પર્યાવરણ અને વન મંત્રાલય
ભારતમાં કાર્બન સ્ટોક 79.4 મિલિયન ટન વધ્યો
Posted On:
23 MAR 2023 3:08PM by PIB Ahmedabad
વૃક્ષ દ્વારા કાર્બન સિક્વેસ્ટ્રેસનનું પ્રમાણ વૃક્ષોની પ્રજાતિઓ સહિત વિવિધ પર્યાવરણીય અને ભૌતિક પરિબળો પર આધારિત છે. ઈન્ડિયા સ્ટેટ ઑફ ધ ફોરેસ્ટ રિપોર્ટ (ISFR) 2021 મુજબ, જંગલમાં કુલ કાર્બન સ્ટોક 7,204 મિલિયન ટન હોવાનો અંદાજ છે જેમાં 529.47 મિલિયન ટન કાર્બન સ્ટોકનો સમાવેશ થાય છે. 2019ના છેલ્લા મૂલ્યાંકનની સરખામણીમાં દેશના કાર્બન સ્ટોકમાં 79.4 મિલિયન ટનનો વધારો થયો છે. વાર્ષિક વધારો 39.7 મિલિયન ટન છે, જે 145.6 મિલિયન ટન CO2eq છે.
ભારત યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC)નો પક્ષ છે. પેરિસ કરારની નેશનલી ડેઝિગ્નેટેડ ઓથોરિટી ફોર ઈમ્પ્લીમેન્ટેશન ઓફ આર્ટિકલ 6 (NDAIAPA)અમલીકરણ માટે સૂચિત કરવામાં આવ્યું છે જે કાર્બન ટ્રેડિંગ માટે પેરિસ કરારની કલમ 6 હેઠળ પ્રોજેક્ટની મંજૂરી માટે આદેશ ધરાવે છે. ઉપરાંત, ભારતીય કાર્બન માર્કેટ (ICM)ની કલ્પના કરવામાં આવી છે જે અન્ય બાબતોની સાથે-સાથે ઓફસેટ મિકેનિઝમ ધરાવશે. ઓફસેટ મિકેનિઝમ હેઠળ, ખેડૂતો અને ગ્રામ પંચાયતો સહિતની સંસ્થાઓ દ્વારા કાર્બન ક્રેડિટ જનરેટ કરી શકાય અને વેચી શકાય છે.
આ માહિતી પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી શ્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.
GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1909920)
Visitor Counter : 223