નાગરિક ઉડ્ડયન મંત્રાલય

નાગરિક ઉડ્ડયન મંત્રાલયની વર્ષાંત સમીક્ષા 2023


નાગરિક ઉડ્ડયન મંત્રાલય માટે 2023નું વર્ષ સર્વાંગી સિદ્ધિઓના સંકેત તરીકે એક ઘટનાપૂર્ણ વર્ષ રહ્યું છે

Posted On: 23 DEC 2023 1:28PM by PIB Ahmedabad

• 2023માં 60 નવા RCS રૂટ શરૂ કરવામાં આવ્યા; ઉડાન (UDAN) હેઠળ 154 નવા RCS રૂટ આપવામાં આવ્યા; પૂર્વોત્તર પ્રદેશમાં 12 નવા RCS રૂટ શરૂ કરવામાં આવ્યા

• 91 લાખથી વધુ મુસાફરોએ ડિજિ યાત્રાની સુવિધાનો લાભ લીધો, 35 લાખથી વધુ વપરાશકર્તાઓએ એપ્લિકેશન ડાઉનલોડ કરી

વધુ 3 ગ્રીનફિલ્ડ હવાઇમથકો કાર્યરત કરવામાં આવ્યા

હવાઇ ટ્રાફિક નિયંત્રકોની વધુ 456 જગ્યાઓ તૈયાર કરવામાં આવી

નવેમ્બર 2023 સુધીમાં 55 બેઝ પર 34 DGCA દ્વારા મંજૂર FTOનું પરિચાલન શરૂ થઇ ગયું

• DGCA દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધુ, 1562 કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ જારી કરવામાં આવ્યા

ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ દ્વારા લગભગ 9 હજાર રીમોટ પાઇલટ પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા છે

ભારતનો ઘરેલું હવાઇ મુસાફર ટ્રાફિક વિક્રમી ઊંચાઇને સ્પર્શી ગયો છે

 

ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને નવી પાંખો પ્રાપ્ત થઇ છે અને તેજ ઝડપે તેનું વિસ્તરણ થયું છે જેના પરિણામરૂપે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) દ્વારા વર્ષ 2023માં ઘણી સીમાચિહ્નરૂપ સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. MoCAની કેટલીક મુખ્ય સિદ્ધિઓ નીચે દર્શાવવામાં આવી છે:

RCS-ઉડાન

RCS-ઉડાનની શરૂઆત 2016માં કરવામાં આવી હતી. વિવિધ પ્રદેશોને જોડતા વંચિત/ઓછી સેવા પહોંચતા રૂટ પર હવાઇ સંચાલનને સક્ષમ બનાવી શકાય, સંતુલિત પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન મળે અને લોકો માટે પરવડે તેવા દરે હવાઇ મુસાફરી શક્ય બને તે માટે હવાઇ પરિચાલન શરૂ કરવાના ઉદ્દેશથી તેની શરૂઆત કરવામાં આવી છે. RCS-ઉડાન એ સ્વ-ધીરાણ યોજના છે, જેમાં ઉડાન વિમાનના પરિચાલનને સબસિડી આપવા માટે મુખ્ય (ટ્રંક) રૂટ પર દરેક પ્રસ્થાન માટે નજીવી વસૂલાત લાગુ કરવામાં આવે છે.

• 01 જાન્યુઆરી, 2023 થી 21 ડિસેમ્બર, 2023 સુધીમાં 60 નવા RCS રૂટ શરૂ કરવામાં આવ્યા.

રાઉરકેલા, હોલોંગી, જમશેદપુર, કૂચ બિહાર, ઉત્કેલા અને શિવમોગા એમ 06 હવાઇમથકને કાર્યરત કરવામાં આવ્યા.

દેશમાં પૂર્વોત્તરીય રાજ્યોમાં 12 નવા RCS રૂટની શરૂઆત કરવામાં આવી.

• UDAN 4.2 અને 5.0 હેઠળ 154 નવા RCS રૂટ આપવામાં આવ્યા.

 

ડિજિ યાત્રા

ડિજિ યાત્રા એ હવાઇમથક પર મુસાફરોની સંપર્કરહિત, અવરોધરહિત પ્રક્રિયાની કામગીરી હાંસલ કરવાની પરિયોજના છે જે ચહેરા ઓળખ ટેક્નોલોજી (FRT) પર આધારિત છે. આ પરિયોજનામાં મૂળભૂત રીતે એવી કલ્પના કરવામાં આવી છે કે કોઇપણ પ્રવાસી ઓળખ સ્થાપિત કરવા માટે ચહેરાના લક્ષણોનો ઉપયોગ કરીને પેપરલેસ અને સંપર્કરહિત પ્રક્રિયા દ્વારા હવાઇમથક પર તૈનાત વિવિધ ચેક પોઇન્ટમાંથી પસાર થઇ શકે છે. મુસાફર તેમના ઘરે બેઠા આરામથી પ્લેટફોર્મ પર નોંધણી કરાવી શકે છે. અત્યાર સુધીમાં 35 લાખ કરતાં વધુ વપરાશકર્તાઓ ડિજિ યાત્રા એપ્લિકેશન ડાઉનલોડ કરી છે.

નીચે ઉલ્લેખિત 13 હવાઇમથક પર ડિજિ યાત્રા શરૂ કરવામાં આવી છે:-

- દિલ્હી, બેંગલુરુ અને વારાણસી હવાઇમથક પર 01.12.2022ના રોજ

- હૈદરાબાદ, પુણે, કોલકાતા અને વિજયવાડા ખાતે 31.03.2023ના રોજ અને

- અમદાવાદ, મુંબઇ, કોચીન, ગુવાહાટી, જયપુર તેમજ લખનઉ નામના છ હવાઇમથક પર ઑગસ્ટ 2023 દરમિયાન શરૂઆત કરવામાં આવી છે.

ડિજિ યાત્રાની શરૂઆત કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં, 91 લાખ કરતાં વધુ મુસાફરોએ હવાઇમથક પરથી મુસાફરી કરવા માટે તેની સુવિધાનો લાભ લીધો છે. તબક્કાવાર, તમામ હવાઇમથકને ડિજિ યાત્રા દ્વારા આવરી લેવામાં આવશે.

ગ્રીનફિલ્ડ હવાઇમથકો

ભારત સરકારે ગ્રીનફિલ્ડ હવાઇમથકો નીતિ, 2008 ઘડી છે જે દેશમાં નવા ગ્રીનફિલ્ડ હવાઇમથકની સ્થાપના કરવા માટે માર્ગદર્શિકાઓ, પ્રક્રિયા અને શરતો પૂરી પાડે છે. ભારત સરકારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 21 ગ્રીનફિલ્ડ હવાઇમથકની સ્થાપના કરવા માટે 'સૈદ્ધાંતિક' મંજૂરી આપી દીધી છે, જેમાં, ગોવામાં મોપા, મહારાષ્ટ્રમાં નવી મુંબઇ, શિરડી અને સિંધુદુર્ગ, કર્ણાટકમાં કલાબુર્ગી, વિજયપુરા, હસન અને શિવમ્મોગ્ગા, મધ્યપ્રદેશમાં ડાબરા (ગ્વાલિયર), ઉત્તર પ્રદેશમાં કુશીનગર અને નોઇડા (જેવાર), ગુજરાતમાં ધોલેરા અને રાજકોટ, પુડુચેરીમાં કરાઇકલ, આંધ્રપ્રદેશમાં દગાદર્થી, ભોગપુરમ અને ઓરવાકલ (કુર્નૂલ), પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર, સિક્કિમમાં પાક્યોંગ, કેરળમાં કન્નુર અને અરુણાચલ પ્રદેશમાં ઇટાનગરનો સમાવેશ થાય છે.

તેમાંથી દુર્ગાપુર, શિરડી, સિંધુદુર્ગ, પાક્યોંગ, કન્નુર, કલાબુર્ગી, ઓરવાકલ, કુશીનગર, ઇટાનગર, મોપા, શિવમ્મોગ્ગા અને રાજકોટ નામના 12 ગ્રીનફિલ્ડ હવાઇમથક કાર્યરત થઇ ગયા છે. વર્ષ 2023 દરમિયાન, ત્રણ ગ્રીનફિલ્ડ હવાઇમથક, મોપા, શિવમ્મોગ્ગા અને રાજકોટને કાર્યરત કરવામાં આવ્યા છે.

ATCOની અછતનો ઉકેલ લાવવો

દેશ ATCOની તીવ્ર અછતનો સામનો કરી રહ્યો હતો. મંત્રાલયે, DPEની સંમતિથી, એપ્રિલ 2023માં ATCOની વધુ 456 જગ્યાઓ તૈયાર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

ઉડાન તાલીમ સંગઠન (FTO)

1) 30 નવેમ્બર 2023 સુધીમાં દેશમાં 55 બેઝ પર 34 DGCA દ્વારા મંજૂરી પ્રાપ્ત FTO કાર્યરત છે. તેમાંથી, અમેઠી (ઉત્તરપ્રદેશ) ખાતે IGRUA કેન્દ્ર સરકાર અંતર્ગત કામ કરે છે જ્યારે આઠ રાજ્ય સરકારો હેઠળ છે અને 25 ખાનગી ક્ષેત્રની માલિકીના સંગઠનો છે.

2) IGRUAની સ્થાપના 1986માં કરવામાં આવી છે જે, ભારતનું સૌથી મોટું FTO છે. તે અમેઠી (ઉત્તરપ્રદેશ) ખાતે આવેલું છે. તે ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના નિયંત્રણ હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. IGRUA એ વર્ષ 2021-22માં કુલ 18,216 ઉડાન કલાકો પૂરા કર્યા હતા જ્યારે વર્ષ 2023માં (18.12.2023 સુધી), IGRUA એ કુલ 6683 ઉડાન કલાકો પૂરા કર્યા છે.

3) 2020માં, ભારતીય હવાઇમથક સત્તામંડળ (AAI) દ્વારા ઉદાર FTO નીતિ રજૂ કરવામાં આવી જેમાં હવાઇમથક રોયલ્ટી ચુકવણી (FTO દ્વારા AAIને આવકમાં હિસ્સાની ચુકવણી) નાબૂદ કરવામાં આવી હતી અને જમીન ભાડાને નોંધપાત્ર રીતે તર્કસંગત બનાવવામાં આવ્યા હતા.

4) 2021માં, સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા પછી, AAI એ બેલાગવી (કર્ણાટક), જલગાંવ (મહારાષ્ટ્ર), કલબુર્ગી (કર્ણાટક), ખજુરાહો (મધ્યપ્રદેશ) અને લીલાબારી (આસામ) ખાતે પાંચ હવાઇમથક પર નવ FTO સ્લોટ આપ્યા હતા. હાલમાં, આમાંથી સાત FTO સ્લોટ કાર્યરત છે: બેલાગવી, ખજુરાહો, લીલાબારી એમ દરેકમાં એક-એક અને કલાબુર્ગી તેમજ જલગાંવમાં બે-બે સ્લોટ કાર્યકર છે. આ છ FTOમાંથી હાલમાં જે કાર્યરત છે, તેમાંથી બેલાગવી, જલગાંવ અને ખજુરાહો ખાતેનો એક-એક સ્લોટ 2023માં કાર્યરત થયો છે.

5) જૂન 2022માં, સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા પછી, AAI દ્વારા પાંચ હવાઇમથક પર વધુ છ FTO સ્લોટ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં ભાવનગર (ગુજરાત), હુબલી (કર્ણાટક), કડાપા (આંધ્રપ્રદેશ), કિશનગઢ (રાજસ્થાન) અને સાલેમ (તામિલનાડુ)નો સમાવેશ થાય છે. તેમાંથી, સાલેમ ખાતેનો એક FTO સ્લોટ 2023માં કાર્યરત થઇ ગયો છે.

ફ્લાઇટના ક્રૂ માટે લાઇસન્સિંગ


https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/mocaB2NH.jpg

તાલીમ અને લાઇસન્સિંગ નિયામકના કાર્યોમાં CPL/ ATPL/ CHPL/ PPL/ FATA લાઇસન્સને પ્રારંભિક તબક્કે જારી કરવાના/રૂપાંતરણ અને ફ્લાઇટના ક્રૂ માટે લાઇસન્સના નવીકરણ/સમર્થન સંબંધિત કાર્યનો સમાવેશ થાય છે. DGCA દ્વારા 2023માં 1562 CPL જારી કરવામાં આવ્યા હતા (18 ડિસેમ્બર 2023 સુધીની સ્થિતિ), જે અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે છે. છેલ્લાં છ વર્ષમાં ભારતમાં જારી કરવામાં આવેલા CPLની સંખ્યા નીચે મુજબ છે:

DGCA દ્વારા વર્ષ 2023 દરમિયાન eGCAના સિંગલ વિન્ડો ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આજ સુધીમાં ફ્લાઇટ ક્રૂ માટે લાઇસન્સિંગ જારી કરવા અને નવીકરણ કરવા માટેની કુલ 23908 અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવી છે. 01.01.2023 અને 18.12.2023 વચ્ચે જારી કરવામાં આવેલા પાઇલટ લાઇસન્સ અને રેટિંગ્સની વિગતો નીચે દર્શાવ્યા મુજબ છે:

અનુ. નં.

લાઇસન્સ/રેટિંગ્સનો પ્રકાર

જારી કરવામાં આવેલા લાઇસન્સ/ રેટિંગ્સની સંખ્યા

1.

કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ (CPL)

1562

2.

એરલાઇન પરિવહન પાઇલટ લાઇસન્સ (ATPL)

647

3.

ટાઇપ રેટિંગ્સ

4006

4.

અન્ય પાઇલટ લાઇસન્સ અને રેટિંગ્સ (PPL, FRTOL, FIR, AFIR, FATA, IR, મુક્ત રેટિંગ, P1 સમર્થન

8374

કુલ

14589

 

નવી પ્રક્રિયા એટલે કે eGCA સાથે અનુસૂચિત એરલાઇન પરિચાલકો (મેસર્સ ઇન્ડિગો અને મેસર્સ એર એશિયા)ના એરક્રાફ્ટ પ્રણાલી ડેટા (ACARS/ AIMS/ ARMS)ના એકીકરણ દ્વારા પાઇલટની ઇ-લોગબુકને આપમેળે ભરવા માટે API એકીકરણને ચાલુ વર્ષ 2022-2023માં અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રણાલી ઇ-લોગબુક ડેટાની ચોકસાઇમાં વધારો કરશે, ઇ-લોગબુકને જાતે ભરવાની જરૂરિયાતને ટાળતી હોવાથી પાઇલટને લાગતો થાક દૂર થશે.

ડ્રોન

ડ્રોન નિયમો, 2021 હેઠળના તમામ પાંચ અરજી ફોર્મ 26 જાન્યુઆરી 2022ના રોજ ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ પર ઑનલાઇન કરવામાં આવ્યા છે.

ડ્રોન પ્રમાણીકરણ યોજના 26 જાન્યુઆરી 2022ના રોજ અધિસૂચિત કરવામાં આવી છે, જેના કારણે ડ્રોન વિનિર્માતાઓને તેમના પ્રકાર સંબંધિત પ્રમાણપત્ર મેળવવાનું કામ સરળ થઇ જાય છે.

• 9 ફેબ્રુઆરી 2022ના રોજ ડ્રોનની આયાત નીતિ જાહેર કરવામાં આવી છે, જેમાં વિદેશી ડ્રોનની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ડ્રોનના ઘટકોની આયાતને મુક્ત રાખવામાં આવી છે.

• 11 ફેબ્રુઆરી 2022ના રોજ ડ્રોન (સુધારા) નિયમો, 2022ને અધિસૂચિત કરવામાં આવ્યા છે, જેમાં ડ્રોન પાઇલટ લાઇસન્સની જરૂરિયાતને નાબૂદ કરવામાં આવી છે. હવે DGCA દ્વારા અધિકૃત રીમોટ પાઇલટ તાલીમ સંગઠન (RPTO) દ્વારા રીમોટ પાઇલટ પ્રમાણપત્ર જારી કરવામાં આવે છે જે ડ્રોન ચલાવવા માટે રીમોટ પાઇલટ માટે પર્યાપ્ત છે.

ડ્રોન અને ડ્રોનના ઘટકો માટેની PLI યોજના હેઠળ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન લાભાર્થીઓને રૂ. 29.43 કરોડ (અંદાજે)ની રકમનું વિતરણ કરવામાં આવ્યું છે.

ડ્રોન (સુધારા) નિયમો, 2023ને 27 સપ્ટેમ્બર 2023ના રોજ અધિસૂચિત કરવામાં આવ્યા છે, જે અરજદાર પાસે ભારતીય પાસપોર્ટ ઉપલબ્ધતા ન હોય તેવા કિસ્સામાં, રીમોટ પાઇલટ પ્રમાણપત્ર (RPC) જારી કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડે છે. હવે, RPC જારી કરવા માટે સરકારે જારી કરેલો ઓળખનો પુરાવો અને સરકારે જાહેર કરેલો સરનામાનો પુરાવો જેમ કે મતદારનું આઇડી કાર્ડ, રેશનકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ પર્યાપ્ત રહેશે.

દેશમાં DGCA દ્વારા માન્ય 76 રીમોટ પાઇલટ તાલીમ સંગઠન (RPTO) છે. ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ દ્વારા 18.12.2023 સુધીમાં 8680 RPC જારી કરવામાં આવ્યા છે.

 

ભારતનો સ્થાનિક મુસાફર ટ્રાફિક વિક્રમી ઊંચાઇને સ્પર્શી ગયો

આ વર્ષે 19 નવેમ્બરે ભારતમાં વિવિધ એરલાઇન્સે 4,56,910 સ્થાનિક મુસાફરો સાથે ઉડાન ભરી હતી. મહામારીની અસર પછી આ એક જ દિવસમાં નોંધાયેલો સૌથી વધુ હવાઇ ટ્રાફિક હતો, જે કોવિડ પહેલાંની સરેરાશ કરતાં નોંધપાત્ર 7.4% ઉછાળો દર્શાવે છે – જે આકાશી પરિચાલનોમાં પુનઃપ્રાપ્તિ અને સ્થિતિસ્થાપકતા આવી હોવાનો સ્પષ્ટ સંકેત છે.

2023 દરમિયાન PPP હવાઇમથક પર વિસ્તરણ કાર્ય પૂર્ણ થયું

દિલ્હી હવાઇમથક પર ચોથા રનવે અને ઇસ્ટર્ન ક્રોસ ટેક્સીવેનું કમિશનિંગ કરવામાં આવ્યું.

બેંગ્લોર હવાઇમથક પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કામગીરી સાથે નવા T2 ટર્મિનલનું કમિશનિંગ કરવામાં આવ્યું.

હૈદરાબાદ હવાઇમથક પર ટર્મિનલ ભવનનું વિસ્તરણ કરવામાં આવ્યું.

મુંબઇ હવાઇમથકમાં પ્રી-એમ્બર્કેશન સુરક્ષા તપાસ વિસ્તારનું પુનર્ગઠન કરવામાં આવ્યું

 

મૂડી ખર્ચ યોજના

રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન હેઠળ, નાણાકીય વર્ષ 2019-20 થી નાણાકીય વર્ષ 2024-25 સુધીના સમયગાળા દરમિયાન રૂ. 91,000 કરોડથી વધુનો મૂડી ખર્ચ થવાની સંભાવના છે, જ્યાં AAI અંદાજે રૂ. 25,000 કરોડનો ખર્ચ કરશે અને બાકીનો ખર્ચ PPP મોડ હેઠળ હવાઇમથક વિકાસકર્તાઓ દ્વારા ઉઠાવવામાં આવશે. નવેમ્બર 2023 સુધીમાં અંદાજે રૂ. 65,000 કરોડનો ખર્ચ પહેલાંથી જ કરી દેવામાં આવ્યો છે, જેમાં નાણાકીય વર્ષ 2023-24 માટે નવેમ્બર 2023 સુધીમાં આશરે રૂ. 11,000 કરોડનો ખર્ચ સામેલ છે.

હવાઇમથકો 100% હરિત ઉર્જા પર ચાલે છે

ઉર્જાનાં પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ હવાઇમથક પર થતા કાર્બન ઉત્સર્જનનો મુખ્ય સ્ત્રોત છે અને આમ તેના બદલે હરિત ઉર્જાનો ઉપયોગ શરૂ કરવાથી હવાઇમથકની કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદ મળે છે. આથી, MoCAએ સુનિશ્ચિત કામગીરીઓ સાથેના તમામ કાર્યરત હવાઇમથક અને આગામી ગ્રીનફિલ્ડ હવાઇમથકના વિકાસકર્તાઓને કાર્બન ન્યૂટ્રાલિટી અને નેટ ઝીરોનું લક્ષ્ય હાંસલ કરવા માટે કામ કરવાની સલાહ આપી છે જેમાં અન્ય બાબતોની સાથે સાથે હરિત ઉર્જાનો ઉપયોગ કરાવનું પણ સામેલ છે. હાલમાં, સમગ્ર દેશમાં 66 હવાઇમથકો 100% હરિત ઉર્જા દ્વારા ચાલી રહ્યા છે.

હવાઇમથક પર ગીચતા

ગયા વર્ષે તહેવારોની મોસમ/ શિયાળા 2022 દરમિયાન મુખ્ય હવાઇમથક પર ભીડ એટલે કે લોકોની ગીચતાનો મુદ્દો જોવા મળ્યો હતો, જે ચિંતાનું કારણ બની ગયો હતો, કારણ કે તેના લીધે વિવિધ ટચ પોઇન્ટ્સ પર મુસાફરોની પ્રક્રિયા માટે રાહ જોવામાં વધુ સમય લાગ્યો હતો.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઇમથક પરિચાલકો, BCAS, MHA, CISF, BoI વગેરે સહિતના તમામ હિતધારકો સાથે મળીને હવાઇમથક પર માળખાકીય સુવિધાઓમાં જરૂરી વૃદ્ધિ કરવા માટે આવતા અવરોધોને ઓળખી કાઢવા માટે સઘન પ્રયાસો કર્યા છે. પ્રથમ તબક્કામાં, દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, હૈદરાબાદ, કોલકાતા અને ચેન્નાઇ હવાઇમથકના મેટ્રો હવાઇમથક પરિચાલકોને મુસાફરોની પ્રક્રિયામાં આવતી અડચણો ઓળખી કાઢવા અને મુસાફરોની વધી રહેલી જતી માંગને પહોંચી વળવા તેમની ક્ષમતામાં વધારો કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ, સપ્ટેમ્બર 2023માં વધુ 10 હવાઇમથકો જેમ કે, ભુવનેશ્વર, ચંદીગઢ, ગોવા, પટના, જયપુર, ગુવાહાટી, લખનઉ, અમદાવાદ, ત્રિવેન્દ્રમ અને કોચીનને ઓળખી કાઢવામાં આવ્યા હતા, જ્યાં હવાઇમથક પરિચાલકોને જ્યાં જરૂર હોય ત્યાં ક્ષમતામાં વધારો કરીને ભીડ ટાળવા માટે સક્રિય પગલાં લેવા માટે સંવેદનશીલ બનાવવામાં આવ્યા હતા.

હવાઇમથક પરિચાલકો વધુ મુસાફરોનું આરામથી સંચાલન કરવા માટે તત્પર રહે તે માટે વધુ જગ્યા ખુલ્લી કરવા અને ક્ષમતા વધારવા માટે ઉપરોક્ત પ્રયાસો દ્વારા, ઉપલબ્ધ ટર્મિનલ માળખાકીય સુવિધાની પુનઃરચના કરીને હવાઇમથક પર વધારાની જગ્યા બનાવવામાં આવી છે, જેનાથી ભીડ ઓછી થઇ છે. MoCA અને તેની એજન્સીઓ લગભગ દૈનિક ધોરણે હવાઇમથક પરિચાલકો, એરલાઇન્સ અને અન્ય હિસ્સેદારો દ્વારા કરવામાં આવેલા પ્રયાસો પર દેખરેખ રાખે છે જેથી સુનિશ્ચિત થઇ શકે કે શમન માટે જે પગલાં લેવામાં આવ્યા છે તેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે છે અને અંતિમ હવાઇમથક વપરાશકર્તા એટલે કે મુસાફરોને શ્રેષ્ઠ મુસાફરીનો અનુભવ મળે. એક વર્ષના સમયગાળામાં 16 હવાઇમથક પર ઓળખી કાઢવામાં આવેલા મુસાફરોના ટચ પોઇન્ટ અને તેમાં કરાયેલા સુધારાની વિગતો નીચે મુજબ છે:

પ્રવેશ માટેના લેન 213 (ડિસેમ્બર 2022 સુધીની સ્થિતિ) હતા તે 46% વધારીને 312 (ડિસેમ્બર 2023 સુધીની સ્થિતિ) કરવામાં આવ્યા છે.

ચેક-ઇન કાઉન્ટરોની સંખ્યા 1316 (ડિસેમ્બર 2022 સુધીની સ્થિતિ) હતી તે 24% વધારીને 1633 (ડિસેમ્બર 2023 સુધીની સ્થિતિ) કરવામાં આવી છે.

સુરક્ષા તપાસ પોઇન્ટ્સ પર XBIS/ATR 234 (ડિસેમ્બર 2022 સુધીની સ્થિતિ) હતા તે 37% વધારીને 321 (ડિસેમ્બર 2023 સુધીની સ્થિતિ) કરવામાં આવ્યા છે.

• CISF કાર્યબળની સંખ્યા 20,487 (ડિસેમ્બર 2022 સુધીની સ્થિતિ) હતી તે 21% વધારીને 24,733 (ડિસેમ્બર 2023 સુધીની સ્થિતિ) કરવામાં આવી છે.

ઇમિગ્રેશન/ઇમિગ્રેશન ફંક્શન માટે BoI કાઉન્ટરોની સંખ્યા 808 (ડિસેમ્બર 2022 સુધીની સ્થિતિ) હતી તે 24% વધારીને 1,002 (ડિસેમ્બર 2023 સુધીની સ્થિતિ) કરવામાં આવી છે.

AAI હવાઇમથકો

ભારતીય હવાઇમથક સત્તામંડળે મેળવી સિદ્ધિઓ નીચે મુજબ છે:

તમિલનાડુના ચેન્નાઇમાં આવેલું ચેન્નાઇ આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું નવું સંકલિત ટર્મિનલ ભવન (NITB) (તબક્કો-1) 1,36,295 ચો.મી.ના વિસ્તારમાં રૂપિયા 1260 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યું છે જે હવાઇમથકની મુસાફર સંચાલન ક્ષમતાને 23 MPPA થી વધારીને વાર્ષિક 30 મિલિયન મુસાફર (MPPA) કરશે. NITBનું ઉદ્ઘાટન 08 એપ્રિલ 2023ના રોજ કરવામાં આવ્યું હતું.

ઉત્તરપ્રદેશમાં કાનપુર હવાઇમથક પર રૂપિયા 150 કરોડના પરિયોજના ખર્ચે નવા સિવિલ એન્ક્લેવને 6243 ચો.મી.ના વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે જે પીક અવર દરમિયાન 400 મુસાફરોનું સંચાલન કરવા માટે સજ્જ છે. નવા વિકસાવવામાં આવેલા એપ્રોન ત્રણ A-321/B-737 પ્રકારના વિમાનને 713 મીટર x 23 મીટરના નવા લિંક ટેક્સી ટ્રેક સાથે પાર્ક કરવા માટે યોગ્ય છે. કાનપુર હવાઇમથક પર નવા સિવિલ એન્ક્લેવનું ઉદ્ઘાટન 26 મે 2023ના રોજ કરવામાં આવ્યું હતું.

પોર્ટ બ્લેર ખાતે વીર સાવરકર આંતરરાષ્ટ્રીય હવાઇમથકનું નવું સંકલિત ટર્મિનલ ભવન 40,837 ચો.મી.ના વિસ્તારમાં રૂ. 710 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યું છે જેની ક્ષમતા પીક અવર્સ દરમિયાન 1200 મુસાફરોનું સંચાલન કરવાની અને દર વર્ષે 50 લાખ મુસાફરોને સેવા પૂરી પાડવાની છે. NITBનું ઉદ્ઘાટન 18 જુલાઇ 2023ના રોજ કરવામાં આવ્યું હતું.

અરુણાચલ પ્રદેશના તેઝુ હવાઇમથક ખાતે નવી માળખાકીય સુવિધાના વિકાસ તરીકે રૂ. 170 કરોડના ખર્ચે રનવેનું વિસ્તરણ (1500 મીટર x 30 મીટર) અને ATR 72 પ્રકારના વિમાન માટે 02 નવા એપ્રોનનું બાંધકામ, નવા ટર્મિનલ ભવનનું બાંધકામ અને ફાયર સ્ટેશન સહ ATC ટાવર સહિતના કાર્યોનો સમાવેશ થાય છે. નવી વિકસાવવામાં આવેલી માળખાકીય સુવિધાઓનું ઉદ્ઘાટન 24 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીમંડળે 15.12.2023 ના રોજ સુરત હવાઇમથકને આંતરરાષ્ટ્રીય હવાઇમથક તરીકેનો દરજ્જો આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ગુજરાતમાં હાલના સુરત હવાઇમથકનું કુલ રૂ. 353 કરોડના ખર્ચે વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ વિસ્તરણના ભાગરૂપે, ટર્મિનલ ભવનનો કુલ વિસ્તાર 25520 ચો.મી. બનાવવા માટે હાલના ટર્મિનલ ભવનમાં 17046 ચો.મી.નો વધારાનો વિસ્તાર વિકસાવવામાં આવી રહ્યો છે. NITB દર વર્ષે 35 લાખ મુસાફરોનું સંચાલન કરવાની ક્ષમતા સાથે પીક અવર્સ દરમિયાન 1800 મુસાફરોનું સંચાલન કરી શકશે. આ ભવનમાં પીક અવર્સ દરમિયાન 3000 મુસાફરોનું સંચાલન થઇ શકે તેમજ વાર્ષિક મુસાફર સંચાલન ક્ષમતા 55 લાખ મુસાફરો સુધી વધારી શકાય તેવી જોગવાઈ કરવાામં આવી છે. સુરત હવાઇમથકના NITBનું ઉદ્ઘાટન 17 ડિસેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યું છે.

ઊંચાઇના નિયમોમાં સુધારા

હવાઇમથકોની આસપાસની ઇમારતોની ઊંચાઇને નિયંત્રિત કરતા હાલના ઊંચાઇ સંબંધિત નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે જેથી હવાઇમથક પર બનાવેલી માળખાકીય સુવિધાનો ઉપયોગ વિમાનના પરિચાલનની કામગીરીની સલામતી સાથે કોઇપણ બાંધછોડ કર્યા વિના મહત્તમ હદ સુધી થઇ શકે તેવું સુનિશ્ચિત કરી શકાય.

એરસ્પેસનો લવચીક ઉપયોગ

ભૂતકાળમાં, લગભગ 40% એરસ્પેસ નાગરિક ઉડ્ડયનના ઉપયોગ માટે અનુપલબ્ધ હતી. આના પરિણામે વિમાનો તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે પરિભ્રમણના માર્ગો અપનાવે છે – આ સ્થિતિ ટાળી શકાય તેવા વધારાના ખર્ચની સાથે સાથે બળતણ અને સમયનો બિનકાર્યક્ષમ ઉપયોગ તરફ દોરી જાય છે. IAF 30% રાષ્ટ્રીય એરસ્પેસનું નિયંત્રણ કરે છે જેમાંથી 30% એરસ્પેસના લવચીક ઉપયોગ હેઠળ અપર એરસ્પેસ તરીકે મુક્ત કરવામાં આવી છે. 'આત્મનિર્ભર ભારત'ના ભાગ રૂપે, IAF દ્વારા નાગરિક ઉપયોગ માટે એરસ્પેસના આ ભાગોને મુક્ત કરવા માટે સંમતિ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 129 શરતી રૂટ (CDR) જાહેર કરવામાં આવ્યા છે. આનાથી ઉડાનના સમય, ઇંધણના વપરાશ અને કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર બચત થશે. એરલાઇન્સને દર વર્ષે લગભગ રૂ. 1000 કરોડની બચત થવાની સંભાવના છે. ઑગસ્ટ 2020 થી અત્યાર સુધીમાં કુલ રૂપિયા 640.7 કરોડની બચત થઇ છે અને CO2ના ઉત્સર્જનમાં કુલ 1.37 લાખ ટનનો ઘટાડો થયો છે.

ICAO દ્વારા CORSIA/LTAG સંકલ્પમાં ભારતનું યોગદાન

શરૂઆતના તબક્કેથી જ, ભારત વિકાસશીલ રાજ્યો પર આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન માટે કાર્બન ઓફસેટિંગ અને ઘટાડે યોજના (CORSIA)ની અસરો સંદર્ભે ચિંતિત છે. સમાન વિચારધારા ધરાવતા દેશો માટે સક્રિય સમર્થન સાથે, ભારતે ભારપૂર્વક હિમાયત કરી છે અને અનુપાલન ચક્રો માટે 'વ્યક્તિગત વૃદ્ધિ પરિબળ'માં ઘટાડા સાથે ભારતીય કેરિયર્સને લાભ આપવા માટે CORSIA બેઝલાઇનને 2019ના ઉત્સર્જનના 85% સુધી ઘટાડવામાં સક્ષમ બન્યું છે.

ICAOના લાંબા ગાળાના મહત્વાકાંક્ષી લક્ષ્યો માટે, ભારત દ્વારા નિરંતર કરવામાં આવતા પ્રયાસોના પરિણામે ICAO મહાસભા દ્વારા રાષ્ટ્રીય સમયમર્યાદાને મંજૂરી આપવા, જે શિક્ષાત્મક પગલાં તરફ દોરી શકે તેવા કોઇપણ ફરજિયાત લક્ષ્યાંકોનો સમાવેશ ન કરવા; અને LTAGમાં સામાન્ય પરંતુ ભિન્ન જવાબદારીઓના સિદ્ધાંતને સામેલ કરવા માટેના ઠરાવો પસાર કરવામાં આવ્યા છે.

દુબઇમાં 21 થી 24 નવેમ્બર 2023 દરમિયાન CAAF/3 (વૈકલ્પિક ઉડ્ડયન બળતણ પર ત્રીજી પરિષદ) યોજવામાં આવી હતી. CAAF/3 ના સંભવિત પરિણામો પર નિર્ણય લેવા માટે, કેનેડાના મોન્ટ્રીયલમાં ICAOના વડામથક ખાતે 25-26 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રી-CAAF/3 પરામર્શ યોજવામાં આવ્યો હતો. DG, DGCAના નેતૃત્વ હેઠળના ભારતીય પ્રતિનિધિમંડળે CAAF/3 પહેલાં યોજાયેલી વાટાઘાટોમાં હાજરી આપી હતી.

CAAF/3 પહેલાંની વાટાઘાટો દરમિયાન, ભારતે સમાન વિચારધારા ધરાવતા અન્ય દેશો સાથે મળીને આગામી CAAF/3માં SAF માટે સંભવિત પરિમાણિત દૂરંદેશીનો વિરોધ કર્યો હતો. યુરોપિયન સંઘ, ચીન, યુનાઇટેડ કિંગડમ અને ઇથોપિયા સાથે વિવિધ સમાંતર બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વિષય પર ભારતનું સામાન્ય વલણ સ્પષ્ટપણે સમજાવવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું.

CAના સચિવના નેતૃત્વ હેઠળના ભારતીય પ્રતિનિધિમંડળે CAAF/3માં હાજરી આપી હતી. દુબઇ ખાતે ICAO CAAF/3 દરમિયાન તમામ દેશો સાથે સઘન ચર્ચાના દિવસો પછી, ICAO દ્વારા ICAOનું સુધારેલું વૈશ્વિક માળખું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ભારત દ્વારા પ્રસ્તાવિત પરિમાણિત ધ્યેયોના ફકરાનો સમાવેશ થાય છે. શ્રેણીબદ્ધ વાટાઘાટો પછી, ICAOનું અંતિમ સ્વીકૃત વૈશ્વિક માળખું વર્ષ 2030 સુધીમાં SAFના ઉપયોગની બિન-બંધનકારી વૈશ્વિક દૂરંદેશી દર્શાવે છે. CAAF/3 માળખું ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા હસ્તક્ષેપો/ચિંતાઓ પર ધ્યાન આપે છે જેમાં તમામ રાજ્યોમાં ઇંધણના ઉત્પાદનના વિકેન્દ્રીકરણ, ઓછા ખર્ચે ધીરાણ અને તમામ રાજ્યોમાં પારદર્શક તેમજ અસરકારક રીતે ભંડોળ પૂરું પાડવું, નવી ટકાઉક્ષમતા પ્રમાણીકરણ યોજના વગેરેને તૈયાર કરવા અને તેને મંજૂરી આપવાની બાબતોનો સમાવેશ થાય છે.

આંતરરાષ્ટ્રીય જોડાણ

ભારત આંતરરાષ્ટ્રીય ઉડાનોની વિશાળ શ્રેણીના નેટવર્કનું પરિચાલન છે અને હાલમાં 116 દેશો સાથે હવાઇ સેવા કરાર ધરાવે છે. નિરંતર કરવામાં આવતા પ્રયાસોના સંદર્ભમાં, ભારત હાલમાં 52 કરતાં વધુ દેશોને સીધી કનેક્ટિવિટી પ્રદાન કરે છે, જ્યારે, પરોક્ષ માર્ગો દ્વારા 100 થી વધુ દેશો સાથે જોડાય છે. તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે દ્વિપક્ષીય ASAની જોગવાઇઓ અનુસાર વિદેશી કેરિયર્સના હોદ્દાની સુવિધા આપીને વિદેશથી કનેક્ટિવિટી ટકાવી રાખવામાં આવે છે. 2014થી અત્યાર સુધીમાં, ભારતે 57 દેશો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં, વર્ષ 2023માં જ, ભારતે રશિયા, વિયેતનામ, ઇન્ડોનેશિયા અને ન્યૂઝીલેન્ડ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે/સંશોધિત કર્યા છે.

વિવિધ દેશોમાંથી ચાર્ટર પરિચાલન માટે નિયમિત પરવાનગી આપવા ઉપરાંત, ભારતે માનવતાના ધોરણે અફઘાનિસ્તાનથી બિન-નિર્ધારિત ચાર્ટર પરિચાલન દ્વારા મુસાફરો અને માલસામાનના વહનની પરવાનગી આપી છે.

હવાઇ સેવા કરાર/MoU

તારીખ 27.01.2023ના રોજ વિયેતનામ સાથે એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેમાં કોલકાતા અને ચેન્નાઇના સ્થાને વિયેતનામના નિયુક્ત કેરિયર્સ માટે કૉલ ઓફ પોઇન્ટ્સ તરીકે બેંગલુરુ અને હૈદરાબાદને ઔપચારિક મંજૂરી આપવામાં આવી હતી.

રશિયા સાથે તારીખ 17.02.2023ના રોજ એક પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક કોડ શેર માટેના પોઇન્ટ્સ શેર કરવામાં આવ્યા હતા, ક્ષમતા હકમાં વધારો કરવામાં આવ્યો હતો અને રશિયન કેરિયર્સ માટે રૂટ મુજબના પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા હતા.

ગયાના સાથે 22.04.2023ના રોજ હવાઇ સેવા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

કોરિયા પ્રજાસત્તાક સાથે 31.05.2023ના રોજ એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેમાં કોરિયન કેરિયર્સ દ્વારા ત્રીજા, ચોથા અને પાંચમા સ્વતંત્રતા અધિકારો સાથે સંમત રૂટ પર બિન-નિર્ધારિત કરેલી ઓલ-કાર્ગો કામગીરીઓ માટે જૂન 2024 સુધી સેવાઓની સંખ્યા પર કોઇ પ્રતિબંધ વિના સંમતિ સાધવામાં આવી હતી

તારીખ 25.05.2023ના રોજ યોજવામાં આવેલી દ્વિપક્ષીય બેઠકમાં ASA, ત્રીજી અને ચોથી સ્વતંત્રતા મુસાફર સેવાઓ, તમામ કાર્ગો સેવાઓ સંબંધિત મુદ્દાઓ પર યુનાઇટેડ કિંગડમ સાથે ચર્ચા કરવામાં આવી હતી. યુનાઇટેડ કિંગડમ તરફથી ભારતના એરોનોટિકલ સત્તાવાળાઓ દ્વારા સમીક્ષા/ટિપ્પણીઓ માટે એક MoUનો મુસદ્દો શેર કરવામાં આવ્યો હતો. MoUના મુસદ્દાની તપાસ કરવામાં આવી છે અને યુનાઇટેડ કિંગડમ પક્ષને અમુક ફેરફારો સૂચવવામાં આવ્યા છે.

ન્યૂઝીલેન્ડ સાથે 29.08.2023 ના રોજ એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેમાં રૂટ શેડ્યૂલના બદલે નવાનો અમલ કરવામાં આવ્યો છે જે દરેક બાજુ માટે હાલના એક બાજુથી દરેક બાજુના 6 શહેરો માટેના પોઇન્ટ ઓફ કૉલમાં વધારો કરે છે અને મધ્યવર્તી પોઇન્ટમાં વધારો કરે છે. ટ્રાફિક અધિકારો અને ક્ષમતા અધિકારોમાં વૃદ્ધિ અંગે; કાર્ગો ઓપન-સ્કાય અંગેના અંતિમ નિર્ણયો લેવામાં આવ્યો છે.

માનવરહિત વિમાન પ્રણાલીઓ અને આવિષ્કારી હવાઇ પરિવહનમાં તકનીકી સહયોગ માટે બ્રસેલ્સમાં DGCA અને યુરોપિયન સંઘ ઉડ્ડયન સલામતી એજન્સી (EASA) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

વિદેશો સાથે મુક્ત આકાશની વ્યવસ્થાઓ

રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નીતિ, 2016 મુજબ, મુક્ત આકાશની વ્યવસ્થા સીધા જ 6 ભારતીય મેટ્રો હવાઇમથકો (દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નાઇ, હૈદરાબાદ અને બેંગલુરુ) પર/પરથી હાલના દ્વિપક્ષીય અધિકારોની ઉપર અને તે સિવાય અમર્યાદિત ઉડાનને મંજૂરી આપે છે. 2022માં, ભારતે માલદીવ્સ અને કેનેડા સાથે અને 2023માં ન્યુઝીલેન્ડ સાથે મુક્ત આકાશની વ્યવસ્થામાં પ્રવેશ કર્યો છે. ઓક્ટોબર 2023 સુધીની સ્થિતિ મુજબ ભારત 24 દેશો સાથે મુક્ત આકાશની વ્યવસ્થા ધરાવે છે.

ભારતીય કેરિયર્સની વિસ્તરણ યોજના

ઇન્ડિગો 19 જૂનના રોજ પેરિસ એર શો 2023માં 500 એરબસ A320 ફેમિલી એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. એર ઇન્ડિયાએ 20 જૂનના રોજ પેરિસ એર શો 2023માં 470 એરબસ અને બોઇંગ એરક્રાફ્ટ માટે ઔપચારિક સોદો કર્યો છે. 2023માં નવા ગંતવ્યો જોડવામાં આવ્યા છે જેમાં નૈરૌબી, જકાર્તા, તિબ્લીસી, બાકુ, કુઆલાનામુ, વિયેના, કોપનહેગન, મિલાન, એમ્સ્ટરડેમ, ગેટવિક, મોરેશિયસ, મિન્સ્ક અને એન્ટેબેનો સમાવેશ થાય છે.

એર ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારીઓ માટે તબીબી સુવિધાઓ:

એર ઇન્ડિયાના વિનિવેશની પ્રક્રિયા દરમિયાન, ભારત સરકારે એર ઇન્ડિયાના પાત્રતા ધરાવતા નિવૃત્ત કર્મચારીઓને તબીબી સુવિધાઓ પૂરી પાડવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય મુજબ તબીબી યોજના લાગુ કરવામાં આવી છે. ઉપરોક્ત યોજના મુજબ, આઉટ પેશન્ટ વિભાગની સુવિધા, દવાઓનો પુરવઠો અને સ્વાયત્ત સંસ્થાઓ/ વૈધાનિક સંસ્થાઓના કિસ્સામાં હોય તેની જેમ જ CGHS દ્વારા પેનલમાં સમાવિષ્ટ CGHS હોસ્પિટલોમાં કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (CGHS) નિષ્ણાતને ભલામણ કરવાની સેવા પૂરી પાડવામાં આવશે. 31.10.2023 સુધીમાં, CGHS દ્વારા લાભાર્થીઓને 48013 કાર્ડ જારી કરવામાં આવ્યા છે જે લગભગ તમામ લાભાર્થીઓને આવરી લે છે.

UTI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્નોલોજી અને સેવાઓ લિમિટેડ (UTIITSL) દ્વારા ઇન-પેશન્ટ વિભાગ સારવાર અને OPD રેફરલ સારવાર સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. CGHS દ્વારા તમામ સૂચિબદ્ધ હોસ્પિટલો અને સેવા પ્રદાતાઓને એર ઇન્ડિયાના નિવૃત્ત લોકો માટે કેશલેસ સુવિધાઓ પૂરી પાડવા માટે નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. સમગ્ર ભારતમાં ડે કેર પ્રક્રિયા માટે કેશલેસ IPD અને OPD રેફરલની શરૂ થઇ ગઇ છે. ઘણી હોસ્પિટલો અને નિદાન કેન્દ્રોએ AIના નિવૃત્ત કર્મચારીઓને કેશલેસ સેવાઓ આપવાનું શરૂ કરી દીધું છે.

એર ઇન્ડિયાની કળા અને કલાકૃતિઓનું NGMAને હસ્તાંતરણ:

એર ઇન્ડિયાના વિનિવેશના પગલે, એર ઇન્ડિયા વિશિષ્ટ વૈકલ્પિક વ્યવસ્થાતંત્ર (AISAM) દ્વારા એર ઇન્ડિયાના કબજામાં રહેલી કળા અને કલાકૃતિઓ NGMAને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તદનુસાર, 18.01.2023ના રોજ NGMAને એર ઇન્ડિયાનો કળા સંગ્રહ સોંપવા માટેના એક સમજૂતી કરાર (MoU) પર સંસ્કૃતિ મંત્રાલય (MOC), નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MOCA), AI એસેટ હોલ્ડિંગ લિમિટેડ (AIAHL), એર ઇન્ડિયા અને નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ (NGMA) દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

હજ એર ચાર્ટર પરિચાલનો 2023:

હજ એર ચાર્ટર પરિચાલનોની શરૂઆત 21.05.2023 થી કરવામાં આવી હતી અને 03.08.2023 ના રોજ પૂર્ણ કરવામાં આવ્યા હતા. આ વર્ષે, પાંચ ભારતીય કેરિયર્સ એટલે કે એર ઇન્ડિયા, AI એક્સપ્રેસ, ઇન્ડિગો, વિસ્તારા, સ્પાઇસજેટ અને ત્રણ સાઉદી કેરિયર્સ એટલે કે સાઉદીયા, ફ્લાયનાસ અને ફ્લાયડેલે હજ એર ચાર્ટર પરિચાલન 2023માં ભાગ લીધો હતો અને સમગ્ર દેશના 20 એમ્બર્કેશન પોઇન્ટ્સ પરથી 1,39,429 યાત્રાળુઓનું પરિવહન કર્યું હતું.

ઉડ્ડયન ક્ષેત્રમાં FBO: FBO (ફિક્સ્ડ બેઝ્ડ ઓપરેટર) એ એક નવી સંસ્થા છે જે દેશમાં સામાન્ય ઉડ્ડયનના વિકાસને સુનિશ્ચિત કરવા માટે હવાઇમથક પર MRO અને GHA સુવિધા પૂરી પાડશે.

MoU પર હસ્તાક્ષર કર્યા: ફ્રાન્સ સાથે ઉડ્ડયન સુરક્ષામાં સહકાર પર જુલાઇ 2023માં એક MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

નિયમોનું અપડેટ કરવામાં આવ્યા: એરક્રાફ્ટ (સુરક્ષા) નિયમો, 2023ને 09 ઑગસ્ટ 2023ના રોજ સત્તાવાર રાજપત્રમાં અધિસૂચિત કરવામાં આવ્યા અને એરક્રાફ્ટ (સુરક્ષા) નિયમો, 2011 રદ કરવામાં આવ્યા.

એર કાર્ગો

 

AAICLASને એર કાર્ગોના સંચાલન માટે વિનિયમિત એજન્ટ (RA)ની મંજૂરી મળી છે:-

અનુ. નં.

AAICLAS હવાઇમથક

પરિચાલનો

 

તારીખ

1

કોઇમ્બતુર

આંતરરાષ્ટ્રીય

18.01.2023

2

મદુરાઇ

સ્થાનિક + આંતરરાષ્ટ્રીય

18.01.2023

3

ભોપાલ

સ્થાનિક

20.01.2023

• AAICLAS એ નીચે ઉલ્લેખિત હવાઇમથકો પર RA પરિચાલન શરૂ કર્યું

અનુ. નં.

હવાઇમથક

તારીખ

1

વારાણસી

01.01.2023

2

મદુરાઇ (સ્થાનિક + આંતરરાષ્ટ્રીય)

20.01.2023

3

ભોપાલ (સ્થાનિક)

24.01.2023

4

ઇન્દોર

25.05.2023

5

મેંગલોર (આંતરરાષ્ટ્રીય)

02.05.2023

6

દરભંગા (સ્થાનિક)

19.05.2023

7

ગુવાહાટી

27.06.2023

8

પુણે (સ્થાનિક + આંતરરાષ્ટ્રીય)

13.07.2023

 

• AAICLAS એ આઉટબાઉન્ડ એર કાર્ગો પરિચાલન માટે એરલાઇન સ્વ-સંચાલન દ્વારા એર કાર્ગોની હેરફેર અહીં ઉલ્લેખિત સ્થળોએથી શરૂ કરી છે:

- પટણા: 23.05.2023

- હુબલી: 23.05.2023

- કોઇમ્બતૂર: 02.06.2023

- રાંચી: 26.06.2023 (એરલાઇન્સ દ્વારા સ્વ-સંચાલન વિખેરાઇ ગયું છે. હાલમાં 18.11.2023થી AISATS દ્વારા સંચાલન કરવામાં આવે છે)

- ગયા: 12.07.2023

- તિરુપતિ: 11.09.2023

- જમ્મુ: 28.09.2023

• AAICLASને 29-09-2023ના રોજ અમૃતસર અને કોલકાતા એર કાર્ગો ટર્મિનલ માટે યુરોપિયન સંઘ (EU) દેશો અને યુનાઇટેડ કિંગડમ માટે RA3 મંજૂરી મળી છે. યુનાઇટેડ કિંગડમ અને યુરોપિયન સંઘ દેશોમાં સીધી નિકાસ કરવા માટે RA3 સુરક્ષા પ્રમાણપત્ર આવશ્યક છે.

2023 દરમિયાન બનાવવામાં આવેલ/અપગ્રેડ કરવામાં આવેલા એર કાર્ગો સુવિધાઓ નીચે મુજબ છે:

 

સ્થાનિક

આંતરરાષ્ટ્રીય

ભોપાલ (નવું ટર્મિનલ), અગરતલા, ઇન્દોર (નવું ટર્મિનલ), પુણે (નવું વચગાળાનું ટર્મિનલ), ચંદીગઢ (જેવી), ગોવા મોપા (JV).

પુણે (નવું વચગાળાનું ટર્મિનલ), ગોવા મોપા (JV)

 

જાન્યુઆરી-ઓક્ટોબર, 2023 દરમિયાન લાખ મેટ્રિક ટનમાં કાર્ગો પ્રદર્શન નીચે મુજબ છે:

આંતરરાષ્ટ્રીય

સ્થાનિક

કુલ

16.01

10.90

26.91

 

ભાડાપટ્ટે વિમાન અને ધીરાણ

આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર સત્તામંડળ (IFSCA) તરફથી ભાડાપટ્ટે વિમાન અને ધીરાણને પ્રોત્સાહન આપવા માટે, ભારત સરકારે ગુજરાતના ગાંધીનગરમાં IFSCA, આંતરરાષ્ટ્રીય ધીરાણ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં વિમાન ભાડાપટ્ટા સંસ્થાઓ માટે સ્પર્ધાત્મક વ્યવસ્થા પૂરી પાડી છે.

30 નવેમ્બર 2023 સુધીની સ્થિતિ મુજબ IFSCA સાથે ઓગણીસ વિમાન ભાડાપટ્ટા સંસ્થાઓ નોંધાયેલી છે. વધુમાં, અન્ય છ અરજદારોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

18 વિમાન, 63 એરક્રાફ્ટ એન્જિન અને 56 ગ્રાઉન્ડ સપોર્ટ ઉપકરણો સહિત 137 ઉડ્ડયન અસ્કયામતોને 31 ઑક્ટોબર 2023 સુધીમાં GIFT IFSCમાંથી નોંધાયેલી વિમાન ભાડાપટ્ટા સંસ્થાઓ દ્વારા ભાડાપટ્ટા પર આપવામાં આવી છે.

 

જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO)

9 જૂન 2023ના રોજ, AAI દ્વારા જમીન વ્યવસ્થાપન પરિપત્ર જારી કરવામાં આવ્યો છે જેના દ્વારા AAI હવાઇમથકો પર (પોતાના માટે/તૃતીય પક્ષ માટે) MRO સ્થાપિત કરવા માટે ઇચ્છુક એજન્સીઓને જમીન/જગ્યાની ફાળવણી 25 વર્ષના સમયગાળા માટે કાર્ડ દરના આધારે કરવામાં આવી છે. પોતાના માટે અને તૃતીય પક્ષ MRO સેવાઓ માટે કોઇ રોયલ્ટી/ છૂટછાટ ફી ચૂકવવાપાત્ર/ લાગુ થવા પાત્ર રહેશે નહીં.

કૃષિ ઉડાન

તારીખ 27 ઓક્ટોબર 2021ના રોજ કૃષિ ઉડાન યોજના 2.0ની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં હાલની જોગવાઇઓમાં વધારો કરવામાં આવ્યો હતો. તેમાં મુખ્યત્વે પર્વતીય વિસ્તારો, ઉત્તર-પૂર્વીય રાજ્યો અને આદિવાસી વિસ્તારોમાંથી નાશવંત ખાદ્ય ઉત્પાદનોના પરિવહન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

આ યોજના દેશના 58 હવાઇમથકને આવરી લે છે, જેમાં મુખ્યત્વે 25 હવાઇમથક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જે ઉત્તર પૂર્વીય, પહાડી અને આદિવાસી પ્રદેશો ઉપરાંત અન્ય પ્રદેશો/ ક્ષે6ના 33 હવાઇમથક પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

હવાઇ પરિવહન દ્વારા કૃષિ પેદાશોની હેરફેરને સરળ બનાવવા માટે અને તેને પ્રોત્સાહન આપવા માટે, આ યોજના હેઠળ પસંદગીના હવાઇમથકો પર ભારતીય હવાઇમથક સત્તામંડળ (AAI) અને સંરક્ષણ મંત્રાલય દ્વારા ભારતીય માલવાહકો માટે પૂરા પાડવામાં આવતા ઉતરાણ ચાર્જ, પાર્કિંગ ચાર્જ વગેરેની માફીની કલ્પના કરવામાં આવી છે.

'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ'ને પ્રોત્સાહન આપવા અને ઉડ્ડયન સુરક્ષાને મજબૂત કરવા માટે એરક્રાફ્ટ નિયમો, 1937માં સુધારાઓ

તારીખ 10 ઓક્ટોબર, 2023ના રોજ સત્તાવાર રીતે એરક્રાફ્ટ (પ્રથમ સુધારો) નિયમો, 2023 અધિસૂચિત કરવામાં આવ્યા હતા. આ સુધારાના ભાગ રૂપે, એરલાઇન પરિવહન પાઇલટ લાઇસન્સ (ATPL) અને કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ (CPL) ધારકોના સંબંધમાં લાઇસન્સની માન્યતા પાંચ વર્ષથી વધારીને દસ વર્ષ કરવામાં આવી છે તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપે તેવા અન્ય વિવિધ સુધારાઓ કરવામાં આવ્યા છે જે નીચે ઉલ્લેખ કર્યા મુજબ છે:

 

અનુ. નં.

નિયમ/ શીર્ષક

સુધારામાં આવરી લેવામાં આવેલા/નવા સમાવવામાં આવેલા ક્ષેત્રો

1

39Cનો પેટા નિયમ (1). તબીબી સ્વસ્થતા મૂલ્યાંકન અને લાઇસન્સની માન્યતાનો સમયગાળો

એરલાઇન પરિવહન પાઇલટના લાઇસન્સ (એરોપ્લેન અથવા હેલિકોપ્ટર) અને કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ (એરોપ્લેન અથવા હેલિકોપ્ટર), ફ્લાઇટ નેવિગેટરના લાઇસન્સની માન્યતા મુદત પાંચ વર્ષથી વધારીને દસ વર્ષ કરવામાં આવી છે.

2

નિયમ 42નો પેટા નિયમ (1) - લાઇસન્સ અને તેનું નવીકરણ.

લાઇસન્સની માન્યતા મુદત દરમિયાન લાઇસન્સ અને રેટિંગના વિશેષાધિકારોનો ઉપયોગ કરતા પહેલાં પાઇલટની યોગ્યતા અને નવીનતાની ખાતરી કરવા માટેની જોગવાઇઓ

3

અનુસૂચિ-IIની વિભાગ M - એરક્રાફ્ટ કર્મચારીઓ

નિયમ 42ના પેટા નિયમ (1) હેઠળ અનુપાલન સુનિશ્ચિત કરવા માટે, અનુસૂચિ-IIના વિભાગ Mના ફકરા 4(c)માં, ATPL (A) પર સાધન રેટિંગના નવીકરણને ફરજિયાત બનાવવા માટે સુધારો કરવામાં આવ્યો છે.

4

નિયમ 66 ફોલ્સ લાઇટ્સ

લેસર લાઇટની સમસ્યાનો ઉકેલ લાવવા અને એરોડ્રોમની આસપાસના ચોક્કસ વિસ્તારમાં લેસર લાઇટના ઉપયોગના કિસ્સામાં ઝડપી ઉપચારાત્મક પગલાં શરૂ કરવા માટે, નિયમ 66 હેઠળના સુધારા કરવામાં આવ્યા છે.

5

નિયમ 67Aનો પેટા-નિયમ (6) - ફ્લાઇટ ક્રૂ કર્મચારીઓની લોગ બુક અને ઉડાનના સમયનું લોગિંગ

એરોપ્લેન અને હેલિકોપ્ટર બંનેને સમાનરૂપે આ જોગવાઇ લાગુ કરવામાં આવે તે માટે, નિયમ 67Aના પેટા-નિયમ (6)માં "એરોપ્લેન"ના સ્થાને "વિમાન" શબ્દનો ઉલ્લેખ કરીને સુધારો કરવામાં આવ્યો છે કારણ કે "વિમાન" શબ્દમાં "એરોપ્લેન અને હેલિકોપ્ટર" બંનેનો સમાવેશ થાય છે."

6

નિયમ 118 વિદેશી લાઇસન્સની માન્યતા.

હાલમાં ભારતમાં વિદેશી ATC લાઇસન્સની માન્યતાની કોઇ પ્રથા નથી. ICAO PQsને સંતોષવા તેમજ નિયમન અને પ્રવર્તમાન પ્રથા વચ્ચેના અંતરનો ઉકેલ લાવવા માટે, એરક્રાફ્ટ નિયમો, 1937ના નિયમ 118ને દૂર કરવામાં આવ્યો છે.

7

અનુસૂચિ IIIમાં વિભાગ A - એર ટ્રાફિક સેવાઓ કર્મચારીઓ.

AAIની રજૂઆત મુજબ, કેટલાક ATS સ્ટેશનો છે (દા.ત. પુડુચેરી, ખજુરાહો, સાલેમ, મુંદ્રા, હિસાર, દીવ વગેરે) કે જ્યાં કાં તો નિર્ધારિત વિમાનોનું આવાગમન બંધ થઇ ગયું છે અથવા જોવાના કલાકો પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આવા સ્ટેશનો પર, ATCO નવીનતા અને યોગ્યતાની આવશ્યકતાઓનું પાલન કરી શકતા નથી અને તેથી આવા ATCO ફક્ત ત્યારે જ રેટિંગના વિશેષાધિકારોનો ઉપયોગ કરી શકે છે જ્યારે બિન-નિર્ધારિત પરિચાલન માટે જોવાના કલાકો ઉપલબ્ધ કરવામાં આવે. વિશેષાધિકારોનો ઉપયોગ કરવામાં અસમર્થતાને કારણે, ATCO યોગ્યતા અને નવીનતાની જરૂરિયાતોનું પાલન કરવામાં સમર્થ નથી અને તેના પરિણામરૂપે તેમના રેટિંગ અમાન્ય બન્યા છે. આવા સ્ટેશનો પર માન્ય રેટિંગ સાથે ATCO/ OJTIની ઉપલબ્ધતા ન હોવાને કારણે, આ સ્ટેશનો પર નિયુક્ત કરવામાં આવેલા અન્ય ATCOની નોકરી પરની તાલીમ અને મૂલ્યાંકન પણ કરી શકાતા નથી.

 

આ સુધારો અનુરૂપિત પરિસ્થિતિઓમાં નવીનતા અને યોગ્યતાના આચરણને સરળ બનાવશે અને તેથી હવે ATCO તેમના રેટિંગને માન્ય રાખી શકે છે અને જ્યારે જરૂર પડે ત્યારે રેટિંગના વિશેષાધિકારનો ઉપયોગ કરી શકે છે.

YP/JD



(Release ID: 1989959) Visitor Counter : 186