને સંકલન માટે એકીકૃત અભિગમની જરૂરિયાતને સ્વીકારતા, મંત્રાલયે દરેક રાજ્યમાં વિવિધ પહેલો અને યોજનાઓનું સંકલન કરવા SMWTCની સ્થાપના કરી છે. આ સમિતિઓ દરિયાઈ અને જળમાર્ગ ક્ષેત્રમાં પ્રયત્નોને એકીકૃત કરવામાં અને કેન્દ્રિત નેતૃત્વ પ્રદાન કરવામાં મહત્ત્વપૂર્ણ રહેશે. દરેક SMWTCનું નેતૃત્વ મુખ્ય સચિવ અથવા અધિક મુખ્ય સચિવ દ્વારા કરવામાં આવશે અને તેમાં મુખ્ય બંદરો, મેરીટાઇમ બોર્ડ, રાજ્ય PWD, આંતરિક જળમાર્ગો, પ્રવાસન વિભાગ, મત્સ્યોદ્યોગ વિભાગ, રેલવે, NHAI, કસ્ટમ્સ વગેરેના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

હાલમાં, આંધ્રપ્રદેશ, મિઝોરમ, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, પુડુચેરી, રાજસ્થાન, બિહાર, આસામ, ગોવા, કેરળ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપ સહિત 13 રાજ્યોમાં SMWTCની રચના કરવામાં આવી છે, જે ભારતના તમામ 30 દરિયાકાંઠા અને  જળમાર્ગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થાપિત કરવાની યોજના ધરાવે છે.

બેઠકના કાર્યસૂચિમાં પહેલાથી જ રચાયેલા SMWTC દ્વારા કરવામાં આવેલી પ્રગતિની સમીક્ષા, સાગરમાલા કાર્યક્રમના અમલીકરણ પર ચર્ચાની સાથે વિવિધ રાજ્યો દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓની ચર્ચા, લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)નો વિકાસ, રો-રો/રો-પેક્સ/ફેરી/શહેરી જળ પરિવહન, સાગરમાલા શિપબિલ્ડીંગ ક્લસ્ટર, આંતરદેશીય જળમાર્ગો માટે હરિત નૌકા (ગ્રીન ટ્રાન્ઝિશન) યોજના સામેલ છે. (ii) કોસ્ટલ અને રિવર ક્રૂઝ ટુરિઝમ માટે રાજ્યો સાથે એમઓયુ અને રાજ્યના આંતરદેશીય જળમાર્ગ પરિવહન માટે સમર્થન સામેલ છે.

મુખ્ય સચિવો અને અધિક મુખ્ય સચિવો, SMWTCsના અધ્યક્ષ તરીકે, પોતાના રાજ્યોમાં પ્રગતિ, SMWTC પહેલ, રાજ્ય-વિશિષ્ટ મુદ્દાઓ અને મંત્રાલય તરફથી જરૂરી સમર્થન રજૂ કરશે, જેનો ઉદ્દેશ્ય પ્રગતિની સમીક્ષા કરવા, મુદ્દાઓને સંબોધિત કરવા અને ભારતમાં દરિયાઈ અને જળમાર્ગ પરિવહન વધારવા માટે સહયોગી ઉકેલોને પ્રોત્સાહન આપવાનો છે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2032948) Visitor Counter : 120