ભારે ઉદ્યોગ મંત્રાલય
વર્ષાંત સમીક્ષા 2023: ભારે ઉદ્યોગ મંત્રાલય
11.53 લાખ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા રૂ. 5,228 કરોડની સહાય આપવામાં આવી છે
સમગ્ર દેશમાં 7432 જાહેર ફાસ્ટ ચાર્જિંગ મથકો સ્થાપિત કરવા પીએસયુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે રૂ. 800 કરોડ મંજૂર થયા
85 કંપનીઓ (ચેમ્પિયન OEM અંતર્ગત 18 અને કમ્પોનેન્ટ ચેમ્પિયન અંતર્ગત 67) ઉત્પાદન સાથે સંકળાયેલા પ્રોત્સાહન ઓટો કાર્યક્રમનો અમલ કરે છે; આ યોજના રૂ. 67,690 કરોડનં રોકાણ આકર્ષશે એવી શક્યતા છે
7 વર્ષ માટે રૂ. 18,100 કરોડનાં ખર્ચ સાથે ભારતમાં અદ્યતન રાસાયણિક કોષ, બેટરી સંગ્રહ માટે ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવા માટે ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજના
ભારતીય મૂડીગત ચીજવસ્તુઓનાં ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધારવા માટેની યોજનાનાં બીજા તબક્કા અંતર્ગત પ્રોજેક્ટ ખર્ચ રૂ. 1363.78 કરોડ ધરાવતા 32 પ્રોજેક્ટને મંજૂરી મળી
Posted On:
23 DEC 2023 1:07PM by PIB Ahmedabad
ભારે ઉદ્યોગ મંત્રાલય (MHI) દ્વારા વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલી મહત્વપૂર્ણ પહેલો/હાંસલ ઉપલબ્ધિઓ/આયોજિત કાર્યક્રમો નીચે મુજબ છેઃ
ભારતમાં બીજા તબક્કાની યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોનું ઝડપી ઉત્પાદન અને સ્વીકાર્યતા
સરકાર સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ જાહેર પરિવહન વ્યવસ્થા પ્રદાન કરવા તથા ઇલેક્ટ્રિક વાહનોની ઝડપી સ્વીકાર્યતા અને ઉત્પાદનના બીજા તબક્કા (ફેમ-2) યોજનાનો અમલ કરવા પ્રતિબદ્ધ છે, જેનો ઉદ્દેશ અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવાનો અને વાહનનાં ઉત્સર્જનની સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. આ યોજના 01/04/2019થી પાંચ વર્ષના સમયગાળા દરમિયાન રૂ. 10,000 કરોડનો ખર્ચ ધરાવે છે. “ઇલેક્ટ્રિક વાહનોની ઝડપી સ્વીકાર્યતા અને ઉત્પાદનના બીજા તબક્કા”નાં ખર્ચને રૂ. 10,000 કરોડથી વધારીને રૂ. 11,500 કરોડ કરવાની દરખાસ્તની ચકાસણી ખર્ચ વિભાગ (DoE)એ કરી છે તથા યોજનાનાં ઉદ્દેશોનો વિચાર કરીને તેને માન્યતા આપવામાં આવી હતી. આ તબક્કો મુખ્યત્વે જાહેર અને સહિયારા પરિવહનના વીજળીકરણને ટેકો આપવા કેન્દ્રિત છે તથા તેનો ઉદ્દેશ ઇ-બસો સહિત ઇલેકટ્રિક વાહનોની માગમાં વધારાને ટેકો આપવાનો છે. ઉપરાંત આ યોજના અંતર્ગત ચાર્જિંગ માળખાગત સુવિધાનાં સર્જનને ટેકો આપવાનો આશય ધરાવે છે.
ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા e-2W, e-3W અને e-4Wની માગને પ્રોત્સાહન:
ફેમ ઇન્ડિયા યોજનાના બીજા તબક્કા અંતર્ગત 01.12.2023 સુધી 11,53,079 ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ પર ઇલેક્ટ્રિક વાહનોનાં ઉત્પાદન માટે સરકારી સહાય રૂ. 5,228 કરોડ આપવામાં આવી છે.
ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઇ-બસો માટે માગને પ્રોત્સાહન:
ફેમના બીજા તબક્કા હેઠળ અત્યાર સુધી વિવિધ STU/CTU/મ્યુનિસિપલ કોર્પોરેશનોએ ભારે ઉદ્યોગ મંત્રાલયે મંજૂર કરેલી સંખ્યા સામે 3390 ઇ-બસો માટે પુરવઠાના ઓર્ડર આપ્યાં છે. અત્યાર સુધી તેમાંથી 3037 ઇ-બસો દોડતી થઈ છે. ઉપરાંત અન્ય 3,472 ઇ-બસો નીતિ આયોગના કુલ મોડલ અંતર્ગત કન્વર્જન્સ એનર્જી સર્વિસીસ લિમિટેડ (સીઇએસએલ) મારફતે દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ 3,472 ઇ-બસોમાંથી 454 ઇલેક્ટ્રિક બસો દોડતી થઈ છે. એટલે ફેમ યોજનાનાં બીજા તબક્કા અંતર્ગત કુલ 3390+3472=6862 ઇ-બસો વિવિધ રાજ્યોમાં દોડતી થશે.
ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ મથકો:
ઇલેક્ટ્રિક વાહનો માટે કુલ 148 જાહેર ચાર્જિંગ મથકો (PCS) કાર્યરત થયા છે. ભારે ઉદ્યોગ મંત્રાલયે 28.3.2023ના રોજ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ફેમના બીજા તબક્કા હેઠળ રૂ. 800 કરોડની મંજૂરીની જાહેરાત કરવામાં આવી હતી. આ કંપનીઓ છે – ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઇઓસીએલ), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમટેડ (બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) – જેઓ સમગ્ર દેશમાં 7432 જાહેર ફાસ્ટ ચાર્જિંગ મથકો સ્થાપિત કરશે.
ઓટોમોબાઇલ અને ઓટો ઘટકો માટે ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજના (PLI)
ઓટોમોબાઇલ અને ઓટોમોબાઇલ ઘટકનાં ક્ષેત્રમાં ભારતની ઉત્પાદનની ક્ષમતા અને નિકાસ વધારવાના ઉદ્દેશ સાથે સરકારે આ ક્ષેત્ર માટે પાંચ વર્ષના સમયગાળા માટે રૂ. 25,938 કરોડનાં કુલ ખર્ચ સાથે ‘ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજના (PLI)’ને મંજૂરી આપી હતી. PLI યોજના ‘અદ્યતન ઓટોમોટિવ ટેકનોલોજી’ (AAT) ઉત્પાદનોના સ્થાનિક ઉત્પાદનને વધારવા તથા ઓટોમોટિવ ઉત્પાદન મૂલ્ય સાંકળમાં રોકાણને આકર્ષવા માટે નાણાકીય પ્રોત્સાહન આપવાની દરખાસ્ત ધરાવે છે. એના મુખ્ય ઉદ્દેશોમાં ખર્ચની અક્ષમતામાં બહાર નીકળવું, મોટા પાયે ઉત્પાદનનાં અર્થતંત્રનું સર્જન કરવું અને અદ્યતન ઓટોમોટિવ ટેકનોલોજી ઉત્પાદનોના ક્ષેત્રોમાં પુરવઠાની મજબૂત સાંકળ ઊભી કરવાનો છે. આ રોજગારીનું સર્જન પણ કરશે. આ યોજના ઓટોમોબાઇલ ઉદ્યોગને ઊંચું મૂલ્ય ધરાવતા ઉત્પાદનોમાં મૂલ્ય સાંકળ તરફ અગ્રેસર થવાની સુવિધા આપશે. આ યોજના અંતર્ગત ‘ચેમ્પિયન OEM’ અંતર્ગત 18 કંપનીઓ અને ‘કમ્પોનેન્ટ ચેમ્પિયન’ કેટેગરી અંતર્ગત 67 કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે, જે PLI ઓટો કાર્યક્રમનો અમલ કરી રહી છે. અમલ કરતી કંપનીઓ દ્વારા થનાર કુલ અંદાજિત રોકાણ રૂ. 67,690 કરોડ છે. સ્થાનિક મૂલ્ય સંવર્ધન (DVA)ના પ્રમાણપત્ર માટે કામગીરીની પ્રમાણભૂત કામગીરી (SOP) પણ તૈયાર કરવામાં આવી છે તથા ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન યોજનાના અરજદારો સાથે 27.4.2023ના રોજ વહેંચવામાં આવી છે. નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળા સુધી કુલ રૂ. 11,958 કરોડનું કુલ રોકાણ થયું છે. ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને અદ્યતન ઓટોમોટિવ ટેકનોલોજી (AAT) અને સ્થાનિક મૂલ્ય સંવર્ધન (DVA)ના પ્રમાણપત્ર આપવામાં આવ્યાં છે.
અદ્યતન રાસાયણિક કોષ (ACC) માટે ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન (PLI) યોજના , ભારતમાં બેટરી સંગ્રહ
ભારતમાં અદ્યતન રાસાયણિક કોષ (ACC)નું ઉત્પાદન કરવા માટે દેશની ઉત્પાદન ક્ષમતા વધારવા અને નિકાસને વેગ આપવા માટે સરકારે સાત વર્ષ માટે રૂ. 18,100 કરોડનાં ખર્ચ સાથે ભારતમાં અદ્યતન રાસાયણિક કોષ (ACC), બેટરી સંગ્રહ માટે ઉત્પાદનની સુવિધા સ્થાપિત કરવા માટે ‘ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજના (PLI)’ને મંજૂરી આપી હતી. આ યોજનાનો ઉદ્દેશ ભારતમાં અદ્યતન રાસાયણિક કોષ (ACC)ના ઉત્પાદન માટે – ભારતની ઉત્પાદનની ક્ષમતા વધારવા અને નિકાસને વેગ આપવાનો છે, જેમાં દેશમાં સ્પર્ધાત્મક ખર્ચ ધરાવતી ACC બેટરી માટે પ્લાન્ટ સ્થાપિત કરવા મોટી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને પ્રોત્સાન આપવાનો વિચાર કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત મંજૂરી પ્રાપ્ત કરનાર ત્રણ કંપનીઓએ 30 GWh ACC ક્ષમતા ધરાવતી ઉત્પાદનની સુવિધાઓ સ્થાપિત કરવા માટે PLI ACC કાર્યક્રમનો અમલ કરવા કાર્યક્રમ સમજૂતી કરી છે. આ કાર્યક્રમનો અમલ કરતી કંપનીઓ દ્વારા કુલ અંદાજિત રોકાણ અંદાજે 30 GWhની ક્ષમતા માટે અંદાજે રૂ. 14,810 કરોડ છે. આ યોજના વધતી માગને પૂર્ણ કરવા દેશમાં ACC ઉત્પાદન વ્યવસ્થાને વેગ આપશે. બાકી 20 GWh માટે ફરી બિડિંગની પ્રક્રિયા ચાલી રહી છે.
ચીજવસ્તુઓ અને સેવા વેરા (GST)માં છૂટછાટનું પ્રમાણપત્ર
ચીજવસ્તુઓ અને સેવા વેરા (GST) માટે છૂટછાટાનું પ્રમાણપત્ર શારીરિક દિવ્યાંગ વ્યક્તિઓને આપવામાં આવે છે, જે ભારે ઉદ્યોગ મંત્રાલયના એના નાગરિક ઘોષણાપત્ર દ્વારા પ્રદાન કરવામાં આવતી મહત્વપૂર્ણ સેવાઓ પૈકીની એક છે. ડિજિટલ ઇન્ડિયા તરફની આગેકૂચ વધારવાનાં એક પગલાં સ્વરૂપે આધાર અધિકૃત GST છૂટછાટનું પ્રમાણપત્ર બહાર પાડવા માટે ઓનલાઇન પોર્ટલ નવેમ્બર, 2020માં ભારે ઉદ્યોગ મંત્રાલયે શરૂ કરી હતી.
ઓનલાઇન પોર્ટલથી આ મંત્રાલય દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાની ગુણવત્તામાં સુધારો થયો છે. આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇટી) સક્ષમ પહેલથી જાન્યુઆરી, 2023થી નવેમ્બર, 2023 સુધીનાં 11 મહિનાનાં સમયગાળામાં 2985 GST છૂટછાટ પ્રમાણપત્રો (જે છેલ્લાં પાંચ વર્ષના સમયગાળામાં અત્યાર સુધી સૌથી વધુ) ઇશ્યૂ કરવાની પ્રક્રિયા સાતત્યપૂર્ણ અને સુવિધાજનક બનાવવામાં મદદ મળી છે. આ પોર્ટલ મારફતે ચાલુ અને ગયા વર્ષમાં 5513 GST છૂટછાટ પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં.
ભારતીય મૂડીગત ચીજવસ્તુઓનાં ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધારવા માટેની યોજનાનો બીજો તબક્કો
ભારે ઉદ્યોગ મંત્રાલયે 25.01.2022ના રોજ ‘ભારતીય મૂડીગત ચીજવસ્તુઓનાં ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધારવાની યોજનાના બીજા તબક્કા’ની અધિસૂચના જાહેર કરી હતી. આ તબક્કાનો ઉદ્દેશ સામાન્ય ટેકનોલોજી વિભાગ અને સેવા માળખાને મદદ પ્રદાન કરવાનો છે.
આ યોજના રૂ. 975 કરોડનાં અંદાજપત્રીય ટેકા અને રૂ. 232 કરોડના ઔદ્યોગિક પ્રદાન સાથે રૂ. 1207 કરોડનો નાણાકીય ખર્ચ ધરાવે છે. ભારતીય મૂડીગત ચીજવસ્તુઓનાં ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધારવાની યોજનાના બીજા તબક્કા અંતર્ગત છ ઘટકો છે, જેનાં નામ નીચે મુજબ છેઃ
- ટેકનોલોજી ઇનોવેશન પોર્ટલ્સ મારફતે ટેકનોલોજીઓની ઓળખ;
- ચાર નવા અદ્યતન ઉત્કૃષ્ટ કેન્દ્રોની સ્થાપના તથા હાલનાં ઉત્કૃષ્ટ કેન્દ્રોનું વિસ્તરણ;
- મૂડીગત ચીજવસ્તુઓનાં ક્ષેત્રમાં કૌશલ્યને પ્રોત્સાહન – સ્તર 6 અને એનાથી વધારેના કૌશલ્ય માટે લાયકાતનાં પેકેજનું સર્જન;
- ચાર સામાન્ય ઇજનેરી સુવિધા કેન્દ્રો (CEFCs)ની સ્થાપના અને હાલનાં CEFCsનું વિસ્તરણ;
- હાલનાં પરીક્ષણ અને પ્રમાણીકરણ કેન્દ્રોનું વિસ્તરણ;
- ટેકનોલોજી વિકાસ માટે દસ ઇન્ડસ્ટ્રી એક્સલરેટરની સ્થાપના
રૂ. 1363.78 કરોડનાં કુલ પ્રોજેક્ટ ખર્ચ (પ્રોજેક્ટ અમલીકરણ સંસ્થાઓ દ્વારા ઊંચા પ્રદાનને કારણે) સાથે કુલ 32 પ્રોજેક્ટને ભારતીય મૂડીગત ચીજવસ્તુઓનાં ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધારવા માટેની યોજનાનાં બીજા તબક્કા અંતર્ગત મંજૂરી આપવામાં આવી છે તથા યોજનાનાં બીજા તબક્કા અંતર્ગત અત્યાર સુધી મંજૂર થયેલા પ્રોજેક્ટ માટે રૂ. 232.17 કરોડની ફાળવણી થઈ છે.
ભારતીય મૂડીગત ચીજવસ્તુઓનાં ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધારવા માટેની યોજનાનાં બીજા તબક્કા માટેનો અમલીકરણ ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણમાં વધારા, ટેકનોલોજીઓનાં સ્થાનિકીકરણ અને સામાન્ય સેવાગત માળખાગત સુવિધાઓ/પરીક્ષણ સુવિધાઓનાં સર્જન/વિસ્તરણ તરફ દોરી જશે.
અન્ય મત્વપૂર્ણ પહેલો:
- ઓટોમોબાઇલ ક્ષેત્રમાં કાર્યરત સ્ટાર્ટઅપને સુવિધા આપવા અને નવીનતાની વ્યવસ્થા વિકસાવવા માટે એડવાન્સ મોબિલિટી ટ્રાન્સફોર્મેશન એન્ડ ઇનોવેશન ફાઉન્ડેશન (AMTIF) સાથે ભારત ઓટોમોટિવ સંશોધન સંગઠન (ARAI) દ્વારા એક સમજૂતીકરાર (MoU) પર હસ્તાક્ષર થયા છે. AMTIF ભારતીય મૂડીગત ચીજવસ્તુઓનાં ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધારવા માટે યોજનાનાં બીજા તબક્કા અંતર્ગત ભારે ઉદ્યોગ મંત્રાલયે મંજૂર કરેલી ઓટોમોબાઇલ સાથે સંબંધિત ટેકનોલોજીઓ પર એક્સલરેટર સ્થાપિત કરી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન AMTIFએ દસ ઉદ્યોગ ભાગીદારો અને ઔદ્યોગિક એક્સલરેટરના નેજાં હેઠળ પસંદ થયેલા સ્ટાર્ટઅપ્સ સાથે સમજૂતીકરારનું આદાનપ્રદાન કર્યું હતું.
- કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રીએ 4 ફેબ્રુઆરી, 2023ના રોજ માનેસર ખાતે આંતરરાષ્ટ્રીય ઓટોમોટિવ ટેકનોલોજી કેન્દ્ર (ICAT) ખાતે ઇલેક્ટ્રિક પરિવહનને પ્રોત્સાહન આપવા માટે આયોજિત એક કાર્યક્રમ ‘પંચામૃત તરફ’નું ઉદ્ઘાટન કર્યું હતું અને તેને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઓટોમોટિવ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો પર પરિષદો અને પ્રદર્શનો પણ સામેલ હતા. આ કાર્યક્રમમાં ઓટો ઉદ્યોગ, શૈક્ષણિક ક્ષેત્ર, અન્ય મંત્રાલયો, વિભાગો અને વિદ્યાર્થીઓની 2200થી વધારે ભાગીદારી જોવા મળી હતી.
- ભારે ઉદ્યોગ મંત્રાલય લખનૌમાં 13થી 15 ફેબ્રુઆરી, 2023 સુધી આયોજિત જી20ની એક બેઠક પ્રથમ ડિજિટલ અર્થતંત્ર કાર્યકારી જૂથ (DEWG)માં સહભાગી થયું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રીની હાજરીમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી, ભારત સરકારનાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી તથા રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીની હાજરીમાં કર્યું હતું. આ પ્રદર્શનમાં ભારે ઉદ્યોગ મંત્રાલયે એની “ભારતીય મૂડીગત ચીજવસ્તુઓનાં ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધારવા” માટેની યોજના અંતર્ગત સમર્થ કેન્દ્રો વિકસાવીને એની ડિજિટલ ક્ષમતાઓ અને પહેલો પ્રદર્શિત કરી હતી. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)એ આ કાર્યક્રમ દરમિયાન ‘ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IIoT)’ અને ઇન્ડસ્ટ્રી 4.0 પર એની વિવિધ પહેલો પણ પ્રદર્શિત કરી હતી.
- ભારતીય હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)એ સમજૂતીકરારો (MOUs) કર્યા:
હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે હળવા લડાયક વિમાન ‘તેજસ’ માટે લાઇન રિપ્લેસેબ્લ યુનિટ્સ (LRUs) માટે લાંબા ગાળાની જાળવણી, રિપેર અને કામગીરીઓને ટેકો આપવા માટે
મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ (MIL) સાથે શસ્ત્રસરંજામનું સહ-ઉત્પાદન કરવા અને પુરવઠો પૂરો પાડવા માટે, જેમાં બેંગાલુરુમાં એરો શૉ કાર્યક્રમ દરમિયાન 15 ફેબ્રુઆરી, 2023ના રોજ સ્માર્ટ શસ્ત્રસરંજામ માટેની સમજૂતી સામેલ છે
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 માર્ચ, 2023ના રોજ ‘ભારતીય મૂડીગત ચીજવસ્તુઓના ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા વધારવાના બીજા તબક્કા’ પર એની યોજના અંતર્ગત ભારે ઉદ્યોગ મંત્રાલય (MHI) દ્વારા ફંડ મેળવતી એમએમટી સાથે જોડાણમાં આઇઆઇટી-બીએચયુ ખાતે મશીનની સાધનસામગ્રીની ડિઝાઇન બનાવવા પર ઉત્કૃષ્ટતા કેન્દ્ર (CoE)નો શિલાન્યાસ કર્યો હતો. આ CoEમાં આઇઆઇટી-બીએચયુ અત્યાધુનિક મશીન સાધનસામગ્રીની ડિઝાઇન વિકસાવશે અને ત્રણ નવી ટેકનોલોજીઓનું સર્જન કરશે, જે હાલ દેશમાં ઉપલબ્ધ નથી. આ ટેકનિકોનો ઉપયોગ રાષ્ટ્રીય સંરક્ષણ, એરોસ્પેસ, વીજળી અને ઊર્જા ક્ષેત્ર, અંતરિક્ષ ટેકનોલોજી, સચોટ ઘટકો ધરાવતા મશીનો વગેરેમાં થશે. આ CoE વર્ષ 2030 સુધીમાં રૂ. 400 કરોડ સુધીની આયાત ઘટાડવામાં મદદ કરશે અને સ્થાનિક ખરીદીને પ્રોત્સાહન આપશે, તો સાથે સાથે ભારતને ડિઝાઇન અને વિકાસમાં ઉચ્ચ સ્તરીય વિશ્વસનિયતા અને કાર્યદક્ષતા સાથે ભારતને આત્મનિર્ભર બનાવવા તરફ દોરી જશે. આ કેન્દ્ર સ્ટાર્ટઅપ્સ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપશે તથા ટેકનિકલ શિક્ષણ અને રોજગારીનાં સર્જનમાં પણ મદદરૂપ પુરવાર થશે.
- BHELએ શહેર ગેસ વિતરણ અને ઇંધણ સેલ-આધારિત પાવર બેંકઅપ સિસ્ટમ માટે ટાઇપ-4 સીલિન્ડર્સ (સીએનજી અને/અથવા હાઇડ્રોજન)ના વિકાસ, ઉત્પાદન અને સ્થાપના માટે સંયુક્ત જોડાણ કરવા ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ સાથે સમજૂતીકરાર (MOU) કર્યા છે. આ સમજૂતીકરાર ભારત સરકારનાં 'રાષ્ટ્રીય હરિત હાઇડ્રોજન અભિયાન'માં પ્રદાન કરવા માટે પણ મદદરૂપ થશે.
- વીજળી અને ભારે ઉદ્યોગના રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય મંત્રી શ્રી ક્રિષ્નપાલ ગુર્જરે 23 મે, 2023ના રોજ હરિદ્વારમાં ભેલના એકમ ખાતે સામાન્ય ઇજનેરી સુવિધા કેન્દ્ર (CEFC), ડબલ્યુઆરઆઈ ત્રિચીના એક્ષ્ટેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી ગુર્જરે ભેલની ટેકનોલોજી, ઇજનેરી અને ઉત્પાદન ક્ષમતાની પ્રશંસા કરી હતી તેમજ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પ્રદાન કરવામાં ભેલની ભૂમિકાને બિરદાવી હતી.
- ભારે ઉદ્યોગ મંત્રાલય (MHI)એ ઇલેક્ટ્રિક બસને ટેકો આપવાના કાર્યક્રમ માટે વિદેશ મંત્રાલય અને અમેરિકાની સરકાર સાથે કામ કર્યું છે. પરિણામે ભારત અને અમેરિકાનું સંયુક્ત નિવેદન બહાર આવ્યું હતું. તેમાં અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન તથા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરિવહન ક્ષેત્રને કાર્બનના ઉત્સર્જનથી મુક્ત કરવા (ડિકાર્બોનાઇઝેશન)નાં મહત્વ પર ભાર મૂક્યો હતો, જેમાં કાર્બનનું બિલકુલ ઉત્સર્જન ન કરતાં વાહનોને સ્થાપિત કરવાની પ્રક્રિયાને વેગ આપવા, ઇલેક્ટ્રિક પરિવહન માટે સરકારી અને ખાનગી ધિરાણને પ્રોત્સાહન આપવા જોડાણને ચાલુ રાખવા તથા પર્યાવરણને અનુકૂળ હવાઈ ઇંધણો સહિત જૈવઇંધણોના વિકાસને વિકસાવવા જોડાણને ગાઢ બનાવવા ભાર મૂક્યો હતો. અમેરિકા અને ભારતે ચુકવણીની સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરવાની યોજના પણ જેર કરી હતી, જે ભારતમાં બનેલી 10,000 બસોનો દોડતી કરવાની સુવિધા આપશે, જેનાં પગલે ગ્રીનહાઉસ વાયુનું ઉત્સર્જન ઘટાડવા, સરકારી આરોગ્ય સુધારવા અને વૈશ્વિક પુરવઠાની સાંકળમાં વિવિધતા લાવવાની સુવિધા ઊભી થશે.
- ભારે ઉદ્યોગ મંત્રાલય (MHI)એ સેન્ટ્રલ મેનુફેક્ચરિંગ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ (CMTI), બેંગાલુરુ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc), બેંગાલુરુ સાથે જોડાણમાં બેંગાલુરુમાં 3-4 જુલાઈ, 2023ના રોજ રોબોટિક્સ પર ‘રાષ્ટ્રીય પરિષદ’નું આયોજન કર્યું હતું. આ પરિષદનું ઉદ્ઘાટન કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી ડો. પાંડે અને રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રીએ કર્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પરિષદ માટે તેમનો સંદેશ આપ્યો હતો તથા આ પરિષદને સફળતા મળે એ માટે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પરિષદમાં સમગ્ર દેશમાંથી નિષ્ણાતો, સંશોધકો, ઉદ્યોગના આગેવાનો ઉત્પાદન ક્ષેત્રમાં રોબોટિક્સની પ્રગતિ, પડકારો અને પરિવર્તનકારક સંભવિતતા વિશે ચર્ચા કરવા એકમંચ પર આવ્યાં હતાં. આ પરિષદમાં આરે 350 સહભાગીઓ સામેલ થયા હતા, જેમાં ઉદ્યોગના આગેવાનો, અગ્રણી કંપનીઓના વડાઓ, સ્ટાર્ટ-અપ્સના સ્થાપકો અને શિક્ષાવિદો સામેલ હતાં.
- ડો. પાંડેએ અમેરિકાના વિદેશ મંત્રી શ્રી જોહન કેરીની આગેવાનીમાં અમેરિકાનાં એક પ્રતિનિધિમંડળ સાથે 26 જુલાઈ, 2023ના રોજ એક બેઠક કરી હતી, જેમાં ચુકવણીની સુરક્ષિત વ્યવસ્થા (PSM) અંગે તથા ફેમ-ભારતીય યોજનાના બીજા તબક્કા અંતર્ગત ઇ-બસો સાથે સંબંધિત કામગીરીને આગળ વધારવા ચર્ચા કરી હતી.
- ભારે ઉદ્યોગ મંત્રાલય (MHI)ના કેન્દ્રીય મંત્રીએ ‘ગ્રીન BHEL’ (હરિત બીએચઈએલ)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પહેલ વર્ષ 2047 સુધીમાં BHELને કાર્બનનું ઉત્સર્જન બિલ ન કરવાના ઉદ્દેશ સાથે ગ્રીન કંપની એટલે કે પર્યાવરણને સંપૂર્ણ અનુકૂળ કંપનીમાં પરિવર્તિત કરવા માટે યોજાઈ હતી.
- સમગ્ર દેશમાં BHELની 14 નગર વસાહતોને છેલ્લાં 3 વર્ષ માટે સિંગલ-યુઝ પ્લાસ્ટિક મુક્ત ઝોન તરીકે પ્રમાણિત કરવામાં આવી છે, જે ભારત સરકારનાં ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત BHEL દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોનું પરિણામ છે.
- ભારે ઉદ્યોગ મંત્રાલય (MHI)એ 17.08.2023ના રોજ વિજ્ઞાનભવન ખાતે એનાં 16 કેન્દ્રીય જાહેર સાહસના ઉદ્યોગસાહસો (CPSEs)ની ‘વાર્ષિક કામગીરીની સમીક્ષા’ હાથ ધરવા એક સમારંભનું આયોજન કર્યું હતું. CPSEsના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર્સ તથા બોર્ડના તમામ ડિરેક્ટર્સ કે નિર્દેશકો ઉપરાંત સ્વતંત્ર નિર્દેશકો તથા MHIનાં વરિષ્ઠ અધિકારીઓ તેમાં સામેલ થયા હતા. આ સમીક્ષા મંત્રાલયના તેમના મુખ્ય ઉદ્દેશો પાર પાડવા, તેમની પ્રગતિઓ અને ઉપલબ્ધિઓનું મૂલ્યાંકન કરવા CPSEsની કાર્યદક્ષતાનું મૂલ્યાંકન કરવાના ચાલુ પ્રયાસોનો ભાગ છે.
- BHELએ સફળતાપૂર્વક તેલંગાણામાં 5x800 MW (મેગાવોટ) યાડારી થર્મલ વીજ મથક માટે મર્યાદિત NOx માટે સિલેક્ટિવ કેટાલિસ્ટ રિએક્ટર્સ (SCR)નાં ભારતના પ્રથમ સેટનું સફળતાપૂર્વક ઉત્પાદન કર્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે, આ ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ અંતર્ગત એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, કારણ કે અગાઉ આ ઉદીપકોની આયાત થતી હતી.
- ડો. મહેન્દ્રનાથ પાંડેએ ઇલેક્ટ્રિફિકેશન કે વીજળીકરણના ક્ષેત્રમાં ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગ દ્વારા થયેલી પ્રગતિ પ્રદર્શિત કરવા તથા ભારતીય બજારમાં ઉપલબ્ધ ઉત્કૃષ્ટ ગુણવત્તાયુક્ત ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનો પર ગ્રાહકો વચ્ચે જાગૃતિ લાવવા અને આત્મવિશ્વાસ વધારવા નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે ભારે ઉદ્યોગ મંત્રાલય (MHI) સાથે જોડાણમાં 18 ઓક્ટોબર, 2023ના રોજ ભારતીય ઓટોમોટિવ ઉત્પાદકોનાં સંગઠન (SIAM) દ્વારા આયોજિત ‘ધ ગ્રીન પ્લેટ ઇવી રેલી’નું ઉદ્ઘાટન કર્યું હતું અને તેને લીલી ઝંડી આપી હતી.
- ભારે ઉદ્યોગ મંત્રાલય (MHI)એ 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર, 2023 સુધી સ્વચ્છતા પર એનું વિશેષ અભિયાન 3.0 સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું તથા એને મંત્રાલય અને એના તમામ CPSEs અને Absની અંદર 781 અભિયાન સ્થળો પર સ્વચ્છતા અભિયાન તરીકે ઉજવણી કરી હતી. આ અભિયાન દરમિયાન નકામી ચીજવસ્તુઓના નિકાલમાંથી રૂ. 5.78 કરોડથી વધારેની આવક થઈ હતી. MHIએ વિશેષ અભિયાન 3.0માં નીચેના સ્થાનો હાંસલ કર્યા છેઃ
-જગ્યાઓ મુક્ત કરાવવા બદલ ટોચના પાંચ મંત્રાલયો/વિભાગોમાં બીજું સ્થાન – 21.13 લાખ ચોરસ ફીટ
-
- રેકોર્ડ 63032 ફાઇલો (ફિઝિકલ + ઇ-ફાઇલ)ના નિકાલ માટે ટોચના પાંચ મંત્રાલયો/વિભાગોમાં પાંચમું સ્થાન
- ડો. મહેન્દ્રનાથ પાંડેએ નવી દિલ્હીમાં યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં 22 નવેમ્બર, 2023ના રોજ "મંથન - લોકલથી ગ્લોબલ ભારત – ઉત્પાદનથી આત્મનિર્ભરતા" પર એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક્રમમાં વિવિધ હિતધારકો અને ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા, જેઓ ઓટોમોટિવ અને મૂડીગત ચીજવસ્તુઓના ક્ષેત્રમાંથી આવ્યાં હતાં. આ કાર્યક્રમનો ઉદ્દેશ આયાત ઘટાડવા, સ્થાનિક સ્તરે ઉત્પાદનો વધારવા અને નિકાસને વેગ આપવા વ્યૂહરચનાઓની સમીક્ષા કરવાનો હતો. આ કાર્યક્રમ સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા માટે ઉપલબ્ધ વિવિધ તકોની સમજણ મેળવવા પર વિશેષ રીતે કેન્દ્રિત હતો.
- કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રાલયે “BHEL સંવાદ 3.0 – સંશોધનથી આત્મનિર્ભરતા તરફ, BHELની એક વધુ પહેલ”નું ઉદ્ઘાટન BHEL દ્વારા 09.11.2023ના રોજ થયું હતું, જેનો ઉદ્દેશ સ્થાનિક વ્યવસાયિક ભાગીદારો, ઉદ્યોગના સંગઠનો, શિક્ષાવિદો અને સંશોધન સંસ્થાઓ સાથે ચર્ચાવિચારણાઓ મારફતે આયાત થતી ચીજવસ્તુઓના સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો હતો. મંત્રીએ ‘સંશોધનથી આત્મનિર્ભરતા’ નામના BHELના સંશોધન અને વિકાસ સારસંગ્રહનું લોકાર્પણ કર્યું હતું તથા વર્ષ 2023-24 માટે ભારે ઉદ્યોગ મંત્રાલયની ‘વાર્ષિક ક્ષમતા નિર્માણ યોજના (ACBP)’ જાહેર કરી હતી. ACBPએ મંત્રાલયની અંદર મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ક્ષેત્રો અને કેન્દ્રીત ક્ષમતાનિર્માણ પહેલોની રૂપરેખા રજૂ કરી છે, જેનો આશય તમામ સ્તરે ક્ષમતા વધારવાનો અને મહત્તમ સુશાસન હાંસલ કરવાનો છે, જે પ્રધાનમંત્રીના કર્મયોગી અભિયાનના સ્વપ્ન સાથે સુસંગત છે.
- BHELએ 16 અપગ્રેડ કરેલા સુપર રેપિડ ગન માઉન્ટ્સ (SRGM)નો પુરવઠો પૂરો પાડવા માટે સંરક્ષણ મંત્રાલય (MoD) સાથે રૂ. 2956.89 કરોડના કરારની એક સમજૂતી કરી છે. આ ભારતીય નૌકાદળની સેવા અને નવનિર્મિત જહાજો પર સ્થાપિત થશે તથા હરિદ્વાર એકમમાં એનું ઉત્પાદન થશે.
YP/JD
(Release ID: 1989925)
Visitor Counter : 210