શ્રમ અને રોજગાર મંત્રાલય
ત્રિમાસિક રોજગાર સર્વે (QES)ના ચોથા રાઉન્ડ (જાન્યુઆરી-માર્ચ, 2022) નો અહેવાલ બહાર પાડવામાં આવ્યો
અર્થવ્યવસ્થાના પસંદગીના ક્ષેત્રોમાં રોજગારીનું વલણ વધી રહ્યું છેઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી
અંદાજિત રોજગાર ત્રીજા ક્વાર્ટરના 3.14 કરોડથી વધીને 4થા ક્વાર્ટરના 3.18 કરોડ
મેન્યુફેક્ચરિંગ સેક્ટર કામદારોની કુલ સંખ્યામાં સૌથી વધુ ટકાવારી ધરાવે છે
નાણાકીય સેવાઓમાં સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા ઘણી વધારે છે
Posted On:
27 SEP 2022 5:37PM by PIB Ahmedabad
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ભૂપેન્દર યાદવે, અખિલ ભારતીય ત્રિમાસિક સ્થાપના આધારિત રોજગાર સર્વે (AQEES)ના ભાગ ત્રિમાસિક રોજગાર સર્વે (QES)ના ચોથા રાઉન્ડ (જાન્યુઆરી-માર્ચ, 2022)નો અહેવાલ બહાર પાડ્યો છે.
શ્રમ બ્યૂરો દ્વારા પસંદ કરવામાં આવેલા નવ ક્ષેત્રોના સંગઠિત અને અસંગઠિત બંને વિભાગોમાં રોજગાર અને સંબંધિત વેરિએબલ્સ વિશે ત્રિમાસિક અનુમાનો આપવા માટે AQEES હાથ ધરવામાં આવ્યો છે. આ નવ ક્ષેત્રો બિન-ખેતી સંસ્થાઓમાં કુલ રોજગારનો મોટાભાગનો હિસ્સો ધરાવે છે. પસંદ કરવામાં આવેલા નવ ક્ષેત્રોમાં ઉત્પાદન, બાંધકામ, વેપાર, પરિવહન, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ અને રેસ્ટોરન્ટ, IT/BPO અને નાણાકીય સેવાઓ સામેલ છે.
અખિલ ભારતીય ત્રિમાસિક સ્થાપના આધારિત રોજગાર સર્વેક્ષણ (AQEES)માં બે ઘટકો છે - પ્રથમ, “ત્રિમાસિક રોજગાર સર્વેક્ષણ (QES)” અને બીજું “એરિયા ફ્રેમ એસ્ટાબ્લિશમેન્ટ સર્વે (AFES)”. પ્રથમ ઘટક 10 કે તેથી વધુ કામદારોને રોજગારી આપતી સંસ્થાઓ સાથે સંબંધ ધરાવે છે જ્યારે બીજું ઘટક 9 કે તેથી ઓછા કામદારોને રોજગારી આપતી સંસ્થાઓ સાથે સંબંધ ધરાવે છે.
અર્થતંત્રના સંગઠિત ક્ષેત્રમાં રોજગાર અને સંબંધિત વેરિએબલ્સના સંદર્ભમાં મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે AQEESના ભાગ રૂપે એપ્રિલ 2021માં QES શરૂ કરવામાં આવ્યો હતો. દરેક ત્રિમાસિક ગાળામાં લગભગ 12,000 સંસ્થાઓ પાસેથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. એપ્રિલથી જૂન 2021ના સમયગાળા માટે આ પ્રકારનો પ્રથમ અહેવાલ સપ્ટેમ્બર 2021ના મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ ચોથો ત્રિમાસિક અહેવાલ બહાર પાડતી વખતે જણાવ્યું હતું કે, અર્થતંત્રના પસંદગીના ક્ષેત્રોમાં રોજગારીની વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે. અંદાજિત રોજગારનો આંકડો ત્રીજા ત્રિમાસિક ગાળા (સપ્ટેમ્બર-ડિસેમ્બર, 2021)માં 3.14 કરોડ હતો તે વધીને ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ, 2022)માં 3.18 કરોડ સુધી પહોંચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પસંદ કરવામાં આવેલા આ નવ ક્ષેત્રોમાં સામૂહિક રીતે લેવામાં આવેલો આ કુલ રોજગાર છઠ્ઠી આર્થિક વસતી ગણતરી (2013-14)માં 2.37 કરોડ નોંધવામાં આ આવ્યો હતો.
પુરવઠા બાજુના સર્વેની સાથે માગ બાજુના સર્વેક્ષણ તરીકે ત્રિમાસિક રોજગાર સર્વેક્ષણ પરનો અહેવાલ, એટલે કે સામયિક શ્રમ દળ સર્વેક્ષણ (PLFS) દેશમાં રોજગાર પરના ડેટા અંતરાયને દૂર કરશે.
ચોથા ત્રિમાસિક રોજગાર સર્વેક્ષણ અહેવાલની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
- ચોથા રાઉન્ડ દરમિયાન અંદાજે કુલ 3.18 કરોડ કામદારો 5.31 લાખ સંસ્થાઓમાં જોડાયેલા હતા, જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં કુલ 3.14 કરોડ કામદારો જોડાયેલા હતા.
- વિનિર્માણ ક્ષેત્ર કામદારોની કુલ સંખ્યામાં સૌથી વધુ ટકાવારી (38.5%) ધરાવે છે, ત્યારબાદ શિક્ષણ ક્ષેત્ર 21.7%, IT/BPO સેક્ટર 12% અને આરોગ્ય ક્ષેત્ર 10.6% હિસ્સો ધરાવે છે.
- સંસ્થાઓના કદ (કામદારોની સંખ્યા) જોતા, અંદાજે 80% સંસ્થાઓમાં 10 થી 99 કામદારો જોડાયેલા છે. જો આપણે આપણી જાતને 10 કે તેથી વધુ કામદારો ધરાવતી સંસ્થાઓ સુધી મર્યાદિત રાખીએ તો આ આંકડો વધીને 88% થાય છે. લગભગ 12% સંસ્થાઓએ 10 થી ઓછા કામદારો હોવાની જાણ કરી છે.
- માત્ર 1.4% સંસ્થાઓએ ઓછામાં ઓછા 500 કામદારોની જાણ કરી હતી. આવી મોટી સંસ્થાઓ મોટાભાગે IT/BPO ક્ષેત્ર અને આરોગ્ય ક્ષેત્રમાં સંકળાયેલી હતી.
- મહિલા કામદારોની ભાગીદારી ત્રીજા ત્રિમાસિક ગાળામાં 31.6% હતી તે ચોથા ત્રિમાસિક ગાળામાં નજીવી વૃદ્ધિ સાથે 31.8% સુધી પહોંચી હોવાનું અહેવાલમાં નોંધવામાં આવ્યું છે. જો કે, આરોગ્ય ક્ષેત્રમાં કુલ કામદારોમાંથી લગભગ 52% મહિલા કાર્યદારો હોવાનું નોંધાયું છે. ત્યારપછી ટકાવારીના હિસાબે શિક્ષણ, નાણાકીય સેવાઓ અને IT/BPO ક્ષેત્રમાં અનુક્રમે 44%, 41% અને 36% મહિલા કામદારો હોવાનું નોંધ્યું છે. ઉલ્લેખનીય છે કે, નાણાકીય સેવાઓમાં, સ્વ-રોજગાર ધરાવતી વ્યક્તિઓમાં પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા ઘણી વધારે છે.
YP/GP/JD
(Release ID: 1862639)
Visitor Counter : 270