મંત્રીમંડળ
કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના વધારાના હપ્તા અને પેન્શનરોને મોંઘવારી રાહત, 01.07.2022થી મળવાની મંજૂરી આપી
Posted On:
28 SEP 2022 4:05PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે 01.07.2022થી જૂન, 2022ના રોજ પૂરા થતા સમયગાળા માટે ભારતનો ગ્રાહક ભાવ સૂચકાંકમાં 12 માસિક સરેરાશથી વધેલી ટકાવારીના આધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 4%ના દરે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતનો વધારાનો હપ્તો રજૂ કરવાની મંજૂરી આપી છે. .
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો અનુક્રમે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતની વધુ રકમ માટે 01.07.2022થી હકદાર બનશે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં આ વધારાના કારણે વધારાની નાણાકીય અસરો વાર્ષિક રૂ. 6,591.36 કરોડ અને નાણાકીય વર્ષ 2022-23માં રૂ.4,394.24 કરોડ (એટલે કે જુલાઈ, 2022 થી ફેબ્રુઆરી, 2023 સુધીના 8 મહિનાના સમયગાળા માટે) રહેવાનો અંદાજ છે;
પેન્શનરોને મોંઘવારી રાહતના આ વધારાને કારણે વધારાની નાણાકીય અસરો વાર્ષિક રૂ. 6,261.20 કરોડ અને નાણાકીય વર્ષ 2022-23માં રૂ.4,174.12 કરોડ (એટલે કે જુલાઈ, 2022 થી ફેબ્રુઆરી, 2023 સુધીના 8 મહિનાના સમયગાળા માટે) રહેવાનો અંદાજ છે.
મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંનેના હિસાબથી તિજોરી પર સંયુક્ત અસર વાર્ષિક રૂ. 12,852.56 કરોડ અને નાણાકીય વર્ષ 2022-23માં રૂ.8,568.36 કરોડ (એટલે કે જુલાઈ, 2022 થી ફેબ્રુઆરી, 2023 સુધીના 8 મહિનાના સમયગાળા માટે)ની હશે.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1862955)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam