ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

ગૃહ મંત્રાલયે 'તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH)'ને 'ગેરકાયદેસર સંગઠન' તરીકે જાહેર કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ હેઠળ, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી જણાશે તો તેને તાત્કાલિક નિષ્ફળ કરવામાં આવશે

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે આ સંગઠન જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે

આ જૂથ જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદને વેગ આપવા માટે ભારત વિરોધી પ્રચાર અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખતું જોવા મળે છે

Posted On: 31 DEC 2023 1:46PM by PIB Ahmedabad

 

ભારત સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) 1967ની કલમ 3(1) હેઠળ 'તહેરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH)'ને 'ગેરકાનૂની સંગઠન' તરીકે જાહેર કર્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહે 'X' પરની તેમની પોસ્ટમાં જણાવ્યું હતું કે "આ સંગઠન J&K ને ભારતથી અલગ કરવા અને ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ જૂથ J&K માં અલગતાવાદને વેગ આપવા માટે ભારત વિરોધી પ્રચાર અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખતું જોવા મળે છે”.

ગૃહમંત્રીએ કહ્યું કે "પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની આતંકવાદ સામે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ હેઠળ, કોઈપણ વ્યક્તિ અથવા સંગઠન ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જોવા મળે તો તેને તાત્કાલિક નિષ્ફળ કરવામાં આવશે.

તહરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH) નો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીરને ભારતથી અલગ કરવાનો અને જમ્મુ અને કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાનો છે. આ સંગઠન જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદને વેગ આપવા માટે આતંકવાદ અને ભારત વિરોધી પ્રચારમાં સામેલ છે, જે ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતા માટે પ્રતિકૂળ છે. આ સંગઠન વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, આર્મ્સ એક્ટ, RPC અને IPC વગેરેની વિવિધ કલમો હેઠળ ઘણા ફોજદારી કેસ નોંધાયેલા છે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1991922) Visitor Counter : 172