વહાણવટા મંત્રાલય

બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલય દેશના દરિયાઈ ક્ષેત્ર માટે તકોનો મહાસાગર લાવ્યું


ત્રીજી ગ્લોબલ મેરીટાઇમ ઇન્ડિયા સમિટ 2023નું આયોજન એમએમઆરડીએ ગ્રાઉન્ડ્સ, બીકેસી, મુંબઈ ખાતે 17 થી 19 મી ઓક્ટોબર દરમિયાન થશે

કેન્દ્રીય પીએસડબ્લ્યુ મંત્રી સર્બાનંદ સોનોવાલે મુંબઈમાં મીડિયાને માહિતી આપી હતી અને તેમને જીએમઆઈએસ 2023 માટે આમંત્રણ આપ્યું હતું

Posted On: 09 OCT 2023 4:35PM by PIB Ahmedabad

બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય રાષ્ટ્રની સૌથી વધુ રાહ જોવાતી દરિયાઇ ઇવેન્ટ માટે તૈયાર છે ત્યારે ગ્લોબલ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ – 2023 (જીએમઆઇએસ-2023), કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી (પીએસડબ્લ્યુ) તથા આયુષ સર્બાનંદ સોનોવાલ તેમજ રાજ્યકક્ષાના મંત્રી (પીએસડબ્લ્યુ) શ્રીપાદ વાય. નાઈકે આજે મુંબઈમાં મીડિયાને જાણકારી આપી હતી. જીએમઆઈએસ 2023 17 થી 19 ઓક્ટોબર દરમિયાન એમએમઆરડીએ ગ્રાઉન્ડ, બીકેસી, મુંબઈ ખાતે સુનિશ્ચિત થયેલ છે.

પત્રકાર પરિષદને સંબોધન કરતાં કેન્દ્રીય સરકારી સાહસોનાં મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, "પ્રધાનમંત્રીનાં "વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર"નાં વિઝનને અનુરૂપ જીએમઆઇએસ-2023નાં દરેક સત્રને વૈશ્વિક દરિયાઇ મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે." પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જીએમઆઇએસ 2023 પ્રધાનમંત્રીનાં 'સ્વચ્છ ભારત'નાં વિઝન સાથે સુસંગત છે અને તેમાં સરકારી-ખાનગી ભાગીદારી માટે વિવિધ પ્રકારની તકો સામેલ છે, 15 લાખથી વધુ રોજગારીની તકોનું સર્જન કરવાની સંભવિતતા સાથે સમગ્ર ક્ષેત્રમાં રૂ.10 લાખ કરોડના રોકાણની તકોની ઓળખ કરવામાં આવી છે.", શ્રી સોનોવાલે ઉમેર્યું.

શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે, "અમારું વિઝન બ્લ્યુ ઇકોનોમીને પ્રોત્સાહન આપવાનું, ગ્રીન પોર્ટના વિકાસને પ્રોત્સાહન આપવા, ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્રુઝ ટૂરિઝમ અને દરિયાઇ ઉદ્યોગને આગળ વધારવા વૈશ્વિક રોકાણ આકર્ષવાનું છે." પ્રસંગે જીએમઆઇએસ 2023 પર "નેવિગેટિંગ એક્સેલન્સ: ઇન્ડિયાઝ મેરિટાઇમ સેક્ટર" શીર્ષક હેઠળની એક પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, ગ્લોબલ મેરીટાઇમ ઇન્ડિયા સમિટ 2023ની ત્રીજી આવૃત્તિ સ્કેલ અને ભાગીદારીની દ્રષ્ટિએ 2016 અને 2021માં આયોજિત અગાઉની બે સમિટની તુલનામાં ઘણી મોટી અને વધુ સમાવિષ્ટ હશે.

જીએમઆઈએસ ૨૦૨૩ માં ૭૦ થી વધુ દેશોની ભાગીદારી આવે તેવી અપેક્ષા છે. યુએઈ, દક્ષિણ આફ્રિકા, આર્મેનિયા, ઇટાલી, શ્રીલંકા, તૂર્કમેનિસ્તાન, બેલારુસ, બાંગ્લાદેશ અને માડાગાસ્કરના ઘણા વરિષ્ઠ પ્રધાનો ભાગ લેશે. શિખર સંમેલનમાં 250થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વક્તાઓ અને સીઇઓને હોસ્ટ કરવામાં આવશે, ઉપરાંત 20થી વધારે વિષયોનાં સત્રોનું આયોજન કરવામાં આવશે, જેમાં 7 આંતરરાષ્ટ્રીય ગોળમેજી પરિષદો તથા 13થી વધારે ક્ષેત્રીય અને રાજ્ય ચર્ચાઓ સામેલ છે. BIMSTECનાં દેશો, ચાબહાર અને આઇએનએસટીસી (ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર), આફ્રિકા, ઇન્ડો પેસિફિક, યુરોપ અને નવા શરૂ થયેલા આઇએમઇસી (ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર)માં પ્રાદેશિક સહકાર પર ચર્ચાવિચારણાનું આયોજન કરવામાં આવ્યું છે.

એમઓપીએસડબલ્યુનાં સચિવ શ્રી ટી કે રામચંદ્રને કાર્યક્રમનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, "જીએમઆઈએસ બંદરો, જહાજનિર્માણ, જળમાર્ગો અને દરિયાઈ શિક્ષણ જેવા વિવિધ દરિયાઈ ક્ષેત્રોમાં જાહેર-ખાનગી ભાગીદારી માટે એક વિશાળ કેનવાસ પ્રદાન કરે છે. શિખર સંમેલનમાં પોર્ટ્સ ઑફ ફ્યુચર, ડિકાર્બનાઇઝેશન, કોસ્ટલ શિપિંગ અને ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ (આઇડબલ્યુટી), શિપબિલ્ડિંગ, રિપેર અને રિસાયક્લિંગ, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ અને આર્બિટ્રેશન, ઇનોવેશન એન્ડ ટેકનોલોજી, મેરિટાઇમ સેફ્ટી એન્ડ સિક્યોરિટી તથા મેરિટાઇમ ટૂરિઝમ સહિત કેટલાંક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે..

પ્રસંગે મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન શ્રી રાજીવ જલોટા પણ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ માહિતી માટે, મુલાકાત લો https://maritimeindiasummit.com/  

 



(Release ID: 1966045) Visitor Counter : 148


Read this release in: Urdu , English , Marathi , Hindi