પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત-ગ્રીસનું સંયુક્ત નિવેદન
Posted On:
25 AUG 2023 11:39PM by PIB Ahmedabad
ગ્રીસના પ્રધાનમંત્રી મહામહિમ કીરિયાકોસ મિત્સોટાકિસના આમંત્રણ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 25 ઓગસ્ટ, 2023ના રોજ હેલેનિક પ્રજાસત્તાકની સત્તાવાર મુલાકાત લીધી હતી.
પ્રધાનમંત્રી મિત્સોટાકિસ અને પ્રધાનમંત્રી મોદીએ સ્વીકાર્યું હતું કે, ભારત અને ગ્રીસ ઐતિહાસિક સંબંધો ધરાવે છે અને સંમત થયા હતા કે, જ્યારે વૈશ્વિક વ્યવસ્થા અસાધારણ પરિવર્તનોમાંથી પસાર થઈ રહી છે, ત્યારે આપણા દ્વિપક્ષીય સંબંધોને વધારવા નવો ઊર્જાવંત અભિગમ જરૂરી છે.
બંને નેતાઓએ ઉષ્માસભર અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં ઉચ્ચ સ્તરીય વાટાઘાટો કરી હતી. તેમણે બંને પક્ષો દેશો વચ્ચે હાલ ચાલુ સાથસહકારની નોંધ લીધી હતી તથા પારસ્પરિક હિતનાં દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.
લાંબા ગાળાના દરિયાઈ દ્રષ્ટિકોણ સાથે બે પ્રાચીન દરિયાખેડૂ દેશોના નેતાઓ તરીકે તેઓ મુક્ત, ખુલ્લા અને નિયમ-આધારિત ભૂમધ્ય સાગર અને ભારત-પ્રશાંતનું સહિયારું વિઝન ધરાવે છે, જે દરિયાના કાયદાને સુસંગત છે, ખાસ કરીને UNCLOSની જોગવાઈને ધ્યાનમાં રાખીને તથા પારસ્પરિક શાંતિ, સ્થિરતા અને સુરક્ષાના ફાયદા મેળવવા સાર્વભૌમિકતા, પ્રાદેશિક અખંડિતતા અને નેવિગેશન કે અવરજવરની સ્વતંત્રતા માટે સંપૂર્ણ સંબંધમાં.
બંને નેતાઓએ નોંધ્યું હતું કે, યુરોપિયન યુનિયન અને ભારત દુનિયામાં સૌથી મોટું લોકશાહી માળખું અને ઉદાર બજાર ધરાવે છે તથા બંને સંમત થયા હતા કે, યુરોપિયન યુનિયન-ભારત વચ્ચેનાં સંબંધોને ગાઢ બનાવવા એ બંને પક્ષોનાં હિતમાં રહેશે તથા એની સકારાત્મક પ્રાદેશિક અને વૈશ્વિક અસર થશે. પ્રધાનમંત્રીએ સંતોષ સાથે નોંધ્યું હતું કે, ગ્રીસ અને ભારત બંનેએ તેમના સંબંધિત વિસ્તારોમાં વિવિધ પડકારો વચ્ચે પણ અસાધારણ આર્થિક ક્ષમતા પ્રદર્શિત કરી છે તથા સ્થાનિક આર્થિક વૃદ્ધિને પુનઃસ્થાપિત કરી છે. બંને પ્રધાનમંત્રીઓએ હાલ ચાલુ ભારત-યુરોપિયન યુનિયન વેપાર અને રોકાણ વાટાઘાટો માટે તેમનો મજબૂત ટેકો જાહેર કર્યો હતો તથા ભારત-યુરોપિયન યુનિયન કનેક્ટિવિટી પાર્ટનરશિપના વહેલાસર અમલીકરણ માટે તેમનો ટેકો પણ આપ્યો હતો.
બંને દેશો અને તેમના નાગરિકો વચ્ચે લાંબા ગાળાના ઉષ્માસભર અને ગાઢ સંબંધનો પાયો નાંખવા બંને નેતાઓએ ગ્રીક-ભારતીય દ્વિપક્ષીય સંબંધોને "વ્યૂહાત્મક ભાગીદારી"ના સ્તરની ઊંચાઈ પર લઈ જવાનો નિર્ણય લીધો હતો તથા રાજકીય, સુરક્ષા અને આર્થિક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સાથસહકારને વધારે ગાઢ બનાવવા કામ કરવાની સંમતિ વ્યક્ત કરી હતી. બંને પ્રધાનમંત્રીઓએ બંને દેશો વચ્ચે નાગરિકો વચ્ચેનાં સંબંધોને વધારે ગાઢ બનાવવા વિવિધ પગલાં લેવાનો નિર્ણય પણ કર્યો હતો. છેલ્લાં થોડાં વર્ષોમાં દ્વિપક્ષીય વેપાર અને આર્થિક જોડાણમાં વધારાની પ્રશંસા કરીને નેતાઓએ એવી સૂચના પણ આપી હતી કે, બંને પક્ષો વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવા કામ કરશે.
બંને નેતાઓએ સંરક્ષણ, જહાજ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સાયબર ક્ષેત્ર, શિક્ષણ, સંસ્કૃતિ, પ્રવાસન અને કૃષિના ક્ષેત્રમાં દ્વિપક્ષીય જોડાણોને વધારે ગાઢ બનાવવા માટેની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કૃષિનાં ક્ષેત્રમાં સાથસહકાર પર MOUનાં હસ્તાક્ષરની નોંધ લીધી હતી, જેમાં પારસ્પરિક લાભ માટે ક્ષેત્રીય સાથસહકારની સુવિધા આપવા કૃષિ પર હેલેનિક-ઇન્ડિયન સંયુક્ત પેટા-સમિતિની સ્થાપના સામેલ છે. બંને નેતાઓએ તેમના વરિષ્ઠ અધિકારીઓને રાજકીય, આર્થિક, સંરક્ષણ, સુરક્ષા અને જાહેર રાજદ્વારી સહિત વિવિધ ક્ષેત્રોમાં નિયમિતપણે સંવાદ સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી. તેમણે ગ્રીસ અને ભારત વચ્ચે સીધી હવાઈ સેવા કે ફ્લાઇટ શરૂ કરવા પ્રોત્સાહન આપવાની બાબતે પણ સંમતિ વ્યક્ત કરી હતી.
ભારત અને ગ્રીસ વચ્ચે લાંબા ગાળાના સાંસ્કૃતિક આદાનપ્રદાનોને ધ્યાનમાં લઈને બંને નેતાઓએ કળાનાં તમામ સ્વરૂપોમાં આદાનપ્રદાનોને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને આવકાર્યા હતા. તેમણે UNESCOની અંદર પ્રાચીન સ્થળોનું રક્ષણ અને જતન કરવા તથા સાથસહકાર વધારવાના સહિયારા પ્રયાસોને પ્રોત્સાહન આપવા પણ સંમતિ દાખવી હતી.
બંને નેતાઓ મોબિલિટી એન્ડ માઇગ્રેશન પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (MMPA)નાં અંતિમ સ્વરૂપ પર સંમત થયા હતાં, જે પારસ્પરિક લાભદાયક બનશે, ખાસ કરીને બંને દેશો વચ્ચે કામદારો કે કર્મચારીઓની નિઃશુલ્ક અવરજવરની સુવિધા આપશે.
બંને નેતાઓએએ આતંકવાદને એના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં દ્રઢતાપૂર્વક વખોડી કાઢ્યો હતો, પછી ભલે એ કોઈ પણ સ્વરૂપે, કોઈ પણ જગ્યાએ પ્રકટ થાય. આંતરરાષ્ટ્રીય આતંકવાદ માટે છહ્મ આતંકવાદનો ઉપયોગ કરવાની પણ બંને નેતાઓએ ટીકા કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA)માં ગ્રીસને આવકાર આપ્યો હતો અને આપત્તિ નિવારણ માળખા ગઠબંધન (CDRI)ના ગ્રીસનાં સભ્યપદને આગળ વધારવાની આતુરતા વ્યક્ત કરી હતી.
જી20 મંચ પર ભારતની અધ્યક્ષતાને આવકારીને પ્રધાનમંત્રી મિત્સોટાકિસે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારતનાં નેતૃત્વ હેઠળ જી20 એના લક્ષ્યાંકો તરફ સફળતાપૂર્વક આગળ વધશે.
પ્રધાનમંત્રી મોદીએ આ મુલાકાત દરમિયાન ગ્રીસના લોકો અને સરકારે આપેલા ઉષ્માસભર આવકાર આપવા માટે પ્રધાનમંત્રી મિત્સોટાકિસનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ ભારતની મુલાકાત લેવા પ્રધાનમંત્રી મિત્સોટાકિસને આમંત્રણ આપ્યું હતું.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1952609)
Visitor Counter : 180
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam