ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે આતંકવાદને રોકવા માટે આક્રમક વ્યૂહરચના અપનાવી છે


ડાબેરી ઉગ્રવાદ મરણતોલના ફટકાના પરિણામે આજે અંતિમ શ્વાસ લઈ રહ્યો છેઃ શ્રી અમિત શાહ

મોદી સરકારે પર્યાપ્ત હેલ્થકેર અને એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં રહેતા ગરીબોના દિલ જીતી લીધા છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની દીર્ઘદૃષ્ટા નીતિઓને કારણે ડાબેરી ઉગ્રવાદે પોતાનો ફેલાવો ગુમાવ્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની સરકારે નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં વિકાસ અને સુરક્ષા માટે સંપૂર્ણ દ્રષ્ટિકોણથી નક્સલવાદને જોરદાર ફટકો આપ્યો છે

મોદી સરકારે સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારોને સાથે રાખીને લોકોનો વિશ્વાસ જીત્યો છે

2004-14ની સરખામણીએ 2014-23ના દાયકામાં ડાબેરી ઉગ્રવાદને લગતી હિંસામાં 52 ટકા અને મૃત્યુમાં 69 ટકાનો ઘટાડો થયો છે

ડાબેરી ઉગ્રવાદને કારણે સુરક્ષા દળોના મૃત્યુની સંખ્યા 1750થી 72 ટકા ઘટીને 485 થઈ ગઈ છે, નાગરિકોના મૃત્યુની સંખ્યા 4285થી 68 ટકા ઘટીને 1383 થઈ છે

Posted On: 23 FEB 2024 7:10PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે આતંકવાદને ડામવા આક્રમક વ્યૂહરચના અપનાવી છે.

X પર શ્રેણીબદ્ધ પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું હતું કે, ડાબેરી ઉગ્રવાદ મરણતોલ ફટકાના કારણે આજે તે અંતિમ શ્વાસ લઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, મોદી સરકારે પર્યાપ્ત હેલ્થકેર અને એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીને નક્સલવાદ પ્રભાવિત વિસ્તારોમાં રહેતા ગરીબોના દિલ જીતી લીધા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની દીર્ઘદૃષ્ટા નીતિઓને કારણે ડાબેરી ઉગ્રવાદએ પોતાનાં સંવર્ધનનું કારણ ગુમાવ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની સરકારે નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વિકાસ અને સુરક્ષા માટે સંપૂર્ણ અભિગમ સાથે નકસલવાદને મોટો ફટકો માર્યો છે. તેમણે કહ્યું કે, મોદી સરકારે રાજ્ય સરકારોને સર્વાંગી વિકાસ માટે સાથે લઈને લોકોનો વિશ્વાસ જીત્યો છે.

ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર 2004-14ની સરખામણીમાં 2014-23ના દાયકામાં લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ (એલડબલ્યુઇ) સંબંધિત હિંસામાં 52 ટકા અને મૃત્યુની સંખ્યામાં 69 ટકાનો ઘટાડો થયો છે, જે 6035થી ઘટીને 1868 થયો છે. એ જ રીતે ડાબેરી ઉગ્રવાદની ઘટનાઓ 14,862થી ઘટીને 7,128 થઈ ગઈ છે. ડાબેરી ઉગ્રવાદને કારણે સુરક્ષા દળોના મૃત્યુની સંખ્યા 2004-14ના 1750થી 72 ટકા ઘટીને 2014-23 દરમિયાન 485 થઈ ગઈ છે અને નાગરિકોના મૃત્યુની સંખ્યા 4285થી ઘટીને 1383 થઈ છે. એ જ રીતે, હિંસાવાળા જિલ્લાઓની સંખ્યા 2010 માં 96 હતી, જે 2022 માં 53 ટકા ઘટીને 45 થઈ ગઈ છે. આ સાથે, હિંસાના અહેવાલ આપતા પોલીસ સ્ટેશનોની સંખ્યા 2010 માં 465 થી ઘટીને 2022 માં 176 થઈ ગઈ છે.

HM, Amit Shah

AP/GP/JD


(Release ID: 2008521) Visitor Counter : 119


Read this release in: English , Urdu , Marathi , Tamil