આયુષ
આયુષ મંત્રાલયે વિશેષ અભિયાન 3.0 માટે સજ્જ, પેન્ડન્સી ઘટાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો
Posted On:
05 OCT 2023 4:56PM by PIB Ahmedabad
આયુષ મંત્રાલયે વિશેષ અભિયાન 3.0 (પેન્ડિંગ બાબતોના નિકાલ માટે વિશેષ અભિયાન) પહેલ મુજબ રાષ્ટ્રીય સંસ્થાઓ, સંસ્થાઓ, સંશોધન પરિષદો, ગૌણ સંસ્થાઓ વગેરે અને તેના પોતાના પરિસરોમાં કાર્યકારી જગ્યાને ડી-ક્લસ્ટર કરવા અને તેમાં સુધારો કરવા માટે તૈયાર છે. મંત્રાલયે વિશેષ અભિયાન માટે સફળતાપૂર્વક લક્ષ્યાંકોની ઓળખ કરી છે અને નિયત સમયમર્યાદામાં, સંકલિત રીતે લક્ષ્યાંકો હાંસલ કરવા તમામ પ્રયાસો ચાલી રહ્યા છે અને નિર્ધારિત લક્ષ્યાંકોમાં સ્પષ્ટ જરૂરી દૃશ્યતા હશે.
અભિયાનના સમયગાળા દરમિયાન સફાઇ માટે હાથ ધરવામાં આવનાર લક્ષ્યોને ઓળખવા માટે 15 સપ્ટેમ્બર 2023થી અભિયાન 3.0ની તૈયારી શરૂ થઈ હતી. મુખ્ય અભિયાન ૨ ઓક્ટોબરથી શરૂ થયું હતું, જે દરમિયાન સ્પેસ મેનેજમેન્ટ પ્રાપ્ત કરવા અને ઓફિસોમાં કાર્યસ્થળના અનુભવમાં વધારો કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સ્વચ્છતાના ઉચ્ચતમ ધોરણોને જાળવવા અને ચિંતાઓને દૂર કરવા માટે અભિયાન ૩.૦ એ એક નવીનતમ પગલું છે.
સ્પેશ્યલ કેમ્પેઇન 3.0ના પ્રારંભિક તબક્કા દરમિયાન, પેન્ડન્સી ઘટાડવા અને અભિયાનના સમયગાળાની અંદર તમામનો નિકાલ કરવા માટેના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતા. આયુષ મંત્રાલયે ઓળખ્યા મુજબ, અત્યાર સુધી પેન્ડન્સી નીચે મુજબ છે; સાંસદોના સંદર્ભોમાં 30, સંસદીય ખાતરી 17, જાહેર ફરિયાદો 72, પ્રધાનમંત્રી કાર્યાલયના સંદર્ભો 3, જાહેર ફરિયાદ 21, ફાઇલોનું વ્યવસ્થાપન 305 છે. મંત્રાલયે વિશેષ અભિયાન ૩.૦ દરમિયાન આ તમામ પેન્ડન્સીનો નિકાલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
મંત્રાલયે ઓફિસ પરિસરમાં તમામ ઓળખાયેલા સ્વચ્છતા સ્થળોનું નિરીક્ષણ કર્યું છે અને તમામ વરિષ્ઠ અધિકારીઓને અભિયાનના સમયગાળા દરમિયાન લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરવા નિર્દેશ આપ્યો છે. સમર્પિત ટીમ દ્વારા દૈનિક પ્રગતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે આયુષ મંત્રાલયનું સ્વચ્છતા અભિયાન સમગ્ર ભારતમાં ઉજવવામાં આવ્યું હતું અને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. સંસ્થાઓ, સંગઠનો, પરિષદોએ તેમનાં પરિસરો, પડોશનાં સ્થળો, જાહેર સ્થળો જેવાં કે બસ સ્ટેન્ડ્સ, બગીચાઓ, હર્બલ બગીચાઓ અને સરોવરો, તળાવો વગેરેની સફાઈની કામગીરી હાથ ધરી હતી. વરિષ્ઠ અધિકારીઓ અને આયુષ બિરાદરોએ ડ્રાઇવના ભાગ રૂપે આયુષ ભવન અને સંબંધિત પડોશની સફાઇ કરી હતી.
સ્વચ્છતા અભિયાનની જેમ જ આયુષ મંત્રાલયે વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો, સંશોધન પરિષદો, રાષ્ટ્રીય સંસ્થાઓ, ગૌણ સંસ્થાઓ અને અન્ય વૈધાનિક સંસ્થાઓને સંબંધિત પ્રવૃત્તિઓનું અવલોકન કરવા વિનંતી કરી છે. અહીં એ નોંધવું જરૂરી છે કે પડતર બાબતોના નિકાલમાં અગાઉના પ્રયાસોને પરિણામે નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે અને મંત્રાલય એકંદર રેન્કિંગમાં સુધારો કરવા સક્ષમ છે.
CB/GP/JD
(Release ID: 1964691)
Visitor Counter : 187