રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડની સુવર્ણ જયંતીની ઉજવણી કરી
Posted On:
03 AUG 2023 10:49AM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (3 ઓગસ્ટ, 2023) નવી દિલ્હીમાં નેશનલ ફેડરેશન ઑફ ધ બ્લાઇન્ડની સુવર્ણ જયંતીની ઉજવણીમાં હાજરી આપી અને સંબોધન કર્યું.
આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, વિકલાંગોને ગૌરવપૂર્ણ જીવન પ્રદાન કરવું એ સમગ્ર સમાજની જવાબદારી છે. આપણે સુનિશ્ચિત કરવું પડશે કે તેઓને યોગ્ય શિક્ષણ, રોજગારની તકો, સુલભ જાહેર સ્થળો અને સુરક્ષિત અને બહેતર જીવન મળે.
રાષ્ટ્રપતિએ દૃષ્ટિહીન લોકોને તેમની પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખવા વિનંતી કરી. તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં વિકલાંગતાને ક્યારેય જ્ઞાન પ્રાપ્ત કરવામાં અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં અવરોધ તરીકે ગણવામાં આવી નથી. તેમણે ઋષિ અષ્ટાવક્ર અને મહાન કવિ સુરદાસના ઉદાહરણો ટાંક્યા અને કહ્યું કે "આંતરદ્રષ્ટિ દૃષ્ટિ કરતાં વધુ મહત્વપૂર્ણ છે."
રાષ્ટ્રપતિએ નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઈન્ડની છેલ્લા 50 વર્ષમાં દૃષ્ટિહીન લોકોના જીવનને સુધારવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે ફેડરેશને દૃષ્ટિહીન લોકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો વિશે સમાજમાં જાગૃતિ કેળવી છે, જેનાથી સમાજ વધુ સમાવેશી બન્યો છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકાર વિવિધ પહેલો દ્વારા વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે સતત પ્રયાસો કરી રહી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ દૃષ્ટિહીન લોકોના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણના ધ્યેયને હાંસલ કરવા માટે સરકાર અને સમાજ સાથે મળીને તેના પ્રયાસો ચાલુ રાખશે.
રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો -
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1945300)
Visitor Counter : 170