માનવ સંસાધન વિકાસ મંત્રાલય
શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઓસ્ટ્રેલિયાનાં શિક્ષણ મંત્રી આદરણીય જેસન ક્લેર, સાંસદ, ગિફટ સિટીમાં ઓસ્ટ્રેલિયાની બે યુનિવર્સિટીઓ શરૂ કરવાની જાહેરાત
એનઇપી 2020ને અનુરૂપ ભારતમાં અભ્યાસની સુવિધા માટે વિદેશી યુનિવર્સિટી કેમ્પસ ઘરઆંગણે – શ્રી ધર્મેન્દ્ર પ્રધાન
વિશ્વનાં વિવિધ ભાગોમાંથી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે મળીને સહયોગ કરશે, શીખશે અને વિકાસ કરશે – શ્રી ધર્મેન્દ્ર પ્રધાન
ઓસ્ટ્રેલિયા અને ભારત પારસ્પરિક સમૃદ્ધિ અને વૈશ્વિક સુખાકારી માટે સંશોધનને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે
Posted On:
07 NOV 2023 6:19PM by PIB Ahmedabad
કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે ઓસ્ટ્રેલિયા સરકારના સાંસદ આદરણીય જેસન ક્લેરે સાથે આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે વોલોંગોંગ અને ડેકિન યુનિવર્સિટીઓના આગામી કેમ્પસ માટે સ્થળની મુલાકાત લીધી હતી. તેમને કેમ્પસના વિકાસ અને ભાવિ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
મંત્રીઓએ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. અરાંભ (ધ બિગિનિંગ), ગિફ્ટ સિટીમાં કેમ્પસ ખોલવાની ઔપચારિક જાહેરાત કરે છે. ભારતની ભૂમિ પર વિદેશી વિશ્વવિદ્યાલયોને ખોલવાનું રાષ્ટ્ર શિક્ષણ નીતિ 2020ના શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણના વિઝનને અનુરૂપ છે. અરાંભ આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક પરિદ્રશ્યમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઉજવણી કરી હતી, જેમાં ભારતમાં ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી કેમ્પસની શરૂઆત નિમિત્તે પ્રસિદ્ધ મહાનુભાવો, મંત્રીઓ અને શૈક્ષણિક અગ્રણીઓને એકમંચ પર લાવવામાં આવ્યા હતા.
ડેકિન યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ વોલોંગોંગના વાઇસ ચાન્સેલરોએ દેશ-થી-દેશ ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો, જેમાં કોવિડ -19 રોગચાળા જેવા પડકારજનક સમયમાં પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર વૃદ્ધિ પર પ્રકાશ પાડ્યો હતો. તેઓએ ભારતમાં કેમ્પસ ખોલવાની સાથે અભ્યાસક્રમોની સુનિશ્ચિત શરૂઆત સહિતની ભાવિ યોજનાઓ શેર કરી.
આ પ્રસંગે બોલતા શ્રી પ્રધાને વિદ્યાર્થી અને શૈક્ષણિક બિરાદરોને નવા 'અરંભ' માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિદેશી યુનિવર્સિટી કેમ્પસ ઘરઆંગણે ભારતમાં અભ્યાસની સુવિધા આપશે અને એનઇપી 2020માં કલ્પના કરવામાં આવી હતી તે મુજબ વાઇબ્રન્ટ, વૈવિધ્યપૂર્ણ અને સર્વસમાવેશક શૈક્ષણિક વાતાવરણનું સર્જન પણ કરશે.
શ્રી પ્રધાને ઉલ્લેખ કર્યો હતો કે, તકોની ભૂમિ ગિફ્ટ સિટીમાં આ બંને યુનિવર્સિટીઓનાં કેમ્પસને ખુલ્લું મૂકવું એ વિદ્યાર્થી સમુદાય માટે 'ભેટ' છે. તેમણે એનઇપી 2020 મારફતે ભારતનાં શિક્ષણમાં પરિવર્તન લાવવાનાં તેમનાં વિઝન અને પ્રયાસો માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, વિશ્વનાં વિવિધ ભાગોનાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી આ પ્રકારનાં પ્રયાસો સાથે મળીને સહયોગ કરશે, શીખશે અને વિકાસ કરશે.
તેમણે ઉમેર્યું હતું કે, આ પરિવર્તનકારી નીતિ 'ઇન્ટરનેશનલાઇઝેશન એટ હોમ' પર ભાર મૂકે છે, જેનો ઉદ્દેશ આપણા પોતાના દેશમાં એક વાઇબ્રન્ટ, વૈવિધ્યપૂર્ણ અને સર્વસમાવેશક શૈક્ષણિક વાતાવરણનું સર્જન કરવાનો છે.
બપોરે બંને મંત્રીઓએ 'રિસર્ચ ડાયલોગઃ ન્યૂ હોરાઇઝન ઇન રિસર્ચ કોલાબોરેશન' સંમેલનને સંબોધન કર્યું હતું. કોન્ક્લેવનો ઉદ્દેશ એક સમૃદ્ધ સંશોધન ઇકોસિસ્ટમમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટેની નવીન તકોની ઓળખ કરવાનો હતો. આ સંમેલનમાં ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિમંડળ, મુખ્ય ભારતીય ઉચ્ચ શિક્ષણ અને સંશોધન સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી પ્રધાને 'રિસર્ચ ડાયલોગ'માં વક્તવ્ય આપ્યું હતું અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિપક્ષીય સંશોધન જોડાણોને ગાઢ બનાવવા માટે નવી તકો ઊભી કરવા યુનિવર્સિટીના નેતાઓ અને સંશોધકોને પ્રોત્સાહિત કર્યા હતા. સમાજના વ્યાપક લાભ માટે સંશોધન એ પ્રાથમિકતાનું ક્ષેત્ર હોવું જોઈએ; તેમણે ઉમેર્યું હતું કે, ઓસ્ટ્રેલિયા અને ભારત બંને દેશો પારસ્પરિક સમૃદ્ધિ અને વૈશ્વિક સુખાકારી માટે સંશોધનને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે.
બંને મંત્રીઓએ ઔદ્યોગિક શૈક્ષણિક ભાગીદારી પર શિક્ષણવિદો અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં શિક્ષણ-ઉદ્યોગ જોડાણોને મજબૂત કરવા, યુનિવર્સિટી ભાગીદારી મારફતે ઉદ્યોગોને લાભ, સંશોધન અને વિકાસ સહયોગ વગેરે પર ચર્ચા થઈ હતી.
CB/GP/JD
(Release ID: 1975482)
Visitor Counter : 181