માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ધીમે ધીમે, પરંતુ સતત સિનેમાના મોટા ટ્રેન્ડને પકડી રહ્યો છે: અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા


પ્રાદેશિક સિનેમા સમકાલીન મુદ્દાઓનું વાસ્તવિક ચિત્રણ આપે છેઃ દિગ્દર્શક, 'હરિ ઓમ હરિ' - નિસર્ગ વૈદ્ય

Posted On: 23 NOV 2023 8:23PM by PIB Ahmedabad

ગુજરાતી સિનેમાને આપણા દેશના અન્ય પ્રદેશો અને લોકો સુધી પહોંચવા માટે ઇફ્ફી જેવા વધુ પ્લેટફોર્મની જરૂર છે. અવરોધો તોડવા અને વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચવું એ ગુજરાતી સિનેમા માટે સમયની માંગ છે, એમ પીઢ ગુજરાતી અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાએ ગોવામાં આજે 54મી આઈએફએફઆઈ પર ‘હરિ ઓમ હરી’ ફિલ્મના ગાલા પ્રીમિયર પ્રસંગે આયોજિત એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'ગુજરાતી ફિલ્મોની સુંદરતા અને તેની મનમોહક વાર્તા કહેવાનો સાર વિશે જાગૃતિ લાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.'

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/23-8-1AZE9.jpg

અભિનેતા રૌનક કામદારે 54મી IFFI ખાતે હરી ઓમ હરીના પ્રીમિયર વિશે ખુશી વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે તાજેતરના વર્ષોમાં હિલારો જેવી સંખ્યાબંધ વિવેચકો દ્વારા વખાણાયેલી ગુજરાતી ફિલ્મોને IFFIના માધ્યમથી પ્રેક્ષકો સુધી પહોંચવાની તક મળી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/23-8-2GDML.jpg

હરી ઓમ હરી ફિલ્મની સ્ટોરીલાઇન વિશે બોલતા ડિરેક્ટર નિસર્ગ વૈદ્યે જણાવ્યું હતું કે ફિલ્મની ઘટનાઓ ગુજરાતી સમુદાયની લાગણીઓ સાથે જોડાયેલી છે અને તેમની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. આ વિચાર પ્રેક્ષકો સાથે જોડાવા અને વાર્તા સાથે શક્ય તેટલું વાસ્તવિક બનવાનો છે. દરેક પ્રદેશની પોતાની સંસ્કૃતિ હોય છે તેથી જ તે અનન્ય છે. ફિલ્મનો રમૂજી અને મનોરંજક ભાગ ચોક્કસપણે દર્શકોને સ્ક્રીન પર આકર્ષિત રાખશે,” એમ વૈદ્યએ જણાવ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/23-8-3YFI3.jpg

ફિલ્મ 'હરી ઓમ હરી' આજે IFFI 54, ગોવા ખાતે ગાલા પ્રીમિયર વિભાગ હેઠળ પ્રદર્શિત કરવામાં આવશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/23-8-46UZW.jpg

'હરી ઓમ હરી'ની કાસ્ટ અને ક્રૂ ટીમ

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/23-8-5YCOF.jpg

હરી ઓમ હરી

ફિલ્મનો સારાંશ: લાંબા સમયના મિત્રો, ઓમ અને વિની વિશેની આ ફિલ્મ છે, જેમાં જ્યારે વિની ઓમને લગ્નનો પ્રસ્તાવ મૂકવાનું નક્કી કરે છે ત્યારે તેમના જીવનમાં અણધાર્યા વળાંક જોવા મળે છે. જો કે, તેમના એક સમયે આશાસ્પદ મેળાપ અણધારી મુસીબતોનો સામનો કરે છે કારણ કે ઓમ દૂર જવાનું શરૂ કરે છે, વિનીને વિશ્વાસઘાતની ગહન ભાવના સાથે છોડી દે છે. જ્યારે બધી આશા ખોવાઈ જાય છે, ત્યારે એક વિચિત્ર મેળાપ ઓમની દુનિયાને હચમચાવી નાંખે છે, જે દરેક વસ્તુનો માર્ગ બદલવાનું વચન આપે છે.

ક્રિયાપ્રતિક્રિયા અહીં જુઓ:

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1979285) Visitor Counter : 266