સંરક્ષણ મંત્રાલય

વાઈસ એડમિરલ ગુરચરણ સિંહે નેશનલ ડિફેન્સ એકેડમીના કમાન્ડન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

Posted On: 25 MAY 2024 4:18PM by PIB Ahmedabad

વાઈસ એડમિરલ ગુરચરણ સિંહે 25 મે 2024ના રોજ વાઇસ એડમિરલ અજય કોચર પાસેથી નેશનલ ડિફેન્સ એકેડમીના કમાન્ડન્ટની નિમણૂક ગ્રહણ કરી. નેશનલ ડિફેન્સ એકેડમી (ખડકવાસલા)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી, તેઓ 01 જુલાઇ 1990ના રોજ ભારતીય નૌકાદળમાં કમિશન થયા હતા.

ફ્લેગ ઓફિસરની સમુદ્ર અને કાંઠી ઘણી નિમણૂંકો થઈ છે. ગનરી અને મિસાઇલના નિષ્ણાત તરીકે, તેમણે ભારતીય નૌકાદળના જહાજો રણજીત અને પ્રહારમાં સેવા આપી છે. તેઓ ત્રણ ભારતીય નિર્મિત યુદ્ધ જહાજો એટલે કે INS બ્રહ્મપુત્રા/ ગનરી ઓફિસર તરીકે, INS શિવાલિક/ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે અને INS કોચી/ કમાન્ડિંગ ઓફિસર તરીકેના કમિશનિંગ ક્રૂનો ભાગ બનવાનું ગૌરવ ધરાવે છે. તેમણે INS વિદ્યુત અને INS ખુકરીની કમાન્ડ પણ સંભાળી છે. તેઓ INS દ્રોણાચાર્ય (ગનરી સ્કૂલ)માં પ્રશિક્ષક અને નેવલ વોર કોલેજ, ગોવાના ડેપ્યુટી કમાન્ડન્ટ રહી ચૂક્યા છે. તેમના સ્ટાફ કાર્યકાળમાં ડિરેક્ટોરેટ ઑફ પર્સનલ/એનએચક્યૂ, આસિસ્ટન્ટ ચીફ ઑફ પર્સનલ (એચઆરડી), નેવલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ/એનએચક્યુ અને ઈન્ડિયન નેવલ વર્ક-અપ ટીમમાં નિમણૂકોનો સમાવેશ થાય છે.

29 નવેમ્બર 2022ના રોજ, તેમણે ઈસ્ટર્ન ફ્લીટના કમાન્ડિંગ ફ્લેગ ઓફિસર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. આ કાર્યકાળ દરમિયાન, કાફલાએ ‘ઓર્ડનન્સ ઓન ટાર્ગેટ’ના મિશન પર લેસર શાર્પ ફોકસ સાથે ઓપરેશનલ સજ્જતાનો ઉચ્ચ ટેમ્પો જાળવી રાખ્યો હતો. 15 જાન્યુઆરી 2024ના રોજ વાઈસ એડમિરલના હોદ્દા પર પદોન્ના થવા પર, ફ્લેગ ઓફિસરને કંટ્રોલર પર્સનલ સર્વિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા જેમાં કર્મચારીઓ અને નૌકાદળના સમુદાયની કાર્યકારી સ્થિતિ સુધારવા માટે વિવિધ પહેલ કરવામાં આવી હતી.

પ્રારંભિક તાલીમ દરમિયાન તેમની બેચના ‘ફર્સ્ટ ઇન ઓવરઓલ ઓર્ડર ઓફ મેરિટ’ માટે તેમને એડમિરલ કટારી ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના કમાન હેઠળ, INS ખુકરીને એકંદર ઓપરેશનલ અસરકારકતા અને ચાંચિયાગીરી વિરોધી કામગીરીના સફળ સંચાલન માટે ડિસેમ્બર 2011માં નૌકાદળના વડા 'યુનિટ સિટેશન'થી નવાજવામાં આવ્યા હતા. તેમને એફઓસી-ઈન-સી કમેન્ડશન(2002), નાવ સેના મેડલ (2020) અને અતિ વિશિષ્ટ સેવા મેડલ (2024)થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

તેમની શૈક્ષણિક લાયકાતોમાં એમએસસી અને એમફિલ (રક્ષણ અને વ્યૂહાત્મક અભ્યાસ)નો સમાવેશ થાય છે. DSSC વેલિંગ્ટન ખાતે સ્ટાફ કોર્સ, નેવલ વોર કોલેજમાં હાયર કમાન્ડ અને ભારતમાં NDC કોર્સ ઉપરાંત, તેમણે નેશનલ ઈન્ટેલિજન્સ યુનિવર્સિટી (NIU), વોશિંગ્ટન ખાતે મેરીટાઇમ ઈન્ટેલિજન્સ કોર્સ અને યુનાઈટેડ નેશન્સ સ્ટાફ ઓફિસર્સ કોર્સ (UNSOC)સ્ટોકહોમ, સ્વીડનમાં ભાગ લીધો છે.

વાઈસ એડમિરલ ગુરચરણ સિંઘના નેતૃત્વમાં નેશનલ ડિફેન્સ એકેડેમીને સંચાલન, પ્રશિક્ષણ અને માનવ સંસાધન વ્યવસ્થાપનના તમામ ક્ષેત્રોમાં બહોળા અનુભવ અને કામગીરી એક્સપોઝરનો ઘણો લાભ મળશે.

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2021617) Visitor Counter : 45