પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી 23 સપ્ટેમ્બરનાં રોજ નવી દિલ્હીમાં 'ઇન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સ 2023'નું ઉદઘાટન કરશે


દેશમાં પ્રથમ વખત સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે

કોન્ફરન્સની થીમ: 'જસ્ટિસ ડિલિવરી સિસ્ટમમાં ઉભરતા પડકારો'

Posted On: 22 SEP 2023 2:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 10 વાગ્યે વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં 'આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ 2023'નું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 23 થી 24 સપ્ટેમ્બર, 2023ના રોજ 'ઇમર્જિંગ ચેલેન્જિસ ઇન જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ' વિષય પર આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનો ઉદ્દેશ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વિવિધ કાનૂની વિષયો પર અર્થપૂર્ણ સંવાદ અને ચર્ચા માટેના મંચ તરીકે કામ કરવાનો, વિચારો અને અનુભવોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો અને કાનૂની મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય સહકાર અને સમજને મજબૂત કરવાનો છે. દેશમાં પ્રથમ વખત આયોજિત કરવામાં આવી રહેલી આ પરિષદમાં ઉભરતા કાનૂની પ્રવાહો, સરહદ પારના મુકદ્દમામાં પડકારો, કાનૂની તકનીક, પર્યાવરણીય કાયદા વગેરે જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં વિશિષ્ટ ન્યાયાધિશો, કાનૂની વ્યાવસાયિકો અને વૈશ્વિક કાયદાકીય સમુદાયનાં નેતાઓની ભાગીદારી જોવા મળશે.

CB/GP/JD



(Release ID: 1959621) Visitor Counter : 176