માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

શ્રી નીતિન ગડકરીએ મધ્યપ્રદેશમાં રૂ. 1261 કરોડના પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યુ

Posted On: 07 NOV 2022 2:34PM by PIB Ahmedabad

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ આજે ​​મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી ફગ્ગન સિંહ કુલસ્તે, રાજ્ય મંત્રી શ્રી ગોપાલ ભાર્ગવ, શ્રી બિસાહુલાલ સિંહ અને સાંસદો, ધારાસભ્યો અને અન્ય અધિકારીઓની હાજરીમાં મધ્યપ્રદેશના મંડલામાં રૂ. 1261 કરોડના ખર્ચે કુલ 329 કિલોમીટર લંબાઈના 5 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

શ્રી ગડકરીએ કહ્યું કે મંડલા અને કાન્હા નેશનલ પાર્કની પ્રાકૃતિક સુંદરતા હંમેશા પ્રવાસીઓને આકર્ષે છે. આ રોડ પ્રોજેક્ટ્સના નિર્માણથી આ વિસ્તાર અને તેના વનવાસીઓને વધુ સારી સુવિધા મળશે. આ પ્રોજેક્ટ મંડલાને જબલપુર, ડિંડોરી, બાલાઘાટ જિલ્લાઓ સાથે સારી રીતે જોડશે.

મંત્રીશ્રીએ કહ્યું કે આ માર્ગોના નિર્માણથી પચમઢી, ભેડાઘાટ અને અમરકંટક જેવા ધાર્મિક સ્થળો તેમજ જબલપુરથી અમરકંટક થઈને બિલાસપુર, રાયપુર અને દુર્ગ તરફનો ટ્રાફિક સરળ બનશે. નજીકના પ્રદેશો અને રાજ્યોમાંથી કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોના પરિવહનને સરળ બનાવવામાં આવશે અને આનાથી સમય અને ઇંધણની બચત થશે, એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી ગડકરીએ કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં અમારી સરકાર મધ્યપ્રદેશની સમૃદ્ધિ અને વિકાસ સુનિશ્ચિત કરવા તરફ સતત આગળ વધી રહી છે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1874263) Visitor Counter : 153


Read this release in: English , Urdu , Marathi , Hindi