ગ્રામીણ વિકાસ મંત્રાલય

JALDOOT એપનું રાષ્ટ્રીય લોન્ચ


કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી મંત્રી શ્રી ગિરિરાજ સિંહ આવતીકાલે એપ લોન્ચ કરશે

ગ્રામીણ વિકાસ મંત્રાલયે ગામડામાં પસંદ કરેલા કૂવાના પાણીના સ્તરને કેપ્ચર કરવા માટે સમગ્ર દેશમાં ઉપયોગમાં લેવા માટે "જલદૂત એપ્લિકેશન" વિકસાવી છે

Posted On: 26 SEP 2022 4:49PM by PIB Ahmedabad

ગ્રામીણ વિકાસ મંત્રાલયે "જલદૂત એપ્લિકેશન" વિકસાવી છે જેનો ઉપયોગ ગામમાં પસંદ કરેલા કુવાના પાણીના સ્તરને મેળવવા માટે સમગ્ર દેશમાં કરવામાં આવશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી, શ્રી ગિરિરાજ સિંહ આવતીકાલે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં "JALDOOT એપ" લોન્ચ કરશે.

જલદૂત એપ ગ્રામ રોજગાર સહાયક (GRS)ને વર્ષમાં બે વાર (પ્રિ-મોન્સુન અને પોસ્ટ-મોન્સૂન) પસંદ કરેલા કુવાના પાણીના સ્તરને માપવા માટે સક્ષમ બનાવશે. દરેક ગામમાં, પર્યાપ્ત સંખ્યામાં માપન સ્થાનો (2-3) પસંદ કરવાના રહેશે. તે ગામમાં ભૂગર્ભ જળ સ્તરના પ્રતિનિધિ હશે.

આ એપ પંચાયતોને મજબૂત ડેટા સાથે સુવિધા આપશે, જેનો ઉપયોગ કામોના વધુ સારા આયોજન માટે થઈ શકશે. ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP) અને મહાત્મા ગાંધી નરેગા આયોજન કવાયતના ભાગરૂપે ભૂગર્ભ જળ ડેટાનો ઉપયોગ કરી શકાય છે. વધુમાં, ડેટાનો ઉપયોગ વિવિધ પ્રકારના સંશોધન અને અન્ય હેતુઓ માટે પણ થઈ શકે છે.

દેશે વોટરશેડ ડેવલપમેન્ટ, ફોરેસ્ટેશન, વોટર બોડી ડેવલપમેન્ટ અને રિનોવેશન, રેઈન વોટર હાર્વેસ્ટિંગ વગેરે દ્વારા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જળ વ્યવસ્થાપનમાં સુધારો કરવા માટે ઘણાં પગલાં લીધાં છે. જો કે, ભૂગર્ભ જળનો ઉપાડ, તેમજ સપાટી પરના જળ સ્ત્રોતોનો ઉપયોગ દેશના ઘણા ભાગોમાં નિર્ણાયક સ્તરે પહોંચી ગયો છે, જેના પરિણામે પાણીના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેના કારણે ખેડૂતો સહિત સમુદાયને તકલીફ થાય છે. તેથી સમગ્ર દેશમાં પાણીના સ્તરનું માપન અને અવલોકન જરૂરી બની ગયું છે.

આવતીકાલે જલદૂત એપ લોંચ ફંક્શનમાં અન્ય ઉપસ્થિતોમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સ્ટીલ રાજ્ય મંત્રી શ્રી ફગ્ગન સિંહ કુલસ્તે, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી, સાધ્વી નિરંજન જ્યોતિ અને કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્ય મંત્રી, શ્રી કપિલ મોરેશ્વર પાટીલ, ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ શ્રી નાગેન્દ્ર નાથ સિંહા; સચિવ, જમીન સંસાધન વિભાગ, શ્રી અજય તિર્કી; પંચાયતી રાજ મંત્રાલયના સચિવ શ્રી સુનિલ કુમાર અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થશે. તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં જોડાશે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1862282) Visitor Counter : 292