સહકાર મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે કર્ણાટકના બેંગલુરુમાં સહકારી લાભાર્થી સંમેલનને સંબોધન કર્યું

એક અલગ સહકાર મંત્રાલય બનાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ચળવળને નવી ગતિ અને આયુષ્ય આપ્યું છે.

પ્રધાનમંત્રી બન્યા પછી શ્રી નરેન્દ્ર મોદીએ ઘણી ખેડૂત કેન્દ્રીત યોજનાઓ બનાવી અને તેને વેગ આપવાનું કામ કર્યું.

સમગ્ર દેશમાં સૌપ્રથમ સહકારી મંડળીની સ્થાપના 1905માં કર્ણાટકમાં થઈ હતી અને ત્યાંથી સહકારી ચળવળ શરૂ થઈ હતી, આજે અમૂલ, ક્રિભકો, ઈફ્કો, લિજ્જત પાપડ જેવા સફળ મોડલ દ્વારા વિશ્વની સામે એક સફળ દાખલો બેસાડ્યો છે.

કર્ણાટકમાં નંદિની બ્રાન્ડ હેઠળ લગભગ 23 લાખ ખેડૂતો, જેમાં મોટાભાગની મહિલાઓ છે, તેઓને રોજનું રૂ. 28 કરોડ ચૂકવવામાં આવે છે જે તેમના જીવનને વધુ સમૃદ્ધ બનાવે છે.

સહકારીનું સૌંદર્ય એ છે કે માસીસ માટે ઉત્પાદન, માસ દ્વારા ઉત્પાદન

સમગ્ર વિશ્વમાં 30 લાખ સહકારી સંસ્થાઓમાંથી 9 લાખ સહકારી ભારતમાં છે, દેશની વસતીના લગભગ 91% ગામડાઓ એક યા બીજી રીતે સહકારી સાથે જોડાયેલા છે અને PACS દ્વારા સહકારી દેશના 70% ખેડૂતોને આવરી લે છે.
આપણા કૃષિ નાણાનો 19% સહકારી મંડળીઓ દ્વારા, 35% ખાતર વિતરણ, 30% ખાતર ઉત્પાદન, 40% ખાંડ ઉત્પાદન, 13% ઘઉં અને 20% ડાંગરની પ્રાપ્તિ માત્ર સહકારી મંડળો દ્વારા થાય છે.

Posted On: 31 DEC 2022 8:37AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે આજે કર્ણાટકના બેંગલુરુમાં સહકારી લાભાર્થી સંમેલનને સંબોધન કર્યું. આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઈ અને કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00177VL.jpg

તેમના સંબોધનમાં શ્રી અમિત શાહે કહ્યું કે કર્ણાટકમાં સહકારી ચળવળ 100 વર્ષથી વધુ સમયથી સારી ગતિએ આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં સૌપ્રથમ સહકારી મંડળીની સ્થાપના 1905માં કર્ણાટકના ગડગ જિલ્લામાં થઈ હતી. ત્યાંથી શરૂ થયેલી સહકારી ચળવળ આજે અમૂલ, ક્રિભકો, ઈફ્કો, લિજ્જત પાપડ જેવા અનેક સફળ મોડલ સાથે વિશ્વની સામે એક ઉદાહરણ તરીકે ઊભી છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0024Z95.jpg

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ કહ્યું કે કર્ણાટકમાં નંદિની બ્રાંડ હેઠળ લગભગ 23 લાખ ખેડૂતોને, જેમાં મોટાભાગની મહિલાઓ છે, તેમને દરરોજ 28 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે, જે તેમના જીવનને વધુ સમૃદ્ધ બનાવે છે, જે એક મોટી ઉપલબ્ધિ છે. તેમણે કહ્યું હતું કે સહકારી સંસ્થાઓની સુંદરતા માસિસ માટે ઉત્પાદન, માસ દ્વારા ઉત્પાદનછે.

 

શ્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં એક અલગ સહકાર મંત્રાલયબનાવીને સહકારી ચળવળને નવી ગતિ અને લાંબુ આયુષ્ય આપ્યું છે. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં 30 લાખ સહકારી સંસ્થાઓમાંથી 9 લાખ સહકારી માત્ર ભારતમાં છે. ભારતની લગભગ 91 ટકા વસતી એક યા બીજી રીતે સહકારી સાથે જોડાયેલી છે, જેમાં સહકારી PACS દ્વારા દેશના 70 ટકા ખેડૂતોને આવરી લે છે. તેમણે કહ્યું કે દેશમાં 33 રાજ્ય સ્તરીય સહકારી બેંકો, 363 જિલ્લા સ્તરીય સહકારી બેંકો અને 63,000 PACS છે. શ્રી શાહે જણાવ્યું હતું કે આજે આપણા 19 ટકા કૃષિ ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા થાય છે. 35 ટકા ખાતરનું વિતરણ, 30 ટકા ખાતરનું ઉત્પાદન, 40 ટકા ખાંડનું ઉત્પાદન, 13 ટકા ઘઉંની ખરીદી અને 20 ટકા ડાંગરની ખરીદી માત્ર સહકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.

 

દેશના પ્રથમ સહકારિતા મંત્રીએ કહ્યું કે જ્યારથી દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર આવી છે ત્યારથી ઘણી ખેડૂત કેન્દ્રીત યોજનાઓ બનાવવામાં આવી છે અને તેને વધુ વેગ આપવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સહકાર મંત્રાલયની રચના પછી, ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમ કે સહકારી સંસ્થાઓમાં પારદર્શિતા લાવવા માટે, 2,500 કરોડ રૂ.ના ખર્ચે દેશભરમાં 63,000 PACSનું કોમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશની દરેક પંચાયતમાં એક સહકારી મંડળીની રચના કરવામાં આવશે, જે બહુહેતુક હશે અને નાબાર્ડ, NDDB અને સહકાર મંત્રાલયે ત્રણ વર્ષમાં આવી 2 લાખ નવી સહકારી મંડળીઓ બનાવવાનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ યોજના બાદ દેશમાં સહકારી સંસ્થાઓનો વ્યાપ, ટર્નઓવર અને તેના લાભાર્થીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થશે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003MAAR.jpg

શ્રી અમિત શાહે કહ્યું કે અમૂલ મોડલના આધારે સમગ્ર વિશ્વમાં ઓર્ગેનિક ઉત્પાદનોના વેચાણ માટે મલ્ટિસ્ટેટ કોઓપરેટિવ સોસાયટીની સ્થાપના કરવામાં આવી રહી છે, જેથી નફો સીધો ખેડૂતોને મળે. બીજ ઉત્પાદન અને ભારતીય બિયારણના સંવર્ધન માટે મલ્ટિસ્ટેટ કોઓપરેટિવ સોસાયટીની પણ રચના કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે દેશમાં સહકાર યુનિવર્સિટીની સ્થાપના કરવાની પણ યોજના છે, દેશભરની તમામ સહકારી સંસ્થાઓનો રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે અને નવી સહકારી નીતિ ઘડવાનું પણ શરૂ થઈ ગયું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે અમે નાબાર્ડ સાથે મળીને NCDCની ભૂમિકાને વિસ્તારવા જઈ રહ્યા છીએ જેથી સહકારી મંડળીઓ વધુ સારી રીતે નાણાં મેળવી શકે. પારદર્શક ચૂંટણીઓ કરાવવા માટે એક મોડલ એક્ટ પણ તૈયાર કરીને તમામ રાજ્યોને મોકલવામાં આવ્યો છે. મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી એક્ટમાં પારદર્શિતા લાવવા અને જવાબદારી ફિક્સ કરવા માટે એક બિલ આવ્યું છે જે સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે અગાઉ સહકારી મંડળીઓ પાસેથી કંપનીઓ કરતાં વધુ ટેક્સ વસૂલવામાં આવતો હતો, પરંતુ ગત બજેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકારી મંડળીના સરચાર્જને 12 ટકાથી ઘટાડીને 7 ટકા અને વૈકલ્પિક કર 18% થી ઘટાડીને 15% કરીને સહકારી સંસ્થાઓને કંપનીઓની સમકક્ષ લાવી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે આરબીઆઈ દ્વારા અર્બન કોઓપરેટિવ બેંકની હાઉસિંગ લોન મર્યાદામાં 3 ગણો વધારો કરવામાં આવ્યો છે, કોમર્શિયલ પ્રોપર્ટી પર લોનની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને ડોર સ્ટેપ બેંકિંગને પણ મંજૂરી આપવામાં આવી છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004H9MP.jpg

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે કર્ણાટકની સહકારી ચળવળને મજબૂત કરવાની જવાબદારી માત્ર કર્ણાટકની નથી, કેટલાક આદર્શો સ્થાપિત કરવા પડશે જેથી દેશભરના રાજ્યોને સંદેશ મળે અને અહીંથી તમામ રાજ્યો પ્રેક્ટિસ કરે અને પોતપોતાના રાજ્યોમાં સહકારનું નવું મોડલ બનાવીને શ્રેષ્ઠ અપનાવી શકે. તેમણે જણાવ્યું હતું કે સહકારી ચળવળને વેગ આપવા માટે સહકાર મંત્રાલયની રચના કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયથી દેશભરમાં સહકારી ચળવળમાં રહેલા અવકાશને ભરવાના પ્રયાસોને મજબૂત બનાવશે જેથી સમગ્ર દેશમાં સહકારી ચળવળ એકસરખી રીતે આગળ વધે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1887682) Visitor Counter : 171