કાયદો અને ન્યાય મંત્રાલય

કાનૂની બાબતોના વિભાગ દ્વારા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ અને ધ્યાન સત્રનું આયોજન

Posted On: 22 JUN 2024 10:42AM by PIB Ahmedabad

10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં, ગઈકાલે કાનૂની બાબતોના વિભાગે ધ હાર્ટફુલનેસ સોસાયટીના સહયોગથી પોતાના સ્ટાફની માનસિક અને શારીરિક સુખાકારીને વધારવાના હેતુથી યોગ અને ધ્યાન સત્રોની શ્રેણીનું આયોજન કર્યું છે. ગઈકાલે લગભગ 100 ઉત્સાહી સહભાગીઓ સાથે આ સમૃદ્ધ કાર્યક્રમનો ત્રીજો દિવસ ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કાયદા સચિવ ડૉ. રાજીવ મણિ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સ્ટાફ સભ્યોની ઉપસ્થિતિમાં આનંદ થયો હતો. હાર્ટફુલનેસ સોસાયટીના ડૉ. મણિ રમણ સુબ્રા, શ્રીમતી શર્મિલા સમીર પેંડસે અને ડૉ. બિંદુ સિંઘલે સહભાગીઓને યોગ અને ધ્યાનની વિવિધ તકનીકોમાં માર્ગદર્શન આપ્યું હતું.

આ વર્ષની થીમ "સ્વંય અને સમાજ માટે યોગ" સાથે અનુરુપ સત્રો, શારીરિક સ્વાસ્થ્ય પર તેની ઊંડી અસરને ઓળખીને, સ્ટાફની માનસિક સુખાકારીને સંબોધવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. વિભાગના કર્મચારીઓમાં શારીરિક અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપવાના હેતુથી, આ કાર્યક્રમમાં ધ્યાન, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ અને વિવિધ ચેર યોગ અને પ્રાણાયામ આસનો દર્શાવતા એક કલાકના વ્યાપક સત્રનો સમાવેશ થાય છે. પોતાની દિનચર્યાઓમાં હૃદયપૂર્વકની પ્રથાઓને એકીકૃત કરીને, વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ તેમના આંતરિક સ્વ સાથે જોડાવાની તકનો સ્વીકાર કર્યો.

યોગ અને ધ્યાનની પ્રેક્ટિસને વૈશ્વિક માન્યતા મળી રહી છે, યોગ અને ધ્યાન સત્રોનું સફળ અમલીકરણ એ વિભાગની સર્વગ્રાહી સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2027855) Visitor Counter : 44