નાગરિક ઉડ્ડયન મંત્રાલય

એડબ્લ્યુજીએ સીટીસી કમ્પ્લાયન્સ ઇન્ડેક્સમાં ભારતને સકારાત્મક પાલન દૃષ્ટિકોણ સાથે મૂક્યું


ભારત સરકારે આઇબીસી, 2016ની કલમ 14 (3) હેઠળ જાહેરનામું બહાર પાડીને સીટીસી હેઠળ આવરી લેવાયેલા એરક્રાફ્ટ ઉપકરણોને મોરેટોરિયમની અરજીમાંથી મુક્તિ આપવાના પગલે આ ડેવલપમેન્ટ થયું

Posted On: 06 OCT 2023 3:51PM by PIB Ahmedabad

કેપ ટાઉન કન્વેન્શન અને એરક્રાફ્ટ પ્રોટોકોલ સાથે કરાર કરનાર રાષ્ટ્ર હોવાને કારણે ભારતની સંધિની જવાબદારીને અનુરૂપ, ભારત સરકારે 03.10.2023ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં જોગવાઈ કરવામાં આવી હતી કે ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ, 2016 હેઠળ મોકૂફી કેપ ટાઉન કન્વેન્શન દ્વારા સંચાલિત એરક્રાફ્ટ, એરક્રાફ્ટ એન્જિન, એરફ્રેમ અને હેલિકોપ્ટર્સને લાગુ પડશે નહીં.

આ ઘટનાક્રમના પરિણામ સ્વરૂપે, એવિએશન વર્કિંગ ગ્રુપ (એડબલ્યુજી)એ તેમના સીટીસી અનુપાલન સૂચકાંકમાં સકારાત્મક વોચલિસ્ટ નોટિસ જારી કરી હતી, જેમાં ભારતના સ્કોરમાં અપેક્ષિત વધારો થયો હતો. આ ભારતીય ઓપરેટર્સને એરક્રાફ્ટ ઉપકરણોને ભાડાપટ્ટે આપવા/ધિરાણની સરળતાની દિશામાં સકારાત્મક પગલું હશે.

CB/GP/JD



(Release ID: 1965020) Visitor Counter : 123


Read this release in: English , Urdu , Hindi , Tamil , Telugu