કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
કેન્દ્ર સરકારે રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 22 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી અડધો દિવસ કેન્દ્રીય સરકારી કચેરીઓ બંધ રાખવાની જાહેરાત કરી
Posted On:
18 JAN 2024 4:47PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકારે રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભારતભરની તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓમાં 22મી જાન્યુઆરી 2024ના રોજ બપોરે 2:30 વાગ્યા સુધી અડધો દિવસ બંધ રાખવાની જાહેરાત કરી છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અયોધ્યામાં રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર ભારતમાં 22 જાન્યુઆરી, 2024ના રોજ ઉજવવામાં આવશે. કર્મચારીઓને ઉજવણીમાં ભાગ લેવા સક્ષમ બનાવવા માટે, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સમગ્ર ભારતમાં તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓ 22મી જાન્યુઆરી, 2024ના રોજ બપોરે 2.30 કલાક સુધી અડધા દિવસ માટે બંધ રહેશે.
એ પણ સલાહ આપવામાં આવે છે કે ભારત સરકારના તમામ મંત્રાલયો/વિભાગો ઉપરોક્ત નિર્ણય તમામ સંબંધિતોના ધ્યાન પર લાવે.
YP/GP/JD
(Release ID: 1997460)
Visitor Counter : 273