જળશક્તિ મંત્રાલય
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે નમામી ગંગે મિશન પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી
ગંગાના સતત અને સ્થાયી પ્રવાહને સુનિશ્ચિત કરવા ઇ-ફ્લો મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી
Posted On:
13 JUN 2024 6:27PM by PIB Ahmedabad
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા પછી તરત જ આજે નવી દિલ્હીમાં નમામી ગંગે મિશન પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી. જલ શક્તિ રાજ્યમંત્રી ડૉ. રાજ ભૂષણ ચૌધરી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમનું સ્વાગત સચિવ (જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધાર), સુશ્રી દેબાશ્રી મુખર્જી, મહાનિદેશક (રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન – એનએમસીજી), શ્રી રાજીવ કુમાર મિતલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ કર્યું હતું.
સમીક્ષા દરમિયાન એનએમસીજી દ્વારા અવિરલ ગંગા ઘટકના ભાગરૂપે વિકસાવવામાં આવેલી એન્વાયર્મેન્ટલ ફ્લોઝ (ઇ-ફ્લોઝ) મોનિટરિંગ સિસ્ટમનો પણ શ્રી પાટીલની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. ઇ-ફ્લો મોનિટરિંગ સિસ્ટમ પ્રયાગ પોર્ટલનો અભિન્ન ઘટક છે, જે પ્રોજેક્ટ્સના આયોજન અને નિરીક્ષણ, નદીના પાણીની ગુણવત્તા અને અન્ય મહત્ત્વપૂર્ણ માપદંડો માટે રિયલ-ટાઇમ મોનિટરિંગ સેન્ટર છે. આ પોર્ટલ ગંગા તરંગ પોર્ટલ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલ ડેશબોર્ડ અને ગંગા ડિસ્ટ્રિક્ટ્સ પરફોર્મન્સ મોનિટરિંગ સિસ્ટમ જેવા ઓનલાઇન ડેશબોર્ડ્સ ધરાવે છે.
મંત્રીએ નોંધ્યું હતું કે, આ પ્લેટફોર્મ ગંગા, યમુના અને તેમની સહાયક નદીઓની પાણીની ગુણવત્તાનું વાસ્તવિક-સમયનું વિશ્લેષણ કરવાની સુવિધા આપે છે તથા કેન્દ્રીય સ્તરે નમામિ ગંગે કાર્યક્રમની પ્રવૃત્તિઓ પર નજર રાખે છે. ઓનલાઇન કન્ટિન્યુઅસ એફ્લુઅન્ટ મોનિટરિંગ સિસ્ટમ (ઓસીઆઇઇએમએસ) મારફતે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એસટીપી)ની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે, જે સુનિશ્ચિત કરે છે કે તમામ એસટીપી તેમની નિર્ધારિત ક્ષમતા પર કામ કરે છે. વિવિધ સ્થળોએ નદીના પાણીની ગુણવત્તા પર પણ નજર રાખવામાં આવે છે.
ઇ-ફ્લો મોનિટરિંગ સિસ્ટમનો પ્રારંભ એ ગંગા નદીના સતત અને સ્થાયી પ્રવાહને સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સેન્ટ્રલ વોટર કમિશનના ત્રિમાસિક અહેવાલોના ડેટાનો ઉપયોગ કરીને, સિસ્ટમ ગંગા મુખ્ય પ્રવાહના 11 પ્રોજેક્ટ્સમાં ઇન-ફ્લો, આઉટ-ફ્લો અને ફરજિયાત ઇ-ફ્લો જેવા મુખ્ય પરિમાણોને ટ્રેક કરશે.
શ્રી પાટીલે નમામી ગંગે મિશન હેઠળ ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જેમાં ગંગા અને તેની સહાયક નદીઓ સામેલ છે. તેમણે નવા પડકારોનું સમાધાન કરવા માટે નવીન સમાધાનોની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો અને હાલમાં નદીના કાયાકલ્પ કાર્યક્રમો વિનાના વિસ્તારો માટે નવી વ્યૂહરચનાઓ અને દ્રષ્ટિકોણ વિકસાવવા માટેની પ્રતિબદ્ધતાની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ નમામિ ગંગે કાર્યક્રમ અંતર્ગત ગંગા નદીના અવિરત પ્રવાહ અને સ્વચ્છતાને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ સાથે સફાઇ યોજનાઓની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી.
પાર્શ્વ ભાગ
ભારત સરકારે તેના ગેઝેટ નોટિફિકેશન દ્વારા તા. 9થ ઓક્ટોબર, 2018માં ગંગા નદીનાં વિવિધ વિસ્તારો માટે લઘુતમ ઇ-ફ્લો વર્ષભર જાળવવા ફરજિયાત કરવામાં આવ્યો હતો. આ જ નોટિફિકેશનમાં નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (એનએમસીજી)એ નદીના ઇકોલોજિકલ સંતુલનને જાળવવા, જળચર જીવનની સુરક્ષા કરવા અને પાણીના વપરાશની વિવિધ માગણીઓ વચ્ચે ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે જરૂરી પ્રવાહના સ્પેસિફિકેશન્સ રજૂ કર્યા છે.
ગંગાના ઉપરના તટપ્રદેશથી માંડીને તેના સંગમ સુધી અને તેનાથી આગળ, ઇ-ફ્લો નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા કડક પગલાં લેવામાં આવ્યા છે, જેનાથી વર્તમાન અને ભવિષ્યની બંને યોજનાઓને લાભ થાય છે. નિરીક્ષણ અને નિયમનકારી તંત્રો સાથે, ગંગાની ઇકોલોજિકલ સ્થિતિસ્થાપકતાને આવનારી પેઢીઓ માટે સુરક્ષિત કરવામાં આવી રહી છે.
AP/GP/JD
(Release ID: 2025190)
Visitor Counter : 84