પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય

પ્રધાનમંત્રીએ ગ્રીન એનર્જી સેક્ટરમાં વિવિધ મુખ્ય પહેલનો શુભારંભ કરાવ્યો એ સાથે જ ઇન્ડિયા એનર્જી વીક 2023નો પ્રારંભ થયો


IEW એ 'અમૃત કાલ'નાં ભારતનાં સ્વપ્નો અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે, 21મી સદીનાં વૈશ્વિક અર્થતંત્રમાં 'વિશ્વગુરુ' તરીકેની ભારતની ભૂમિકા પર પણ ભાર મૂકે છેઃ શ્રી હરદીપ એસ. પુરી

આઈઈડબ્લ્યુ ઊર્જા સુલભતા, પરવડે તેવી ક્ષમતા અને ઉપલબ્ધતાના ચતુષ્કોણ વિકલ્પોમાંથી મુશ્કેલ પસંદગી કરવાની મૂઝવણ હલ કરવાના ઉકેલો ઘડશે, જેમાં સુરક્ષા તેનાં કેન્દ્રમાં હશેઃ શ્રી હરદીપ એસ. પુરી

"અમે ઊર્જા કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું છે, જૈવિક બળતણ અને હાઇડ્રોજન સહિતનાં ભવિષ્યનાં ઇંધણ પર ગતિ આપી રહ્યા છીએ, અને રિન્યુએબલ ઊર્જાનો ઉપયોગ વધારી રહ્યા છીએ": શ્રી હરદીપ એસ. પુરી

Posted On: 06 FEB 2023 6:54PM by PIB Ahmedabad

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને આવાસ બાબતોના મંત્રી શ્રી હરદીપ એસ પુરીએ જણાવ્યું હતું કે, "ભારત ઊર્જા સપ્તાહનું નિર્માણ ઊર્જા સુરક્ષા, વાજબીપણું અને પોતાના નાગરિકોની સુલભતા સુનિશ્ચિત કરીને વૈશ્વિક ઊર્જા ગમનમાં ભારતની ભૂમિકા માટે પ્રધાનમંત્રી મોદીનાં લાંબા ગાળાનાં વિઝનમાંથી થયું છે." 6થી 8 ફેબ્રુઆરી, 2023 સુધી બેંગલુરુમાં આયોજિત ઇન્ડિયા એનર્જી વીક (આઇઇડબલ્યુ) 2023ના ઉદ્‌ઘાટન સમારંભમાં તેમણે પ્રારંભિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે, તે 'અમૃત કાલ'નાં ભારતનાં સ્વપ્નો અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે, ત્યારે 'વસુધૈવ કુટુમ્બકમ્‌'ના આદર્શોને અનુસરીને 'વિશ્વગુરુ' તરીકે 21મી સદીનાં વૈશ્વિક અર્થતંત્રમાં તેની ભૂમિકાને પણ રેખાંકિત કરે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં ભારત ઊર્જા સપ્તાહ (આઇઇડબલ્યુ) 2023નું ઉદ્‌ઘાટન કર્યું હતું

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી વીક (આઇઇડબલ્યુ) 2023નું ઉદ્‌ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઇન્ડિયન ઓઇલની 'અનબોટલ્ડ' પહેલ હેઠળ ગણવેશનો શુભારંભ કરાવ્યો હતો. આ ગણવેશ રિસાયકલ પીઇટી બોટલમાંથી બનાવવામાં આવે છે. તેમણે ઇન્ડિયન ઓઇલની ઇન્ડોર સોલર કૂકિંગ સિસ્ટમનાં ટ્વિન-કૂકટોપ મૉડલને પણ સમર્પિત કર્યું હતું અને તેનાં વ્યાવસાયિક આરંભને લીલી ઝંડી આપી હતી.

ત્યારબાદ આજે પ્રધાનમંત્રીએ ઇથેનોલનાં મિશ્રણની રૂપરેખાને અનુરૂપ 11 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની ઓઇલ માર્કેટિંગ કંપનીઓનાં 84 રિટેલ આઉટલેટ્સ પર ઇ20 ઇંધણનો શુભારંભ પણ કર્યો હતો. તેમણે ગ્રીન મોબિલિટી રેલીને પણ લીલી ઝંડી આપી હતી, જેમાં ગ્રીન એનર્જી સ્ત્રોતો પર દોડતા વાહનો ભાગ લેશે અને ગ્રીન ઇંધણ માટે લોકોમાં જાગૃતિ લાવવામાં મદદ કરશે.

આ પ્રસંગે પેટ્રોલિયમ મંત્રી શ્રી હરદીપ એસ પુરી ઉપરાંત કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત, કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્મઈ અને કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી શ્રી રામેશ્વર તેલી સહિત અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0028D1J.jpg

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી મંત્રી શ્રી હરદીપ એસ. પુરીએ ઇન્ડિયા એનર્જી વીક 2023ના ઉદ્‌ઘાટન પ્રસંગે ઉદ્‌ઘાટન સમારંભને સંબોધન કર્યું હતું.

વર્તમાન વૈશ્વિક ઊર્જા સંદર્ભમાં આ ઇવેન્ટનાં મહત્વને સ્વીકારતા શ્રી હરદીપ એસ પુરીએ નોંધ્યું હતું કે, "આઇઇડબલ્યુ 2023 વૈશ્વિક ઊર્જા પરિદ્રશ્યમાં મહત્વપૂર્ણ સ્થિતિમાં આવે છે અને તે ઊર્જા સુલભતા, વાજબીપણું અને તેનાં કેન્દ્રમાં સુરક્ષા સાથે ઉપલબ્ધતાના વૈશ્વિક ઊર્જા ચતુષ્કોણ વિકલ્પોમાંથી મુશ્કેલ પસંદગી કરવાની મૂઝવણ હલ કરવા માટેના ઉકેલો તૈયાર કરશે અને ભવિષ્યના વૈશ્વિક ઊર્જા સંક્રાંતિ માટે ઉકેલો તૈયાર કરશે." તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષની થીમ 'ગ્રોથ કોલોબરેશન ટ્રાન્ઝિશન' ખૂબ જ યોગ્ય છે કારણ કે તે આપણા માટે સહયોગ અને સાથે મળીને વિકાસ કરવાની જરૂરિયાતને રેખાંકિત કરે છે.

પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત ઓઇલ અને ગેસનાં મહત્ત્વ પર ભાર મૂકવાનું ચાલુ રાખે છે, છતાં આબોહવામાં પરિવર્તનનાં શમનના લક્ષ્યાંકો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા યથાવત્ છે. દેશે એક ઊર્જા એજન્ડા બનાવ્યો છે જે સમાવિષ્ટ, બજાર-આધારિત અને આબોહવા - સંવેદનશીલ છે. તેમણે નોંધ્યું હતું કે ભારતે ૨૦૭૦ સુધીમાં ઉત્સર્જનમાં ચોખ્ખા શૂન્ય બનવાનું અને ૨૦૩૦ના અંત સુધીમાં ઉત્સર્જનમાં ૧ અબજ ટનનો ઘટાડો કરવાનું વચન આપી જ દીધું છે. પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર હોવા છતાં અને વિશ્વની 17 ટકા વસતીનું ઘર હોવા છતાં પણ વૈશ્વિક ઉત્સર્જનમાં (1890થી) ભારતનું ઐતિહાસિક પ્રદાન આશરે 4 ટકા હોવા છતાં અને ભારતનું માથાદીઠ ઉત્સર્જન જી-20 દેશોમાં સૌથી નીચું અને વૈશ્વિક સરેરાશના લગભગ અડધા હિસ્સાનું હોવા છતાં આ પ્રતિબદ્ધતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

"અમે ઊર્જા કાર્યક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જૈવિક બળતણ અને હાઇડ્રોજન સહિતનાં ભવિષ્યનાં બળતણ પર ગતિ આપી રહ્યા છીએ, અને નવીનીકરણીય ઊર્જાનો ઉપયોગ વધારવા વગેરે પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તે જ સમયે, અમે સ્થાનિક સંશોધન અને પરંપરાગત હાઇડ્રોકાર્બનનાં ઉત્પાદનમાં વધારો કરવા માટે પરિવર્તનશીલ પગલાં લઈ રહ્યા છીએ." એમ શ્રી હરદીપ એસ પુરીએ ઉમેર્યું હતું.

ઇન્ડિયન ઓઇલની 'અનબોટલ્ડ' પહેલ વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, "સિંગલ યુઝ પ્લાસ્ટિક આઇટમ્સને તબક્કાવાર દૂર કરવા માટે માનનીય પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલાં આહ્વાનને અનુરૂપ અમે દર વર્ષે 100 મિલિયન પીઇટી બોટલનો પુનઃઉપયોગ અને રિસાયકલ કરવા માટે વિશ્વમાં સૌથી મોટી પહેલ શરૂ કરી રહ્યા છીએ." તેમણે જણાવ્યું હતું કે, આ બાબત પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી વૈશ્વિક પહેલ 'લાઇફસ્ટાઇલ ફોર ધ એન્વાયર્નમેન્ટ (LiFE) અભિયાન સાથે પણ પ્રતિબિંબિત થાય છે. પીઇટીની બોટલો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી)નાં અગ્ર હરોળનાં કામદારો, સશસ્ત્ર દળો માટે નોન-કોમ્બેટ યુનિફોર્મ અને અન્ય સંસ્થાઓ અને રિટેલ વેચાણ માટે માટે કાપડમાં પરિવર્તિત થશે, એમ તેમણે માહિતી આપી હતી.

શ્રી હરદીપ એસ પુરીએ વધુમાં ઉમેર્યું હતું કે, કેન્દ્રીય અંદાજપત્ર 2023માં ઊર્જા સંક્રાંતિ અને ચોખ્ખા શૂન્ય ઉદ્દેશો અને ઊર્જા સુરક્ષા માટે પ્રાથમિકતા ધરાવતાં મૂડી રોકાણો માટે રૂ. 35,000 કરોડની ફાળવણી સાથે "ગ્રીન ગ્રોથ"ને એક મુખ્ય બાબત તરીકે પ્રતિબિંબિત કરવામાં આવી છે તથા પરિણામોને વેગ આપવા માટે નોંધપાત્ર નીતિગત ફેરફારો કરવામાં આવ્યા છે.

ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીશ્રીએ તેમનાં સમાપન વક્તવ્યમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આઇઇડબલ્યુ તમામ માટે એક અજોડ વૈશ્વિક નેટવર્કિંગ પ્લેટફોર્મ પૂરું પાડશે, જેમાં મુખ્ય પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવશે અને ઊર્જા ક્ષેત્રમાં નવી ભાગીદારીનું નિર્માણ કરવામાં આવશે.

"ભારત ઊર્જા સપ્તાહ 2023નો ઉદ‌ઘાટન કાર્યક્રમ" નિહાળવા માટે નીચેની લિંક પર ક્લિક કરો- https://www.youtube.com/live/Ir2nYBuuVnQ?feature=share

YP/GP/JD

 



(Release ID: 1896777) Visitor Counter : 160


Read this release in: English , Hindi , Assamese , Kannada