માનવ સંસાધન વિકાસ મંત્રાલય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે એનઆઈટી ગોવા કેમ્પસનું ઉદઘાટન કરશે

Posted On: 03 FEB 2024 3:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરી, મંગળવારના રોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (NIT) ગોવાના કાયમી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન ગોવાના માનનીય રાજ્યપાલ શ્રી શ્રીધરન પિલ્લઈ; ડૉ. પ્રમોદ સાવંત, ગોવાના મુખ્યમંત્રી; શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી; શ્રી શ્રીપદ નાઈક, કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગો અને પ્રવાસન રાજ્ય મંત્રી; શ્રી ફ્રાન્સિસ્કો સરડીન્હા, એમપી, દક્ષિણ ગોવા; અને શ્રી યુરી અલેમાઓ, વિરોધ પક્ષના નેતા અને કંકોલિમના ધારાસભ્યની હાજરીમાં વર્ચ્યુઅલ રીતે કરવામાં આવે તેવી અપેક્ષા છે

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/DJI_20240126155735_0031_DF8M2.JPG

આ પ્રોજેક્ટની કલ્પના ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વર્ગીય ડો.મનોહર પર્રિકરે કરી હતી, જેઓ રાજ્યમાં રાષ્ટ્રીય મહત્વની સંસ્થા સ્થાપવા માગતા હતા, જેથી ગોવા શિક્ષણ માટે પણ ગંતવ્યસ્થાન તરીકે સેવા આપી શકે.

એનઆઈટી ગોવાએ વર્ષ 2010માં ગોવા એન્જિનિયરિંગ કોલેજ, ફરમાગુડી, પોંડા, ગોવાના પરિસરમાં તેના ટ્રાન્ઝિટ કેમ્પસમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. શિક્ષણ મંત્રાલયની સહાયથી, સંસ્થાએ 2023માં દક્ષિણ ગોવાના કન્કોલિમ ખાતે ધીરે ધીરે સંપૂર્ણ આકાર લીધો. પોતાનાં કાયમી પરિસર માટે ગોવા સરકારે જુલાઈ, 2017માં કન્કોલિમ ગામમાં 456767 ચોરસ મીટર (113 એકર) જમીન હસ્તાંતરિત કરી હતી. ગોવાનાં તત્કાલીન મુખ્યમંત્રી ડૉ. મનોહર પર્રિકરે આ સંકુલનો શિલાન્યાસ 15 ડિસેમ્બર, 2018નાં રોજ તત્કાલીન કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં કર્યો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/DJI_20240126162539_0071_DWZLE.JPG

મે, 2019માં પ્રોજેક્ટ મોનિટરિંગ કમિટી તરીકે સીપીડબલ્યુડી સાથે એનઆઇટી ગોવા કેમ્પસનાં નિર્માણનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું અને 46 એકર જમીનમાં કામનાં પ્રથમ તબક્કાની કલ્પના કરવામાં આવી હતી. કેમ્પસનું નિર્માણ આરસીસી પ્રિકાસ્ટ ૩ એસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે. આ કેમ્પસમાં કુલ 70750 ચોરસ મીટર બિલ્ટ-અપ એરિયા છે, જેનો બાંધકામ ખર્ચ રૂ. 390.83 કરોડ છે અને તેમાં 1,260 વિદ્યાર્થીઓ બેસી શકે છે.

આ કેમ્પસમાં ટ્યુટોરિયલ કોમ્પ્લેક્સ, ડિપાર્ટમેન્ટલ કોમ્પ્લેક્સ, સેમિનાર કોમ્પ્લેક્સ, એડમિનિસ્ટ્રેટિવ કોમ્પ્લેક્સ, હોસ્ટેલ, હેલ્થ સેન્ટર, સ્ટાફ ક્વાર્ટર્સ, એમિનિટેશન સેન્ટર અને સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ જેવી વિવિધ સુવિધાઓ છે.

કેમ્પસમાં સોલાર પ્લાન્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર સેવિંગ ફિટિંગ્સ અને સેનિટરીવેરમાં ફિક્સર, કાર્યક્ષમ ઇલેક્ટ્રિક લાઇટિંગ્સ અને સૌર ઊર્જાથી ચાલતી સ્ટ્રીટ લાઇટ્સ જેવી પર્યાવરણને અનુકૂળ ઘણી સુવિધાઓ છે. બાંધકામ દરમિયાન રાજ્યમાં હવામાનની સ્થિતિને અનુકૂળ બાગાયતી કાર્યમાં સોલાર પેનલ્સ અને સ્થાનિક છોડની સ્થાપનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. વીજળીનો ઉપયોગ ઓછો કરવા માટે ઇમારતોને સારી કુદરતી હવાની અવરજવર અને લાઇટિંગ પ્રદાન કરવા માટે પણ બનાવવામાં આવી છે.

CB/JD



(Release ID: 2002246) Visitor Counter : 92