પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્ય ઉછેર મંત્રાલય

કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ આજે મહારાષ્ટ્રમાં 'મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે રાષ્ટ્રીય કેસીસી પરિષદ'ની અધ્યક્ષતા કરી


શ્રી પરષોત્તમ રૂપાલાએ ભાર મૂક્યો હતો કે, પશુપાલન વિભાગ અને મત્સ્યપાલન એમ બંને પ્રકારના ખેડૂતોને કેસીસી જારી થવા જોઇએ

શ્રી રૂપાલાએ સાગર પરિક્રમા દરમિયાન કેસીસીને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા અધિકારીઓ સાથે વિભાગના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી

શ્રી પરષોત્તમ રૂપાલાએ પાત્રતા ધરાવતા માછીમારોને કેસીસી કાર્ડનું વિતરણ કર્યું હતું અને જણાવ્યું હતું કે, પાયાના મુદ્દાઓને ઉકેલવા માટે જિલ્લા સ્તરે સમીક્ષા થવી જોઈએ

Posted On: 04 SEP 2023 6:35PM by PIB Ahmedabad

મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ આજે મહારાષ્ટ્રમાં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ માટે રાષ્ટ્રીય કેસીસી પરિષદની અધ્યક્ષતા કરી હતી. મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયે મત્સ્યપાલન વિભાગ સાથે સંકલનમાં રહીને રાષ્ટ્રીય કેસીસી કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું. રાજ્ય કક્ષાના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી ડૉ. એલ.મુરુગન, નાણાં મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડ, મહારાષ્ટ્ર સરકારના મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી સુધીર મુનગંટીવાર, મહારાષ્ટ્ર સરકારના મહેસૂલ, પશુપાલન અને ડેરી વિકાસ મંત્રી શ્રી સુધીર મુનગંટીવાર, મહેસૂલ, મહારાષ્ટ્રના પશુપાલન અને ડેરી વિકાસ  મંત્રી શ્રી રાધાકૃષ્ણ એકનાથરાવ વિખે પાટીલ, મત્સ્યપાલન વિભાગના સચિવ ડૉ. અભિલાક્ષ લિખી, પશુપાલન અને ડેરી વિભાગનાં સચિવ સુશ્રી અલકા ઉપાધ્યાય, પશુપાલન અને ડેરી વિભાગનાં અધિક સચિવ સુશ્રી વર્ષા જોષી, મત્સ્યોદ્યોગ વિભાગ (ઇનલેન્ડ ફિશરીઝ)ના સંયુક્ત સચિવ શ્રી શ્રી સાગર મહેરા અને એનએફડીબીના ચીફ એક્ઝિક્યુટિવ ડૉ. એલ. નરસિંહ મૂર્તિ, એઆરએસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિશેષ અતિથિઓ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી નીરજ નિગમ અને નાબાર્ડના રિફાઇનાન્સ વિભાગના સીજીએમ શ્રી વિવેક સિંહા પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ મહારાષ્ટ્ર સરકારના પશુપાલન અને ડેરી વિભાગ (ડીએએચડી)ના મત્સ્યપાલન વિભાગ (ડીઓએફ)ના તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેસીસી એએચડી અને મત્સ્યપાલન એમ બંને પ્રકારના ખેડૂતોને જારી થવા જોઈએ અને પ્રથમ પગલાં સ્વરૂપે તેમને સ્વીકારવા જોઈએ. આનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થાનો વિકાસ થવાની અપેક્ષા છે. તેમણે સાગર પરિક્રમા દરમિયાન કેસીસીને પોત્સાહન માટે જિલ્લા અધિકારીઓ સાથે વિભાગના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, પાયાના મુદ્દાઓ ઉકેલવા માટે જિલ્લા સ્તરે સમીક્ષા થવી જોઈએ.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001VAS2.jpg

ડીઓએફ/ડીએએચડી અને કેસીસી દ્વારા પીએમએમએસવાય અને કેસીસી પર ટૂંકા વીડિયો લાભાર્થીઓની જુબાની સાથે કેસીસીના લાભો અને પાત્રતા સાથે શેર કરવામાં આવ્યા હતા. શ્રી પરષોત્તમ રૂપાલાએ પાત્ર માછીમારોને કેસીસી કાર્ડનું વિતરણ કર્યું હતું. વર્ચ્યુઅલ વાતચીત પછી લાભાર્થીઓએ કેસીસીનો લાભ લેવાના તેમના અનુભવો શેર કર્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002BUHB.jpg

કેન્દ્રીય રાજ્ય કક્ષાના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી ડૉ. એલ મુરુગને પ્રથમ રાષ્ટ્રીય કેસીસી કૉન્ફરન્સ માટે તમામને આવકાર્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણનાં ઘટકમાં નાણાકીય સર્વસમાવેશકતાનો સમાવેશ થાય છે, તેથી એ સુનિશ્ચિત કરવું જોઈએ કે સ્થાનિક લેણદાર દ્વારા લાદવામાં આવેલી ઊંચા વ્યાજની લોનને સમગ્ર દેશમાં કેસીસીને પ્રોત્સાહન મારફતે નાબૂદ કરવાની જરૂર છે. એટલે તેમણે તમામ બૅન્કોને આગળ આવવા, તાલીમ આપવા અને ક્ષમતાનું નિર્માણ કરવા અપીલ કરી હતી. મહારાષ્ટ્ર સરકારના મહેસૂલ, પશુપાલન અને ડેરી વિકાસ મંત્રી શ્રી રાધાકૃષ્ણ એકનાથરાવ વિખે પાટીલે ઉપસ્થિત તમામ બેન્કર્સને આ ધારાધોરણો હળવા કરવાની સલાહ આપી હતી, કારણ કે ડીએએચડી અને ડીઓએફ બંને ક્ષેત્રોમાં પરિવર્તન થઈ રહ્યું છે અને તેમને પાયાનાં સ્તરે ધિરાણની જરૂર છે.

નાણાં મંત્રાલયના રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડે જણાવ્યું હતું કે, ભારત ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાના આપણા લક્ષ્યાંકને હાંસલ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે પાયાનાં સ્તરે પરિવર્તનો આવવાની જરૂર છે. તેમણે અનુરોધ કર્યો હતો કે, તમામ મત્સ્યોદ્યોગના અરજદારોને કેસીસી આપવામાં આવે, બાકી રહેલી અરજીઓ પર વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે અને બૅન્ક અથવા અરજદાર તરફથી પરત અરજીઓ હાથ પર લેવામાં આવે. 0%ના દરે ધિરાણ આપતી ગુજરાતની રાજ્ય યોજનાની જેમ આવી જોગવાઈ પણ મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવી જોઈએ. તેમણે એમ પણ વિનંતી કરી કે અમલીકરણને સરળ બનાવવા માટે નાના પાયે વિક્રેતાઓ અને મહિલા વિક્રેતાઓને વિક્રેતાઓ તરીકે ગણવા જોઈએ. તેમણે સૂચન કર્યું કે બૅન્કોએ આ યોજનાને પ્રોત્સાહન આપવા માટે સક્રિયપણે ભાગ લેવો જોઈએ અને કેસીસી માટે ડોર ટુ ડોર એકત્રીકરણ થવું જોઈએ.

મહારાષ્ટ્ર સરકારનાં મત્સ્યપાલન, વન અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી શ્રી સુધીર મુનગંટીવારે સાગર પરિક્રમા કાર્યક્રમની પ્રશંસા કરી હતી અને આ પહેલનું નેતૃત્વ કરવા બદલ કેન્દ્રીય મંત્રીને અભિનંદન આપ્યાં હતાં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેસીસી અરજદારોને કાળજી સાથે હાથ  ધરવા જોઈએ અને વિક્રેતાઓને પણ લોન આપવી જોઈએ, જેથી બજાર સાથે જોડાણ, ટેક્નૉલોજી અપનાવવા વગેરેની સમસ્યાઓનું સમાધાન થઈ શકે. તેમણે એવું સૂચન પણ કર્યું હતું કે આજીવિકાનાં સર્જન માટે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર)ની જોગવાઈઓ ચકાસવી જોઈએ.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003HPTY.jpg

મત્સ્યપાલન વિભાગના સચિવ ડૉ. અભિલાખ લિખીએ જણાવ્યું હતું કે મત્સ્યોદ્યોગનો ધિરાણ લક્ષ્યાંક રૂ. 25,000 કરોડ છે, તેથી ઈઝ ઑફ બિઝનેસ મહત્ત્વપૂર્ણ છે. અરજીઓના અસ્વીકારના કારણોની ચકાસણી કરવાને અગ્રતા, ઝીંગા કલ્ચર અને અન્ય સઘન પ્રવૃત્તિઓ માટે નાણાંના વ્યાપની સમીક્ષા, મહિલા વિક્રેતાઓ માટે ધિરાણ, ઘર ઘર કેસીસી અભિયાનમાં એફએએચડીનો સમાવેશ, ક્ષમતા નિર્માણ માટે ભંડોળની જરૂરિયાતો, પહોંચ, રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા સંદેશાવ્યવહાર વગેરે મુદ્દાઓને તેમણે સંબોધનમાં આવરી લીધા હતા. પશુપાલન અને ડેરી વિભાગનાં સચિવ સુશ્રી અલકા ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ભારત 'વિશ્વની ડેરી' તરીકે ઓળખાય છે અને હવે ભારતે સ્વ-નિર્ભરતાથી ઉદ્યોગ સાહસિકતા અને મૂલ્ય સંવર્ધન તરફ આગળ વધવાની જરૂર છે. મોટા લાભાર્થી આધારના કવરેજ માટે જિલ્લા અને બ્લોક સ્તરે કેસીસીની પહોંચની જરૂરિયાત અને ડીએફએસના સહયોગથી દેખરેખની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમની શરૂઆત મત્સ્યપાલન વિભાગના સંયુક્ત સચિવ (ઇનલેન્ડ ફિશરીઝ) શ્રી સાગર મેહરા દ્વારા સ્વાગત પ્રવચનથી થઈ હતી અને ઉપસ્થિત તમામ હિતધારકોને કેસીસી યોજનાનાં અમલીકરણમાં ચોક્કસ કારણો અને ખામીઓ ઓળખવા માટે તેમના મંતવ્યો, મુદ્દાઓ, પડકારો, સૂચનો, પ્રતિભાવો વહેંચવા વિનંતી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેટલાક ધોરણોને હળવા કરવાની જરૂર છે અને કેટલાક સુધારાત્મક પગલાં લેવાની જરૂર છે જેથી કેસીસી દેશભરના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતો સુધી પહોંચે. પશુપાલન અને ડેરી વિભાગનાં અધિક સચિવ સુશ્રી વર્ષા જોશીએ ડીએએચડીમાં કેસીસી પર ઉપલબ્ધિઓ અને આ ક્ષેત્ર સામેના પડકારો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વિનંતી કરી હિતધારકોએ થોડા ધોરણો હળવા કરવા જોઈએ અને જરૂરિયાત મુજબ ખેડૂતોને શિક્ષિત કરવા જોઈએ.

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી નીરજ નિગમે જણાવ્યું હતું કે નાણાકીય સર્વસમાવેશકતા હાંસલ કરવા માટે નાની લોનના ઉપાડમાં વધારો આવશ્યક છે. તેમણે વિચાર-વિમર્શ કર્યો હતો કે બૅન્કોએ આરબીઆઈ કેસીસી માર્ગદર્શિકાનું પાલન કરવાની જરૂર છે, વધુમાં, બૅન્ક કર્મચારીઓને નાણાકીય સાક્ષરતામાં તાલીમ આપવામાં આવી શકે છે અને અભિયાન આખું વર્ષ થવું જોઈએ, પ્રોસેસિંગ સમયરેખાનું પાલન કરવું જોઈએ જ્યારે બૅન્કો દ્વારા સ્થિતિ સંબંધિત માહિતી આપવી જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, મોનિટરિંગને ગંભીરતાથી લેવું જોઈએ અને તેને નીચલાં સ્તરે એટલે કે બ્લોક અને જિલ્લા સ્તરે થવું જોઈએ, જેથી રાજ્ય સ્તરે મુદ્દાઓને વધુ ઉજાગર કરી શકાય. સનાબાર્ડન સીજીએમ, ડિપાર્ટમેન્ટ ઑફ રિફાઇનાન્સ  શ્રી વી કે સિંહાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કૃષિનાં સંલગ્ન ક્ષેત્રો મુખ્ય ક્ષેત્રની જેમ જ એટલા જ મહત્વપૂર્ણ બન્યાં છે અને વાસ્તવિક સંભવિતતાને સમજવા માટે દરેક વેલ્યુ ચેઇન નોડ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નાબાર્ડ નિયમિતપણે આરઆરબીની સમીક્ષા કરે છે અને ઓન-ગ્રાઉન્ડ માહિતી મેળવવા માટે આમ કરવાનું ચાલુ રાખશે. તેમણે સૂચવ્યું કે દસ્તાવેજોથી સંબંધિત મુદ્દાઓનું પાલન કરવા માટે બૅન્કરો માટે સમાન માર્ગદર્શિકા ઉપલબ્ધ કરાવવી જોઈએ.

એસબીઆઈના એબીયુ અને જીએસએસના ચીફ જનરલ મેનેજર શ્રી શાંતનુ પેંડસીએ એસબીઆઈ દ્વારા ખેડૂતોને ઓફર કરવામાં આવતી પ્રોડક્ટ્સ વિશે ટૂંકમાં વાત કરી હતી, જેમાં મૂલ્ય શ્રુંખલામાં મૂલ્ય સંવર્ધન/પ્રોસેસિંગને ટેકો આપવા માટે નવી વિકસિત પ્રોડક્ટનો સમાવેશ થાય છે. તેમણે માહિતી આપી હતી કે ચર્ચા દરમિયાન પ્રકાશિત કરવામાં આવેલા પડકારોની યોગ્ય રીતે નોંધ લેવામાં આવી છે અને તાત્કાલિક પગલાં તરીકે કેસીસી માર્ગદર્શિકાનાં પાલન પર પુનરાવર્તન કરવા અને માલિકીના કાગળો, સિબિલ સ્કોરના આગ્રહમાં છૂટછાટ માટે એક એડવાઇઝરી જારી કરવામાં આવશે અને ગ્રાઉન્ડ ઝીરો પર વહેંચવામાં આવશે જ્યારે 1.6 લાખ સુધી કોઈ કોલેટરલ નહીં, ગૅરેન્ટર જેવાં ધોરણોનું પાલન કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રી રામ નાઇકે કેન્દ્રીય મંત્રી, એમઓએફએએચએન્ડડીનાં નેતૃત્વમાં સાગર પરિક્રમા કાર્યક્રમની પ્રશંસા કરી હતી તથા લઘુ ધિરાણ કેન્દ્રો વગેરે જેવી પ્રવૃત્તિઓ માટે સીએસઆરને સામેલ કરવા અપીલ કરી હતી.

કુલ 80,000 સહભાગીઓ ભૌતિક અને વર્ચ્યુઅલ મોડ્સ દ્વારા જોડાયા હતા; 35 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો 21,000 મત્સ્યપાલન અને મત્સ્યપાલકો સાથે 370 સ્થળોએથી જોડાયા હતા, 9000 લોકો શારીરિક રીતે અને વર્ચ્યુઅલ મોડ મારફતે જોડાયા હતા જ્યારે 50,000 એએચડી ખેડૂતો 1000 કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી)નાં માધ્યમથી જોડાયા હતા. માર્ગદર્શિકા/એસઓપી પર 7 સ્થાનિક ભાષાઓમાં આઉટડોર અભિયાન અને પ્રચાર સામગ્રીના ભાગરૂપે ડિજિટલ, ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ મીડિયા મારફતે આશરે 22 લાખ લોકો સુધી ડિજિટલ, ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ મીડિયા મારફતે સંપર્ક કરવામાં આવ્યો હતો અને મત્સ્યપાલન માટે કેસીસી સુવિધા પર વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સમાપન એનએફડીબીના સીઈ શ્રી એલ એન મૂર્તિ દ્વારા  આભારવિધિ સાથે થયું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004XIPH.jpg

CB/GP/JD

 



(Release ID: 1954707) Visitor Counter : 139