પ્રધાનમંત્રીનું કાર્યાલય
અમ્માના 70મા જન્મદિવસના પ્રસંગે પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું
"અમ્માની હાજરીની આભા અને તેમના આશીર્વાદનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે, આપણે ફક્ત તેને અનુભવી શકીએ છીએ"
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમ્મા પ્રેમ, કરુણા, સેવા અને બલિદાનનું મૂર્ત સ્વરૂપ છે. તેઓ ભારતની આધ્યાત્મિક પરંપરાના વાહક છે"
"આરોગ્યનું ક્ષેત્ર હોય કે શિક્ષણ, અમ્માના માર્ગદર્શન હેઠળની દરેક સંસ્થાઓએ માનવસેવા અને સમાજ કલ્યાણને નવી ઊંચાઈઓ આપી છે"
"અમ્માના સમગ્ર વિશ્વમાં અનુયાયીઓ છે અને તેમણે હંમેશા ભારતની છબી અને તેની વિશ્વસનીયતાને મજબૂત કરી છે"
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમ્મા વિકાસ માટે ભારતનાં માનવ-કેન્દ્રિત અભિગમનું પ્રતિબિંબ છે, જેને આજે રોગચાળા પછીનાં વિશ્વમાં સ્વીકારવામાં આવી રહ્યો છે"
Posted On:
03 OCT 2023 1:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમ્મા, માતા અમૃતાનંદમયીજીનાં 70મા જન્મદિવસનાં પ્રસંગે આજે વીડિયો સંદેશ મારફતે સંબોધન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત માતા અમૃતાનંદમયીજીને તેમના 70મા જન્મદિવસ પર લાંબા અને તંદુરસ્ત જીવનની શુભેચ્છા આપીને કરી હતી અને કહ્યું હતું કે, તેઓ સેવા અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે. તેમણે આશા વ્યક્ત કરી કે વિશ્વભરમાં પ્રેમ અને કરુણા ફેલાવવાનું તેમનું મિશન આગળ વધતું રહેશે. પ્રધાનમંત્રી મોદીએ અમ્માના અનુયાયીઓ સહિત જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી એકત્ર થયેલા દરેકને અભિનંદન પાઠવ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.
છેલ્લાં 30 વર્ષથી વધારે સમયથી અમ્મા સાથેનાં પોતાનાં જોડાણ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ કચ્છમાં આવેલા ધરતીકંપ પછી લાંબા સમય સુધી અમ્મા સાથે કામ કરવાની વાત યાદ કરી હતી. તેને અમૃતાપુરીમાં અમ્માનો ૬૦મો જન્મદિવસ ઉજવવાનું યાદ આવ્યું. શ્રી મોદીએ કહ્યું હતું કે, "અમ્માના હસતા ચહેરા અને પ્રેમાળ સ્વભાવની ઉષ્મા આજે પણ પહેલા જેવી જ છે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં અમ્માનું કાર્ય અને દુનિયા પર તેમની અસરમાં અનેકગણો વધારો થયો છે તથા અમ્માની હાજરીમાં તેમણે હરિયાણાના ફરીદાબાદમાં અમૃતા હોસ્પિટલનું ઉદઘાટન કરવાનું યાદ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "અમ્માની હાજરીની આભા અને તેમના આશીર્વાદનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે, આપણે ફક્ત તેને અનુભવી શકીએ છીએ." તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે, અમ્મા પ્રેમ, કરૂણા, સેવા અને ત્યાગનું મૂર્ત સ્વરૂપ છે તથા તેઓ ભારતની આધ્યાત્મિક પરંપરાનાં વાહક છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "સ્વાસ્થ્યનું ક્ષેત્ર હોય કે પછી શિક્ષણનું ક્ષેત્ર હોય, અમ્માના માર્ગદર્શન હેઠળની દરેક સંસ્થાઓએ માનવસેવા અને સમાજ કલ્યાણને નવી ઊંચાઈઓ આપી છે." તેમણે દેશ અને વિદેશમાં સંસ્થાઓ ઊભી કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે અમ્માનાં કાર્યનાં પાસાં પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે દેશમાં શરૂ થયેલા સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, આ અભિયાનને સફળ બનાવવા માટે સૌપ્રથમ અમ્મા આગળ આવ્યાં હતાં. પ્રધાનમંત્રી મોદીએ માહિતી આપી હતી કે તેમણે ગંગાના કાંઠે શૌચાલયો બનાવવા માટે પણ ૧૦૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું જેણે સ્વચ્છતાને નવું પ્રોત્સાહન આપ્યું હતું. "અમ્માના સમગ્ર વિશ્વમાં અનુયાયીઓ છે અને તેમણે હંમેશાં ભારતની છબી અને તેની વિશ્વસનીયતાને મજબૂત કરી છે. જ્યારે પ્રેરણા આટલી મોટી હોય છે, ત્યારે પ્રયાસો પણ મહાન બને છે."
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, અમ્મા જેવી વ્યક્તિઓ વિકાસ માટે ભારતનાં માનવ-કેન્દ્રિત અભિગમનું પ્રતિબિંબ છે, જેને આજે રોગચાળા પછીનાં વિશ્વમાં સ્વીકારવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, અમ્માએ હંમેશા વિકલાંગોને સશક્ત બનાવવા અને વંચિતોને પ્રાથમિકતા આપવાનું માનવતાવાદી બલિદાન આપ્યું છે. સંસદમાં થોડા દિવસો અગાઉ જ નારીશક્તિ વંદન અધિનિયમના પસાર થવાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મહિલાઓનાં નેતૃત્વમાં વિકાસનાં સંકલ્પ સાથે આગળ વધી રહેલું ભારત અમ્મા જેવું પ્રેરક વ્યક્તિત્વ ધરાવે છે. સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અમ્માના અનુયાયીઓ દુનિયામાં શાંતિ અને પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારનું કામ કરવાનું ચાલુ રાખશે.
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1963664)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam