સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

જી20 ભારતનું પ્રમુખપદ


ગુજરાતનાં ગાંધીનગરમાં જી-20 આરોગ્ય મંત્રીની બેઠકનું સમાપન

જી20 સ્વાસ્થ્ય મંત્રીની બેઠકમાં ડિજિટલ સ્વાસ્થ્ય પર વૈશ્વિક પહેલનો શુભારંભ

સુશ્રી નિર્મલા સીતારમણ અને ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ભારતીય જી-20 પ્રમુખપદ હેઠળ પ્રથમ સંયુક્ત નાણાં અને સ્વાસ્થ્ય મંત્રી સ્તરીય બેઠક

આપણે જી-20 દેશો તરીકે ખાસ કરીને એલએમઆઇસી અને એલઆઇસી પર ધ્યાન કેન્દ્રિત કરીને સમાન તબીબી પ્રતિકારની સુલભતા અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા વૈશ્વિક સહયોગને મજબૂત કરવાની દિશામાં કામ કરવાની જરૂર છેઃ ડૉ. મનસુખ માંડવિયા

"આબોહવામાં પરિવર્તન એ સૌથી મોટો ખતરો છે જેનો હાલમાં માનવતા સામનો કરી રહી છે"

"વૈશ્વિક આરોગ્યના પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે કુશળતા, સંસાધનો અને વ્યૂહરચનાઓનું આદાન-પ્રદાન કરવું મહત્ત્વપૂર્ણ છે"

જી-20ના સભ્યો તરીકે સૌથી ઓછા સામાન્ય ભાજકનો લાભ લઈને "લઘુતમ વ્યવહારુ ઉત્પાદન" ઊભું કરવું એ આપણી સામૂહિક જવાબદારી છે: ડૉ. માંડવિયા

ભારતીય પ્રમુખપદ હેઠળનાં જોઇન્ટ ટાસ્ક ફોર્સે પ્રથમ વખત બહુ-વર્ષીય કાર્યયોજના અપનાવી છે અને પસંદ કરેલી મુખ્ય પ્રાદેશિક સંસ્થાઓને પણ આમંત્રિત કરી છે, જેથી ઓછી આવક ધરાવતા દેશોનો અવાજ વધે છેઃ સુશ્રી નિર્મલા સીતારામન

જ્યારે આપણે સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે આપણે વધુ મજબૂત બનીએ છીએ: ડૉ. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસ, ડાયરેક્ટર જનરલ, વિશ્વ આરોગ્ય સંસ્થા

Posted On: 19 AUG 2023 7:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સર્વસમાવેશક, મહત્ત્વાકાંક્ષી અને કાર્યલક્ષી જી20 પ્રમુખપદનાં વિઝનને અનુરૂપ જી20 સ્વાસ્થ્ય મંત્રીની બેઠક પરિણામ દસ્તાવેજનો સ્વીકાર કરવાની સાથે-સાથે ગ્લોબલ ઇનિશિયેટિવ ઑફ ડિજિટલ હેલ્થનો પ્રારંભ કરવાની સાથે સમાપ્ત થઈ, જેનો ઉદ્દેશ હેલ્થકેરમાં ભવિષ્યનાં રોકાણની અસરને વધારવા માટે પારસ્પરિક જવાબદારીને મજબૂત કરવાની સાથે-સાથે વૈશ્વિક ડિજિટલ હેલ્થ માટે વૈશ્વિક ડિજિટલ હેલ્થમાં તાજેતરના અને ભૂતકાળમાં થયેલા લાભોને મજબૂત કરવાનો છે.

આજે ગુજરાતનાં ગાંધીનગરમાં જી-20 આરોગ્ય મંત્રીની બેઠક પૂર્ણ થઈ રહી છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, "ચાલો આપણે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીએ, સહયોગને પ્રોત્સાહન આપીએ અને ડિજિટલ હેલ્થ, રિસર્ચ અને ઇનોવેશનની સંભવિતતાનો ઉપયોગ કરીએ, જેથી તમામ માટે ગુણવત્તાયુક્ત હેલ્થકેરની સમાન સુલભતા સુનિશ્ચિત કરી શકાય. આપણે બહુપક્ષીય સહકાર સુનિશ્ચિત કરવાનું અને સ્વાસ્થ્યનાં ક્ષેત્રમાં ભાગીદારીને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખવું જોઈએ. વૈશ્વિક આરોગ્યના પડકારોને અસરકારક રીતે પહોંચી વળવા કુશળતા, સંસાધનો અને વ્યૂહરચનાઓનું આદાન-પ્રદાન કરવું મહત્ત્વપૂર્ણ છે." તેમની સાથે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ)ના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવાર અને પ્રોફેસર એસ. પી. સિંહ બઘેલ પણ જોડાયા હતા.

સ્વાસ્થ્ય મંત્રીની બેઠકના બીજા દિવસે ભારતની બે જી20 સ્વાસ્થ્ય પ્રાથમિકતાઓ – સલામત, અસરકારક, ગુણવત્તા અને વાજબી તબીબી પ્રતિકારક ઉપાયો - રસી, થેરાપ્યુટિક્સ અને ડાયગ્નોસ્ટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સહકારને મજબૂત કરવા અને સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચને સહાય કરવા અને હેલ્થકેર સેવા પ્રદાનમાં સુધારો કરવા ડિજિટલ હેલ્થ ઇનોવેશન એન્ડ સોલ્યુશન્સની ઉપલબ્ધતા અને સુલભતા પર સત્રો યોજાયાં હતાં. જી-20 આરોગ્ય પ્રધાનની બેઠકના છેલ્લા દિવસે ભારતીય પ્રમુખપદ હેઠળ પ્રથમ સંયુક્ત નાણાં અને આરોગ્ય પ્રધાનસ્તરીય બેઠક પણ જોવા મળી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001WX31.jpg

ડૉ.. માંડવિયાએ તબીબી જવાબી પગલાં વિશે વાત કરતા જણાવ્યું હતું કે, "જી-20 દેશો તરીકે આપણે વૈશ્વિક સહયોગને મજબૂત કરવાની દિશામાં કામ કરવાની જરૂર છે, જેથી ખાસ કરીને એલએમઆઇસી અને એલઆઇસી પર ધ્યાન કેન્દ્રિત કરીને સમાન તબીબી પ્રતિકારક પગલાંની સુલભતા અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય."

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0025XN1.png

વૈશ્વિક સહયોગ અને ભાગીદારીનાં મહત્વ પર ભાર મૂકતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, "જી-20ના સભ્યો તરીકે સૌથી ઓછા સામાન્ય ભાજકનો લાભ લઈને "લઘુતમ વ્યવહારુ ઉત્પાદન" ઊભું કરવું એ આપણી સામૂહિક જવાબદારી છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "ભારતનાં જી-20 પ્રમુખપદે જી-7, ડબ્લ્યૂએચઓ અને જોહાનિસબર્ગ પ્રક્રિયાઓ સહિતના અન્ય મંચો સાથે જોડાણમાં આ એજન્ડાને પ્રાથમિકતા આપી હતી, જેથી "નેટવર્ક ઑફ નેટવર્ક્સ" અભિગમ અપનાવતાં વૈશ્વિક તબીબી પ્રતિરોધક સંકલન વ્યવસ્થા ઊભી કરી શકાય."

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003KMV1.png

ડૉ. માંડવિયાએ પુનરોચ્ચાર કર્યો હતો કે, "કોવિડ -19 મહામારીએ ઉજાગર કર્યું છે કે વિશ્વને કોઈપણ આરોગ્ય કટોકટીનું સંચાલન કરવા માટે, અને સમાન રીતે જરૂરિયાતમંદ લોકો માટે સમાન તબીબી પ્રતિકારક પગલાંની સુલભતા અને ઉપલબ્ધતાની સુવિધા આપવા માટે એક સંકલિત વ્યૂહરચનાની જરૂર છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે "આબોહવા ફેરફારની અસરો એ સૌથી મોટો ખતરો છે જેનો હાલમાં માનવતા સામનો કરી રહી છે અને તેની આરોગ્ય પ્રણાલીઓ પર ભારે અસર પડી રહી છે. મને એ જાણીને આનંદ થયો છે કે એશિયન ડેવલપમેન્ટ બૅન્ક આ અસરને ઘટાડવા તેમજ વૈશ્વિક આરોગ્ય પ્રણાલીનાં માળખામાં આબોહવામાં સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવા પર કામ કરવા માટે આબોહવા અને આરોગ્ય પહેલની સ્થાપના કરશે."

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004PJ24.jpg

ડો.ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે કોવિડ -19 મહામારી સામે લડવામાં રસીઓ, સારવાર અને અન્ય ઉત્પાદનો કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાલની ખામીઓ દૂર કરવી અનિવાર્ય છે, એટલે એક એવાં તંત્રની જરૂર છે, જે જીવન રક્ષક સાધનોની સુલભતાને સક્ષમ બનાવે અને કહ્યું હતું કે, "જ્યારે આપણે સાથે મળીને કામ કરીએ છીએ, ત્યારે આપણે વધુ મજબૂત બનીએ છીએ."

દિવસનાં બીજા સત્ર દરમિયાન, વિશ્વ બૅન્કનો ડિજિટલ-ઇન-હેલ્થ: અનલોકિંગ ધ વેલ્યુ ફોર એવરીવન શીર્ષક હેઠળનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તે આરોગ્ય ડેટાનાં સરળ ડિજિટાઇઝેશનથી લઈને આરોગ્ય પ્રણાલીમાં ડિજિટલ તકનીકને સંપૂર્ણ રીતે એકીકૃત કરવા સુધીની વિચારસરણીની નવી રીત રજૂ કરે છે. તે હેલ્થ ફાઇનાન્સિંગ, સર્વિસ ડિલિવરી, ડાયગ્નોસ્ટિક્સ, મેડિકલ એજ્યુકેશન, મહામારી સામેની સજ્જતા, આબોહવા અને આરોગ્ય પ્રયાસો, પોષણ અને વૃદ્ધાવસ્થામાં ડિજિટલ ટેક્નૉલોજીનો ઉપયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

પ્રથમ સંયુક્ત નાણાં અને સ્વાસ્થ્ય મંત્રીસ્તરીય બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણાં મંત્રી સુશ્રી નિર્મલા સીતારામન અને ડૉ. મનસુખ માંડવિયાએ કરી હતી. બેઠકમાં થયેલી ચર્ચા દરમિયાન નાણાં અને સ્વાસ્થ્ય મંત્રીઓએ સંયુક્ત નાણાં અને સ્વાસ્થ્ય કાર્યદળ (જેએફએચટીએફ) હેઠળ નાણાં અને સ્વાસ્થ્ય મંત્રાલયો વચ્ચે સહયોગ વધારીને મહામારીને અટકાવવા, સજ્જતા અને પ્રતિભાવ (પીપીઆર) માટે વૈશ્વિક સ્વાસ્થ્ય માળખું મજબૂત કરવાનું જાળવી રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. ટાસ્ક ફોર્સની બેઠકમાં ડૉ. માંડવિયાએ મહામારી ફંડ દ્વારા દરખાસ્તો માટે પ્રથમ કોલની જાહેરાત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "એ નોંધવું જરૂરી છે કે 75 ટકાથી વધુ પ્રોજેક્ટ્સ, જે આ પ્રારંભિક કોલમાંથી સહાય પ્રાપ્ત કરશે, તે એલઆઇસી / એલએમઆઇસી દેશોમાં સ્થિત છે. તેમણે ભવિષ્યની આરોગ્ય કટોકટી માટેના નિર્ણાયક પાઠ તરીકે ડે ઝીરો ફાઇનાન્સિંગની જરૂરિયાતને વધુમાં સ્વીકારી હતી. આ સંબંધમાં તેમણે કહ્યું હતું કે, "ડબ્લ્યૂએચઓ અને વિશ્વ બૅન્કની સાથે જી20 અને જી-7માં આ સમસ્યાનું સમાધાન કરવા માટે એક વ્યવસ્થા ઊભી કરવા માટે ચાલી રહેલા પ્રયાસોને એકરૂપ કરવાની જરૂર છે. કટોકટીના તબક્કાથી આગળ વધીને આ સહયોગને જાળવી રાખવાથી અને વિવિધ સંકલન વ્યવસ્થાઓની શોધ કરવાથી જી20 દેશો અને વ્યાપક આંતરરાષ્ટ્રીય સમુદાયને નાણાકીય અને સ્વાસ્થ્ય સંસ્થાગત સંકલન માટે મહત્વપૂર્ણ વ્યૂહરચનાઓ અને અભિગમો વિકસાવવામાં મદદ મળશે."

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005KFF2.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006V5PS.jpg

બેઠકમાં શ્રીમતી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, "ભારતીય પ્રમુખપદ હેઠળનાં ટાસ્ક ફોર્સે પ્રથમ વખત બહુ-વર્ષીય કાર્ય યોજના અપનાવી છે અને પસંદ કરેલી મુખ્ય પ્રાદેશિક સંસ્થાઓને પણ આમંત્રણ આપ્યું છે, જેથી ઓછી આવક ધરાવતા દેશોનો અવાજ વધે છે."  મંત્રીઓએ ભારતીય અધ્યક્ષતા દરમિયાન જેએફએચટીએફ દ્વારા પ્રદાન કરવામાં આવેલાં પરિણામોને આવકાર્યાં હતાં, જેમાં નીચેની બાબતો સામેલ છેઃ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ બેંક, આઇએમએફ અને યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક વચ્ચે જોડાણ મારફતે આર્થિક નબળાઈઓ અને જોખમો માટેનું માળખું (એફઇવીઆર) રચવામાં આવ્યું છે.

ડબ્લ્યૂએચઓ અને વર્લ્ડ બૅન્ક દ્વારા વિકસિત મહામારીના પ્રતિસાદ ધિરાણ વિકલ્પો અને ખામીઓના મેપિંગ પરનો અહેવાલ.

કોવિડ -19 દરમિયાન ફાઇનાન્સ હેલ્થ ઇન્સ્ટિટ્યુશનલ એરેન્જમેન્ટ્સ પરની શ્રેષ્ઠ પદ્ધતિઓ પરનો અહેવાલ.

નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) શ્રી વી.કે.પૌલ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ શ્રી સુધાંશ પંત, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના મહાનિદેશક શ્રી રાજીવ બહલ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ શ્રી લવ અગ્રવાલ તથા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં જી-20ના સભ્ય દેશો અને આમંત્રિત દેશોના આરોગ્ય મંત્રીઓ અને પ્રતિનિધિઓ તેમજ વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા.

CB/GP/JD

 

 



(Release ID: 1950505) Visitor Counter : 216


Read this release in: English , Urdu , Hindi