નાણા મંત્રાલય
કેન્દ્રીય બજેટ 2023-24નો અંતિમ તબક્કો હલવા સમારોહ સાથે શરૂ થયો
Posted On:
26 JAN 2023 3:47PM by PIB Ahmedabad
કેન્દ્રીય બજેટ 2023-24 માટે બજેટ તૈયારી પ્રક્રિયાના અંતિમ તબક્કાને ચિહ્નિત કરતો હલવા સમારોહ, આજે બપોરે કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રીઓ શ્રી પંકજ ચૌધરી અને ડૉ. ભાગવત કિસનરાવ કરાડની હાજરીમાં નોર્થ બ્લોકમાં યોજાયો હતો.
બજેટની તૈયારીની "લોક-ઇન" પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં દર વર્ષે પરંપરાગત હલવા સમારંભ યોજવામાં આવે છે.
અગાઉના બે કેન્દ્રીય બજેટની જેમ, કેન્દ્રીય બજેટ 2023-24 પણ પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે. 1લી ફેબ્રુઆરી, 2023ના રોજ કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ થવાનું છે.
બંધારણ દ્વારા નિર્ધારિત વાર્ષિક નાણાકીય નિવેદન (સામાન્ય રીતે બજેટ તરીકે ઓળખાય છે), ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ (ડીજી), ફાયનાન્સ બિલ વગેરે સહિત તમામ 14 કેન્દ્રીય બજેટ દસ્તાવેજો, "યુનિયન બજેટ મોબાઇલ એપ્લિકેશન" પર ઉપલબ્ધ રહેશે જેથી મુશ્કેલી-મુક્ત ડિજિટલ સુવિધાના સરળ સ્વરૂપનો ઉપયોગ કરીને સંસદના સભ્યો (MPs) અને સામાન્ય લોકો દ્વારા બજેટ દસ્તાવેજોની ઍક્સેસ પ્રાપ્ત કરી શકે. તે દ્વિભાષી (અંગ્રેજી અને હિન્દી) છે અને Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. એપ યુનિયન બજેટ વેબ પોર્ટલ (www.indiabudget.gov.in) પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.
બજેટ દસ્તાવેજો 1લી ફેબ્રુઆરી, 2023ના રોજ સંસદમાં નાણામંત્રી દ્વારા બજેટ ભાષણ પૂરું થયા પછી મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ થશે.
હલવા સમારોહમાં, કેન્દ્રીય નાણાં મંત્રીની સાથે ડૉ. ટી.વી. સોમનાથન, નાણાં સચિવ અને ખર્ચ સચિવ પણ હતા; શ્રી અજય શેઠ, સચિવ, આર્થિક બાબતો; શ્રી તુહિન કાંતા પાંડે, સચિવ, DIPAM; શ્રી સંજય મલ્હોત્રા, સેક્રેટરી, રેવન્યુ; ડૉ. અનંત વી. નાગેશ્વરન, મુખ્ય આર્થિક સલાહકાર; શ્રી નીતિન ગુપ્તા, ચેરમેન, સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સ (CBDT); શ્રી વિવેક જોહરી, ચેરમેન, સેન્ટ્રલ બોર્ડ ફોર ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) અને શ્રી આશિષ વાછાણી, અધિક સચિવ (બજેટ) ઉપરાંત બજેટની તૈયારી અને સંકલન પ્રક્રિયા સાથે સંકળાયેલા નાણાં મંત્રાલયના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભના ભાગરૂપે, નાણામંત્રીએ બજેટ પ્રેસની મુલાકાત પણ લીધી અને તૈયારીઓની સમીક્ષા કરવા ઉપરાંત સંબંધિત અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી.
YP/GP/JD
(Release ID: 1893924)
Visitor Counter : 416