માનવ સંસાધન વિકાસ મંત્રાલય

શ્રી ધર્મેન્દ્ર પ્રધાને મુખ્ય અતિથિ તરીકે એનઇપી– 2020નાં અમલીકરણ પર વેસ્ટર્ન ઝોન વાઇસ ચાન્સેલર્સ કોન્ફરન્સને સંબોધન કર્યું


કોન્ફરન્સથી મલ્ટિડિસિપ્લિનરી એજ્યુકેશન, મલ્ટિપલ એન્ટ્રી-એક્ઝિટ અને સમાન તકોની શ્રેષ્ઠ પદ્ધતિઓના વિકાસ માટે માર્ગ મોકળો થશેઃ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન

Posted On: 26 OCT 2023 4:34PM by PIB Ahmedabad

કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણ પર વેસ્ટર્ન ઝોન વાઇસ ચાન્સેલર્સ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ; ગુજરાત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો, ન્યાય, કાયદાકીય અને સંસદીય બાબતોનાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલ; ગુજરાત સરકારનાં રાજ્ય કક્ષાનાં સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાંશેરિયા; ચેરમેનશ્રીએ આ પ્રસંગે હાજરી આપી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0011KDY.jpg

આ કાર્યક્રમને સંબોધતા શ્રી પ્રધાને એનઇપી 2020ના ગ્રાઉન્ડ અમલીકરણને વેગ આપવા માટે ગુજરાત સરકાર અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાની આ પ્રથમ ઝોનલ-લેવલ કોન્ફરન્સના આયોજન બદલ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગંગાનાં કિનારે કાશીમાં શિક્ષા વિભાગ ખાતે વર્ષ 2022માં શરૂ થયેલી એનઇપી 2020નાં અમલીકરણ માટેનાં અભિગમો, રોડમેપ અને વ્યૂહરચનાઓને વ્યક્ત કરવાની સફર અને નર્મદાનાં ઉચ્ચપ્રદેશમાં આયોજિત આજની ઝોનલ કોન્ફરન્સ ભારત માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

ભારતીય ભાષા, ભારતીય જ્ઞાન પરમપરા, કૌશલ્ય, રોજગાર અને ઉદ્યોગસાહસિકતાનું શિક્ષણ, એનઇપીનાં પ્રાથમિકતાનાં ક્ષેત્રો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ ઝોનલ કોન્ફરન્સ નવી સંસ્કૃતિનાં વિકાસ માટે માર્ગ મોકળો કરશે અને મલ્ટિડિસિપ્લિનરી એજ્યુકેશનની શ્રેષ્ઠ પદ્ધતિઓ, મલ્ટિપલ એન્ટ્રી-એક્ઝિટ અને અસરકારક એનઇપી અમલીકરણ મારફતે તમામ માટે સમાન તકો ઉપલબ્ધ કરાવશે.

તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, ઝોનલ કોન્ફરન્સ એનઇપીનાં કેટલાંક પ્રાથમિકતાનાં ક્ષેત્રો, ખાસ કરીને શિક્ષણની ગુણવત્તા, શિક્ષણમાં કૌશલ્ય વ્યવસ્થા, શિક્ષણમાં સંશોધન, નવીનતા અને ઉદ્યોગસાહસિકતા, ભારતીય જ્ઞાન પરમપરા અને આંતરરાષ્ટ્રીયકરણ પર વિચાર-વિમર્શ કરી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, અહીંથી પેદા થયેલા અભિગમો, વિચારો અને રોડમેપને શ્રેષ્ઠ પદ્ધતિઓ અને કેસ સ્ટડીના સંક્ષેપમાં પરિવર્તિત કરવામાં આવશે તથા એનઇપીના અમલીકરણ માટે એકસમાન અભિગમ માટે માર્ગ મોકળો કરવા માટે કોલેજ-સ્તરે જ તેને પસાર કરવામાં આવશે.

આ પરિષદ દરમિયાન કેટલાંક ટેકનિકલ સત્રો યોજાયાં હતાં, જેમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુશાસન ઉચ્ચ શિક્ષણનાં પ્રવેશ પર પેનલ ચર્ચા સામેલ છે. સામાજિક-આર્થિક રીતે વંચિત જૂથો (એસઇડીજી)નાં સમાન અને સર્વસમાવેશક શિક્ષણનાં મુદ્દા; શિક્ષણ અને કૌશલ્ય સંવર્ધન ભવિષ્યનાં કાર્યદળ વચ્ચે સમન્વય સ્થાપિત કરવો; કૌશલ્ય, ઔદ્યોગિક જોડાણ અને રોજગારક્ષમતાનાં સંકલન મારફતે સંપૂર્ણ શિક્ષણ; નવીનીકરણ અને ઉદ્યોગસાહસિકતા; સંશોધન અને વિકાસ; શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ; અને ભારતીય જ્ઞાનપ્રણાલી.

યુ.જી.સી., પ્રો. એમ. જગદેશ કુમાર; એઆઇસીટીઇના ચેરમેન પ્રો.ટી.જી.સીતારામ; વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.વિજયકુમાર શ્રીવાસ્તવ; ડૉ. હસમુખ અઢિયા; આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો, કુલપતિઓ અને પ્રસિદ્ધ શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002LQ3P.jpg https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003OX5I.jpg

 

ત્યાર બાદ શ્રી પ્રધાને કેવડિયામાં આઇકોનિક સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને તેને ગૌરવ, એકતા, શાંતિ અને કૃતજ્ઞતાનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, 'ભારતનાં લોખંડી પુરુષ' અને તેમની રાજનીતિજ્ઞતાને શ્રદ્ધાંજલિ વિશ્વનું સૌથી ઊંચું સ્મારક સ્ટેચ્યુ ઑફ યુનિટી તમામ પ્રવાસનાં શોખીનો માટે મુલાકાત લેવી જ જોઈએ.

CB/GP/JD



(Release ID: 1971564) Visitor Counter : 119