સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ડૉ મનસુખ માંડવિયાએ ચંદીગઢ અને પંચકુલામાં CGHS વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું


ભારતના દરેક નાગરિકને સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવી એ સરકારની પ્રાથમિકતા છેઃ ડૉ. મનસુખ માંડવિયા

ગરીબોને અમીરો જેવી ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ વધુ પરવડે તેવી ઉપલબ્ધ હોવી જોઈએઃ ડૉ. મનસુખ માંડવિયા

CGHS શહેરોનું કવરેજ 2014માં 25 શહેરોથી 2023માં 80 શહેરો સુધી વિસ્તર્યું છે

Posted On: 09 JUN 2023 12:47PM by PIB Ahmedabad

ભારતના દરેક નાગરિકને સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવી સરકારની પ્રાથમિકતા છે. આને સુનિશ્ચિત કરવા માટે CGHS સુવિધાઓનું વિસ્તરણ સરકાર માટે લક્ષ્ય કેન્દ્રીત માટેનું ક્ષેત્ર બની ગયું છે જેથી લોકો દેશમાં જ્યાં પણ રહેતા હોય ત્યાં ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળનો ઉપયોગ કરી શકે." વાત કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ મનસુખ માંડવિયાએ કહી હતી. તેમણે ચંડીગઢ અને પંચકુલામાં સીજીએચએસ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કરતા આ વાત કહી હતી. આ પ્રસંગે ચંદીગઢના સંસદસભ્ય શ્રીમતી કિરણ ખેર અને પંચકુલાના વિધાનસભાના સભ્ય અને હરિયાણા વિધાનસભાના અધ્યક્ષની શ્રી જ્ઞાનચંદ ગુપ્તા પણ ઉપસ્થિત હતા. આ સાથે પંચકુલા CGHS સુવિધાઓ સાથેનું 80મું શહેર બન્યું છે જે સાથે શહેરના કર્મચારીઓ અને પેન્શનરોની લાંબા સમયથી માગ પૂરી થઈ છે.

ચંદીગઢ પાસે પહેલેથી 47000 નોંધાયેલા લાભાર્થીઓ સાથે CGHS વેલનેસ સેન્ટર છે. બીજુ વેલનેસ સેન્ટર શરૂ થવાથી લાભાર્થીઓને મોટી રાહત મળશે કારણ કે કાર્યભાર બે વેલનેસ સેન્ટરો વચ્ચે વિભાજિત કરવામાં આવશે અને રાહ જોવાનો સમય ઘટશે જેથી નાગરિકોને રાહત મળશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002ZD8R.jpg

ડૉ. માંડવિયાએ ભારતના નાગરિકો માટે જીવનની સરળતા સુનિશ્ચિત કરવા માટે સરકારના લક્ષ્ય પર પ્રકાશ પાડ્યો હતો. સંદર્ભમાં તેમણે કહ્યું, "પેન્શનરોને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ મેળવવા માટે સંઘર્ષ ન કરવો પડે તે માટે બિલિંગ અને રિઈમ્બર્સમેન્ટ સાયકલ પહેલાથી ભૂતકાળની સરખામણીએ ખૂબ સરળ બનાવી દેવામાં આવી છે. તેને આગળ જતાં વધુ ઝડપી અને સરળ બનાવાશે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "CGHS ટેક્નોલોજીને નેશનલ હેલ્થ ઓથોરિટી સાથે સંકલિત કરવામાં આવી છે, અને ભારતના 100 શહેરોમાં ટૂંક સમયમાં CGHS વિસ્તરણ કરવાના અમારા ઉદ્દેશ્ય સાથે, ભારતમાં સારી ગુણવત્તાની આરોગ્યસંભાળ માટે લોકોની પહોંચની માત્રા વધશે." મોદી સરકારના ગરીબ તરફી અભિગમ પર લક્ષ્ય કેન્દ્રીત કરતાં, તેમણે વધુમાં કહ્યું કે, "ગરીબોને પરવડે તેવી અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળની સમાન પહોંચ મળે તેની ખાતરી કરવી મોદી સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે, જે આયુષ્માન ભારતની સફળતાના પુરાવા છે."

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003VMF4.jpg

બે વેલનેસ સેન્ટર ખોલવાથી માત્ર ચંદીગઢ-પંચકુલા-મોહાલી ટ્રાઇસીટી વિસ્તારમાં નહીં, પરંતુ પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના નજીકના વિસ્તારોમાં રહેતા પેન્શનરોને પડતી મુશ્કેલીઓને દૂર કરવામાં ઘણી મદદ મળશે.

આ સાથે, CGHS સુવિધા ધરાવતા શહેરોની સંખ્યા 2014માં 25 શહેરોથી વધીને 2023માં 80 શહેરોની થઈ છે.

YP/GP/NP

 


(Release ID: 1930986) Visitor Counter : 209