સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આયુષ્માન ભારત - PMJAYના 4 વર્ષ અને આયુષ્માન ભારત ડિજિટલ મિશનનું 1 વર્ષ પૂરું થવાના પ્રસંગે આયોજિત બે દિવસીય આરોગ્ય મંથન 2022નું ઉદ્ઘાટન કર્યું


“PM-JAY યોજનાના લાભાર્થીઓ સૌથી મોટી જાહેર આરોગ્ય વીમા યોજનામાં સૌથી મહત્વપૂર્ણ હિતધારકો છે”: ડૉ. મનસુખ માંડવિયા

“દેશમાં આરોગ્ય સંભાળ સેવાઓની સુલભતાના સંદર્ભમાં શ્રીમંતો અને સેવાઓથી વંચિત વસ્તી સમૂહો વચ્ચેની ખાઇને દૂર કરવામાં PM-JAY સફળ રહી છે”

“નજીકના ભવિષ્યમાં દરરોજ 10 લાખ આયુષ્માન કાર્ડ બનાવવા અને લાભાર્થીઓને તેનું વિતરણ કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવશે”

“19 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે; અત્યાર સુધીમાં 24 કરોડથી વધુ અનન્ય ABHA નંબરો બનાવવામાં આવ્યા છે”

Posted On: 25 SEP 2022 4:39PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે કેન્દ્રીય રેલવે, સંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવિણ પવાર, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વિનોદ પૌલ, ઉત્તરાખંડ રાજ્યના આરોગ્ય મંત્રી ડૉ. ધન સિંહ રાવત અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળના CEO ડૉ. આર.એસ. શર્માની ઉપસ્થિતિમાં બે દિવસીય આરોગ્ય મંથન 2022 કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY)ના 4 વર્ષ અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM)નું 1 વર્ષ પૂરું થવા નિમિત્તે આરોગ્ય મંથનનું આયોજન કરવામાં આવ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0017V14.jpg

 

સમગ્ર દુનિયામાં સૌથી મોટી વૈશ્વિક જાહેર આરોગ્ય વીમા યોજનામાં PM-JAYમાં સૌથી મહત્વપૂર્ણ હિતધારકો તરીકે PMJAY લાભાર્થીઓ છે તે બાબત પર પ્રકાશ પાડતા, ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે દેશમાં આજદિન સુધીમાં 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ યોજનાના કવરેજ હેઠળ 19 કરોડ કરતાં વધુ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે અને 24 કરોડથી વધુ ABHA નંબરો પણ જનરેટ કરવામાં આવ્યા છે. તેમણે આગળ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બાબત દેશમાં આરોગ્ય રેકોર્ડના ડિજિટાઇઝેશનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ મુકામ પ્રતિબિંબિત કરે છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરરોજ 4.5 લાખ કાર્ડ તૈયાર કરવાના વર્તમાન દરને વધારીને દરરોજ 10 લાખ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, સરકાર ટેકનોલોજી દ્વારા સક્ષમ, ડિલિવરી સાંકળમાં સૌથી છેવાડે રહેલી વ્યક્તિ સુધી આરોગ્ય સેવાઓ પહોંચે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે PM-JAY દેશમાં આરોગ્ય સંભાળ સેવાઓની સુલભતાના સંદર્ભમાં શ્રીમંતો અને સેવાઓથી વંચિત ગરીબ વચ્ચેની ખાઇને દૂર કરવામાં સફળ રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002NCZW.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003JJCT.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004LHNX.jpg

 

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને આરોગ્યના આંતરપ્રક્રિયાની મદદથી દેશમાં આરોગ્ય સંભાળ સેવાઓ સૌના માટે સુલભ બનાવવાની આદરણીય પ્રધાનમંત્રીની દૂરંદેશીને સાકાર કરી શકાય છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં દરેક ગામને આગામી કેટલાક વર્ષોમાં હાઇ સ્પીડ ઓપ્ટિકલ ફાઇબરના માધ્યમથી જોડવામાં આવશે જેનાથી તમામને કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે અને સૌને નિરંતર આરોગ્યની પહોંચ સુનિશ્ચિત થશે. શ્રી વૈષ્ણવે એ બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો કે સરકાર આરોગ્ય લાભાર્થીઓના ડેટાને સુરક્ષિત રાખવા માટે પર્યાપ્ત કાયદાકીય માળખું બનાવી રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005KP5Z.jpg

ડૉ. ભારતી પ્રવિણ પવારે જણાવ્યું હતું કે, દેશ માત્ર આરોગ્ય સેવાઓમાં ટેકનોલોજીને અપનાવવામાં અગ્રેસર છે એવું નથી, પરંતુ પાયાના સ્તરે તેનો અમલ થાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર તેના નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ સેવાઓ સુનિશ્ચિત કરાવવા માટે સર્વગ્રાહી રીતે કામ કરી રહી છે. ડૉ. પવારે PM-JAY ના 4 વર્ષ અને ABDMનું 1 વર્ષ પૂરું થયું તેની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે તે સાર્વત્રિક આરોગ્ય કવરેજની દિશામાં આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં આરોગ્ય માળખાકીય સુવિધાઓને ડિજિટાઇઝ કરવામાં ABDMનો અનેક ગણો પ્રભાવ જોવા મળશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006ZTVN.jpg

 

નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૌલે 2030 સુધીમાં સાર્વત્રિક આરોગ્ય કવરેજ પ્રાપ્ત કરવા માટે એક મજબૂત આરોગ્ય સંભાળ પ્રણાલીના મહત્વ અને જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો.

NHAના CEO ડૉ. આર.એસ. શર્માએ કેન્દ્ર અને રાજ્ય સ્તરે તમામ હિતધારકોને આરોગ્ય સંભાળ તમામ લોકો માટે સુલભ અને સસ્તી બનાવવાની આ સફરમાં સક્રિયપણે સહભાગી બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સાર્વત્રિક આરોગ્ય કવરેજના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સુલભતા, ગુણવત્તા અને નાણાકીય સુરક્ષાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ હેલ્થ ક્લેમ એક્સચેન્જ (HCX), રાષ્ટ્રીય ઇ-રુપી પોર્ટલ અને ડિજિટાઇઝેશન માટે ભાવિ રૂપરેફા સહિત અનેક નવી પહેલોનો પ્રારંભ કર્યો હતો. NHA માટે વાર્ષિક અહેવાલના ડિજિટલ સંસ્કરણો, કોફી ટેબલ બુક અને બેસ્ટ પ્રેક્ટિસ બુકલેટ (શ્રેષ્ઠ આચરણ પુસ્તિકા)નું પણ આ પ્રસંગે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રકાશનો pmjay.gov.in પર જોઇ શકાય છે.

ડૉ. માંડવિયાએ આ પ્રસંગે ડિજિટલ હેલ્થ એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું જેમાં NIC (ઇ-હોસ્પિટલ અને આરોગ્ય સેતુનું પ્રદર્શન), C-DAC, કર્ણાટક સરકાર, તેમજ વિઝાગ, AWS ઇન્ડિયા, ગૂગલ, માઇક્રોસોફ્ટ, ટાટા મેડિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ, રિલાયન્સ ડિજિટલ હેલ્થ, હિટાચી MGRM, પેટીએમ, બજાજ ફિનસર્વ હેલ્થ સહિત અન્ય સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના મેડિકલ ઉપકરણો સ્ટાર્ટ-અપ્સ જેવા ડિજિટલ હેલ્થ ઇનોવેટર્સ તરફથી ઉત્સાહપૂર્ણ સહભાગીતા જોવા મળી હતી.

આરોગ્ય મંથનના પ્રથમ દિવસે હોંગકોંગ હોસ્પિટલ સત્તામંડળ, કોમનવેલ્થ સેન્ટર ફોર ડિજિટલ હેલ્થ, વર્લ્ડ બેંક, સેન્ટર ફોર મેડિકેર એન્ડ મેડિકેડ ઇનોવેશન, ગ્લોબલ હેલ્થ પેમેન્ટ LLC, USA, આરોગ્ય મંત્રાલય મેક્સિકો, થાઇલેન્ડના આરોગ્ય મંત્રાલય અને ઑસ્ટ્રેલિયાની ફાર્માસ્યુટિકલ લાભ સલાહકાર સમિતિ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ/મંત્રાલયોના પ્રતિનિધિઓ તેમજ ભારતમાં આરોગ્ય સંભાળ અને ટેકનોલોજી ક્ષેત્રના વિવિધ વિચારશીલ અગ્રણીઓ સાથે માહિતીપ્રદ સત્રો જોવા મળ્યા હતા. આ સત્રોમાં સાર્વત્રિક આરોગ્ય કવરેજ માટે ભાવિ રૂપરેખા, ડિજિટલ આરોગ્યમાંમાં આંતર-સંચાલનક્ષમતાને પ્રોત્સાહન, PMJAYની કાર્યક્ષમતામાં વૃદ્ધિ, ડિજિટલ આરોગ્યને અપનાવવામાં વૃદ્ધિ, PMJAYના પુરાવા આધારિત નિર્ણયો અને ગોપનીયતા તેમજ ડેટા સુરક્ષા માટે આરોગ્ય ટેકનોલોજી મૂલ્યાંકન વિશે ઉત્સાહપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ભારતમાં ડિજિટલ આરોગ્યના વિષયને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યો હતો.

YP/GP/JD



(Release ID: 1862115) Visitor Counter : 366