કાપડ મંત્રાલય

સ્થિરતા માટે ટેક્સટાઇલ્સ ક્ષેત્રમાં પર્યાવરણ, સામાજિક અને શાસન માટેનું ટાસ્ક ફોર્સ ટૂંક સમયમાં સમર્પિતઃ શ્રી ગોયલ


કાપડ મંત્રાલયે ગુજરાતમાં 'સૌરાષ્ટ્ર તમિલ સંગમમ્‌' અને ચિંતન શિબિરનું આયોજન કર્યું

હાથવણાટ અને હસ્તકળાને સમર્પિત ટેક્સટાઇલ મંત્રાલયની ઇ-કોમર્સ વેબસાઇટનું સોફ્ટ લોન્ચિંગ

Posted On: 22 APR 2023 7:30PM by PIB Ahmedabad

આજે ગુજરાતનાં રાજકોટમાં ટેક્સટાઇલ્સ મંત્રાલયની હાથવણાટ અને હસ્તકળાને સમર્પિત ઇ-કોમર્સ વેબસાઇટનાં સોફ્ટ લોન્ચિંગ દરમિયાન કેન્દ્રીય ટેક્સટાઇલ્સ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ્સ ક્ષેત્રમાં ઇએસજી (પર્યાવરણીય, સામાજિક અને શાસન) ટાસ્ક ફોર્સની રચના ભારતની સ્થિરતા પ્રત્યેની કટિબદ્ધતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. આ કાર્યક્રમ 'સૌરાષ્ટ્ર તમિલ સંગમમ્‌'નો ભાગ હતો જેમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ભાગ લીધો હતો.

સોમનાથ અને રાજકોટમાં બે દિવસના કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રીએ ચિંતન શિબિરમાં હાજરી આપી હતી જેમાં કાપડ મંત્રાલયના અધિકારીઓ સાથે આ ક્ષેત્રનાં વિવિધ પાસાઓ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શ્રી ગોયલે જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ ક્ષેત્રને વધારે વાઇબ્રન્ટ બનાવવા માટે ફળદાયી ચર્ચાઓ થઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, કેટલાંક ઉત્પાદકો અને નિકાસકારો પર્યાવરણીય, સામાજિક અને શાસન (ઇએસજી) અનુપાલન પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા પર બમણું મૂલ્ય સુનિશ્ચિત કરે છે. વધુ ઉત્પાદકો અને નિકાસકારો માટે આ પ્રમાણપત્ર સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તેમણે વર્ષ ૨૦૩૦ સુધીમાં ટેક્સટાઇલ ક્ષેત્ર માટે ૧૦૦ અબજ ડૉલરના નિકાસ લક્ષ્યાંક અને ૨૦૩૦ સુધીમાં ટેક્સટાઇલ ક્ષેત્ર માટે એકંદરે ૨૫૦ અબજ ડૉલરના લક્ષ્યાંક વિશે પણ વાત કરી હતી.

તેમણે કહ્યું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પાંચ પ્રતિબદ્ધતાઓમાં એ પણ સામેલ છે કે આપણે આત્મવિશ્વાસ સાથે પ્રગતિ કરવા માટે આપણાં મૂળમાં પાછા જવું પડશે.  તેમણે જણાવ્યું હતું કે, તમિલનાડુ અને ગુજરાત બંને ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલાં છે, પણ મજબૂત પરંપરાગત અને આધુનિક ટેક્સટાઇલ ક્ષેત્ર હોવાને કારણે પણ તેઓ એકબીજા સાથે જોડાયેલાં છે.

તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રીની 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'માં તેમની દ્રઢ માન્યતાને કારણે ગુજરાતમાં 'સૌરાષ્ટ્ર તમિલ સંગમમ્‌'નું આયોજન થઈ રહ્યું છે. તમિલનાડુથી મોટી સંખ્યામાં મહિલાઓ રાજ્યમાં પહોંચી હતી. તેમણે કહ્યું કે તેમણે તેમની સાથે વાતચીત કરી અને જોયું કે તેઓ ઉત્સાહિત અને આનંદિત છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તે દર્શાવે છે કે આપણા દેશનો સાંસ્કૃતિક વારસો એકતામાં છે. તેમણે કહ્યું હતું કે, 'સૌરાષ્ટ્ર તામિલ સંગમમ્‌' ભારતને એક કરવાનો પ્રયાસ છે.

શ્રી ગોયલે જણાવ્યું હતું કે, બે દિવસની ચિંતન શિબિરમાં ટેક્સટાઇલ ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ વિષયો જેવા કે ટેકનિકલ ટેક્સટાઇલ, કોટન ટેક્સટાઇલ, ટકાઉપણું, ખેડૂતોનું ઉત્પાદન કેવી રીતે વધારવું અને કેવી રીતે વધુ સારું ઉત્પાદન કરવું, કપાસનું શ્રેષ્ઠ બ્રાન્ડિંગ કેવી રીતે કરવું તેની ચર્ચા થઈ હતી.

માનનીય ટેક્સટાઇલ મંત્રીની અધ્યક્ષતામાં 14થી 15 ડિસેમ્બર દરમિયાન વારાણસીમાં કાશી તમિલ સંગમમ્‌નાં નેજા હેઠળ આયોજિત 'ટેક્સટાઇલ્સ કૉન્ક્લેવ' દરમિયાન એમએમએફ વેલ્યુ ચેઇનનાં વિકાસ અને વિસ્તરણ સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચાવિચારણા અને ભલામણ કરવા માટે એક અનૌપચારિક સંસ્થા ટેક્સટાઇલ સલાહકાર જૂથ (ટીએજી)ની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તદનુસાર, એમએમએફ પર આ જૂથની રચના ટેક્સટાઇલ મંત્રાલયના 17 જાન્યુઆરી, 2023ના ઓએમ દ્વારા કરવામાં આવી હતી.

ટીએજીમાં એમએમએફ વેલ્યુ ચેઇનના હિતધારકોનો સમાવેશ થાય છે, જેમાં સામેલ છેઃ

o એસોસિએશન ઑફ સિન્થેટિક ફાઇબર ઇન્ડસ્ટ્રી (એએસએફઆઇ), એસોસિયેશન ઑફ મેન-મેડ ફાઇબર ઇન્ડસ્ટ્રી ઑફ ઇન્ડિયા (એએમએફઆઇએલ), કેમિકલ્સ એન્ડ પેટ્રો કેમિકલ્સ મેન્યુફેક્ચર્સ એસોસિએશન (સીપીએમએ) સહિતના ઔદ્યોગિક સંગઠનો

o સધર્ન ઇન્ડિયા મિલ્સ એસોસિયેશન (એસ.આઇ.એમ.એ.), ઇન્ડિયન સ્પિનર્સ એસોસિયેશન (એસ.આઇ.એમ.એ.) સહિત વપરાશકર્તા ઉદ્યોગના પ્રતિનિધિઓ

o ટેક્સ્ટાઇલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, જેમાં સિન્થેટિક અને રેયોન ટેક્સટાઇલ્સ એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (એસઆરટીઇપીસી) અને એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (એઇપીસી) સામેલ છે.

o અગ્રણી સ્થાનિક ઉત્પાદકો/નિકાસકારો અને વપરાશકર્તાઓ તથા સરકારી મંત્રાલયો/વિભાગોના પ્રતિનિધિઓ

એમએમએફ પર ટીએજીની પ્રથમ બેઠક 14 ફેબ્રુઆરી, 2023ના રોજ માનનીય ટેક્સટાઇલ મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

એમએમએફ પરના ટીએજીમાં ઉદ્યોગના હિતધારકોની ચિંતાઓ પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો, જેમાં નીચેની બાબતો સામેલ છેઃ

    • વિસ્કોઝ સ્ટેપલ ફાઇબર (વીએસએફ) પર એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી (એડીડી)
    • સસ્તી અને બિન-આવશ્યક આયાતને અંકુશમાં લેવા પોલિએસ્ટર વેલ્યુ ચેઇન એટલે કે પ્યોરિફાઇડ ટેરેપ્થાલિક એસિડ (પીટીએ), મોનોઇથિલિન ગ્લાયકોલ (એમઇજી), પોલિએસ્ટર ફાઇબર અને યાર્ન માટે ક્યુસીઓનો અમલ
    • મેનમેડ ફાઇબરની કિંમત

ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2022-23માં ભારતના એમએમએફ આધારિત ટેક્સટાઇલ્સ અને એપેરલ્સની કુલ નિકાસ 8,465 મિલિયન ડૉલર હતી અને તેણે અગાઉનાં નાણાકીય વર્ષની સરખામણીએ (-) 11 ટકાનો ડી-ગ્રોથ દર્શાવ્યો હતો.

 

મેન-મેડ ફાઇબર્સ/એમએમએફ ઉત્પાદનોની ભારતની નિકાસ (મિલિયન અમેરિકી ડૉલર)

વસ્તુ

2019-20

2020-21

2021-22

2020-21માં ફેરફાર %

2021-22માં હિસ્સો

એપ્રિલ-માર્ચ 2021-22

એપ્રિલ-માર્ચ 2022-23 (*)

એપ્રિલ-માર્ચ 2022-23માં ફેરફાર %

() મેનમેડ સ્ટેપલ ફાઇબર

503

373

680

82%

2%

680

463

-32%

 

(બી) મેનમેડ યાર્ન, ફેબ્રિક્સ, મેડ-અપ્સ

4,821

3,806

5,615

48%

13%

5,615

4,949

-12%

 

(સી=+બી)

મેનમેડ સ્ટેપલ ફાઇબર, યાર્ન, ફેબ્રિક્સ અને મેડ-અપ્સ  

5,324

4,180

6,294

51%

14%

6,294

5,411

-14%

 

(ડી) એમએમએફ એપેરલ (આરએમજી)

3,506

2,632

3,263

24%

7%

3,263

3,054

-6%

 

કુલ એમએમએફ આધારિત T&A નિકાસ (સી+ડી)

8,830

6,811

9,557

40%

22%

9,557

8,465

-11%

 

હસ્તકળા સહિત ટીએન્ડએની કુલ નિકાસ

35,177

31,585

44,435

41%

 

44,435

35,864

-19%

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સ્ત્રોત: ડીજીસીઆઈ એન્ડ એસ ((*) ડેટા પ્રોવિઝનલ)

 

  1. ગુજરાત અને તમિલનાડુમાં ટેક્સટાઇલ્સ અને એપેરલની નિકાસની સ્થિતિ

હસ્તકળા સહિત ટીએન્ડએની નિકાસ (અબજ અમેરિકી ડૉલર)

રાજ્ય

2019-20

2020-21

2021-22

2022-23(ફેબ્રુઆરી સુધી)

ગુજરાત

5.1

5.1

7.4

4.5

તમિલનાડુ

7.0

6.2

8.7

7.4

સ્ત્રોત: ડીજીસીઆઈએસ, પ્રોવિઝનલ

ગુજરાતના કાપડ ઉદ્યોગની ઝાંખી

  • ગુજરાત રાજ્યએ પોતાની જાતને "ભારતના ટેક્સટાઇલ સ્ટેટ" તરીકે પ્રસ્થાપિત કરી છે. નાણાકીય વર્ષ 2021-22માં ગુજરાતની કાપડ અને વસ્ત્રો (ટીએન્ડએ)ની નિકાસ 7.36 અબજ ડૉલર હતી અને અગાઉનાં વર્ષની (2020-21માં 5.08 અબજ ડૉલર )સરખામણીએ 45 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે.
  • ગુજરાતમાં કાચા માલની ઉપલબ્ધતાથી શરૂ કરીને, યાર્નનું ઉત્પાદન, કાપડનું ઉત્પાદન, એપરલ અને મેડ-અપ્સ ઉત્પાદન એકમો સુધીની સંપૂર્ણ ટેક્સટાઇલ્સ એન્ડ એપેરલ (ટીએન્ડએ) વેલ્યુ ચેઇનની હાજરી છે.
  • ભારતના મિલ સેક્ટરના ફેબ્રિકનાં ઉત્પાદનનો લગભગ ૩૦ ટકા હિસ્સો ગુજરાતમાંથી આવે છે. ગુજરાતમાં પણ નોંધપાત્ર સંખ્યામાં મધ્યમ અને મોટા કાપડ પ્રોસેસિંગ હાઉસ છે.
  •  

તમિલનાડુના કાપડ ઉદ્યોગની ઝાંખી

  • નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતમાંથી હસ્તશિલ્પ સહિત કુલ ટીએન્ડએ નિકાસમાં તમિલનાડુનો હિસ્સો 20 ટકા છે.
  • તમિલનાડુથી આરએમજી નિકાસ નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતમાંથી હસ્તશિલ્પ સહિત કુલ ટીએન્ડએ નિકાસના લગભગ 33 ટકા હિસ્સો ધરાવે છે.
  • તમિલનાડુથી કોટન ટેક્સટાઇલની નિકાસ નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતમાંથી હસ્તકળા સહિત કુલ ટીએન્ડએ નિકાસમાં આશરે 17 ટકા હિસ્સો ધરાવે છે.
  • તામિલનાડુથી આરએમજી નિકાસ નાણાકીય વર્ષ 20-21ની સરખામણીએ નાણાકીય વર્ષ 21-22માં 34 ટકા વધી છે.
  • નાણાકીય વર્ષ 2021-22ના નિકાસ ડેટા મુજબ તમિલનાડુથી હસ્તકળા સહિત ટીએન્ડએની કુલ નિકાસમાં આરએમજી નિકાસનો હિસ્સો આશરે 61 ટકા છે.
  1.  QCOs ની સ્થિતિ
  • વિસ્કોઝ સ્ટેપલ ફાઇબર (વીએસએફ) પર QCO 29 માર્ચ, 2023થી અમલમાં આવ્યા
  • પોલિએસ્ટર સ્ટેપલ ફાઇબર્સ (પીએસએફ) પર QCO 3 એપ્રિલ, 2023થી અમલમાં આવ્યું છે
  • પોલિએસ્ટર કન્ટિન્યુઅસ ફિલામેન્ટ ફુલ્લી ડ્રોન યાર્ન (આઇએસ:17261:2022), પોલિએસ્ટર પાર્શિયલી ઓરિયેન્ટેડ યાર્ન્સ (આઇએસ: 17262:2022), પોલિએસ્ટર ઇન્ડસ્ટ્રિયલ યાર્ન (17264:2022) અને 100 ટકા પોલિએસ્ટર સ્પર્ન ગ્રે એન્ડ વ્હાઇટ યાર્ન (આઇએસ:17265:2022) પર ક્યુસીઓની અમલબજવણી તારીખ 3 મહિના એટલે કે 3 જુલાઇ 2023 સુધી લંબાવવામાં આવી હતી.
  • પીટીએ- ટેરેફ્થાલિક એસિડ અને એમઇજી-ઇથિલિન ગ્લાયકોલ પર ક્યુસીઓની અમલબજવણીની તારીખ અનુક્રમે 22 જૂન, 2023 અને 28 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.
  • 19 જીઓ ટેક્સટાઇલ્સ અને 12 પ્રોટેક્ટિવ ટેક્સટાઇલ્સ સહિત ટેકનિકલ ટેક્સટાઇલ્સની 31 આઇટમ્સ માટે ક્યુસીઓને 10 એપ્રિલ, 2023ના રોજ ગેઝેટ ઑફ ઇન્ડિયામાં નોટિફાઇડ કરવામાં આવ્યા છે. ક્યૂસીઓ સત્તાવાર ગેઝેટમાં તેનાં પ્રકાશનના ૧૮૦ દિવસ પર અમલમાં આવશે.

ટેકનિકલ ટેક્સટાઇલ્સ પરની બેઠક દરમિયાન થયેલી ચર્ચા મુજબ આગળનો રસ્તો

  1. સંશોધન અને નવીનતા – ટેકનિકલ ટેક્સટાઇલ્સ/ સ્થાયી ઉત્પાદનો વિકસાવવામાં ગુણવત્તાયુક્ત સંશોધન દરખાસ્તોની જરૂર છે–/પદ્ધતિઓ જરૂરી - એનટીટીએમમાં ઉપલબ્ધ ભંડોળ
  2. કૌશલ્ય વિકાસ – ઉદ્યોગો સમર્થ અને એનટીટીએમનો લાભ લે. નવાં ક્ષેત્રોમાં કૌશલ્યની જરૂરિયાતોની ઓળખ
  3. ટેક્સટાઇલ મશીનરીનો સ્વદેશી વિકાસ - મોટી આયાત, સ્વદેશીકરણની જરૂર
  4. ક્વોલિટી- ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર્સ એ સમયની માગ છે, ઉદ્યોગે અપનાવવા માટે.
  5. માગનું સર્જન – લાઇન મંત્રાલયો દ્વારા ઉત્પાદનોનું સંચાલન દા.ત. જાહેર ઇમારતોમાં ફાયર રેઝિસ્ટન્ટ (એફઆર)
  6. પરંપરાગત ટેક્સટાઇલ ઉદ્યોગને ટેકનિકલ ટેક્સટાઇલમાં પરિવર્તિત કરવા ટેક્સટાઇલ ક્લસ્ટર્સ પર તાલીમ કાર્યક્રમ.

YP/GP/JD



(Release ID: 1918849) Visitor Counter : 195