નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના વધારાના હપ્તા અને પેન્શનરોને મોંઘવારી રાહત, 01.01.2023થી મળવાની મંજૂરી આપી

प्रविष्टि तिथि: 24 MAR 2023 9:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે 01.01.2023થી કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને મોંઘવારી રાહતનો વધારાનો હપ્તો જાહેર કરવાની મંજૂરી આપી છે. વધારાના હપ્તા ભાવ વધારા સામે વળતર આપવા માટે, મૂળભૂત પગાર/પેન્શનના 38%ના વર્તમાન દર કરતાં 4%નો વધારો દર્શાવે છે.

 મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંનેના કારણે તિજોરી પર સંયુક્ત અસર વાર્ષિક રૂ. 12,815.60 કરોડ થશે.

તેનાથી કેન્દ્ર સરકારના લગભગ 47.58 લાખ કર્મચારીઓ અને 69.76 લાખ પેન્શનરોને ફાયદો થશે.

આ વધારો સ્વીકૃત ફોર્મ્યુલર અનુસાર છે જે 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે.

GP/JD


(रिलीज़ आईडी: 1910548) आगंतुक पटल : 537
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Odia , Malayalam