સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રપતિ આવતીકાલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પર્સન્સ વિથ ફિઝિકલ ડિસેબિલિટીઝ (દિવ્યાંગજનો)ની મુલાકાત લેશે

Posted On: 19 JUN 2024 1:58PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ આવતીકાલે (20 જૂન, 2024) સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ કાર્યરત પંડિત દીનદયાળ ઉપાધ્યાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પર્સન્સ વિથ ફિઝિકલ ડિસેબિલિટીઝ (દિવ્યાંગજન)ની મુલાકાત લેશે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પર્સન્સ વિથ ફિઝિકલ ડિસેબિલિટીઝ (દિવ્યાંગજન)ની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમની મુલાકાતની શરૂઆત કરશે. પછી તે સંસ્થાના મેદાનમાં એક છોડ રોપશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ પીએન્ડઓ કાર્યશાળાનું નિરીક્ષણ કરશે. રાષ્ટ્રપતિ ક્રોસ ડિસેબિલિટી અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (સીડીઇઆઇસી)ની પણ મુલાકાત લેશે અને અહીં સારવાર લઇ રહેલાં બાળકોને મળશે અને તેમનાં સ્વાસ્થ્યની પ્રગતિ વિશે જાણકારી મેળવશે.

રાષ્ટ્રપતિ વિકલાંગો (દિવ્યાંગજનો) બાળકો દ્વારા પ્રસ્તુત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે, જેમાં તેમની પ્રતિભા અને સિદ્ધિઓનું પ્રદર્શન કરવામાં આવશે. પછી રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુ વિકલાંગો (દિવ્યાંગજનો) બાળકો અને સંસ્થાનાં કર્મચારીઓને સંબોધન કરશે.

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2026558) Visitor Counter : 103