ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ભોપાલમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની 23મી બેઠકની અધ્યક્ષતા કરી

Posted On: 22 AUG 2022 6:53PM by PIB Ahmedabad

મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને છત્તીસગઢ રાજ્યો તેમની ભૌગોલિક સ્થિતિ, જીડીપીમાં યોગદાન અને દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ હંમેશા સહકારી સંઘવાદની ભાવનાને મજબૂત કરવાનું કામ કર્યું છે

શ્રી નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી બન્યા પછી છેલ્લાં 8 વર્ષમાં સમગ્ર દેશમાં ટીમ ઇન્ડિયાની પરિકલ્પનાને આગળ ધરીને એને ચરિતાર્થ કરી છે

શ્રી નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બન્યા પછી પ્રાદેશિક પરિષદની બેઠકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકાર બન્યા બાદ નક્સલવાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં નક્સલવાદની સમસ્યા સામે કડકાઇથી કામ લેવાની સાથે સાથે આ વિસ્તારોમાં વિકાસ માટે  અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યાં છે

એનાં સારાં પરિણામો આવ્યાં છે જ્યારે 2009માં ડાબેરી ઉગ્રવાદની હિંસા ચરમસીમાએ હતી, ત્યારે ડાબેરી ઉગ્રવાદની હિંસાની સંખ્યા 2258 હતી જે 2021માં ઘટીને 509 થઈ ગઈ

2009માં, વામપંથી ઉગ્રવાદી હિંસામાં 1005 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 2021માં 147 લોકોએ જીવ ગુમાવ્યા હતા, પોલીસ સ્ટેશનો પર ડાબેરી ઉગ્રવાદી હિંસામાં પણ ઘટાડો થયો છે,  2009માં આવી 96 ઘટનાઓ બની હતી જે 2021માં ઘટીને 46 થઈ ગઈ

કેન્દ્ર સરકાર ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારો (એલડબલ્યુઇ)માં સુરક્ષા દળોને વધુ મજબૂત કરી રહી છે અને રહેલી ઉણપો ઘટાડી રહી છે, જે અંતર્ગત છેલ્લાં ત્રણ વર્ષમાં 40 નવા સુરક્ષા કેમ્પ ખોલવામાં આવ્યા છે અને 15 વધુ ખોલવામાં આવનાર છે

આ એક બહુ મોટી ઉપલબ્ધિ છે, ભારત સરકાર રાજ્યો સાથે મળીને વામપંથી ઉગ્રવાદની સમસ્યાને સો ટકા ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે

સરકાર છેલ્લાં ત્રણ વર્ષમાં ડાબેરી ઉગ્રવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પોસ્ટલ બૅન્કિંગ સુવિધા સાથે આશરે 5,000 પોસ્ટ ઓફિસ અને 1,200થી વધુ બૅન્ક શાખાઓ ખોલી રહી છે

સરકાર દ્વારા ટેલિકોમ સેવાઓને વેગ આપવા માટે પ્રથમ તબક્કામાં 2300થી વધુ મોબાઇલ ટાવર લગાવવામાં આવ્યા છે અને બીજા તબક્કામાં 2500 મોબાઇલ ટાવર લગાવવામાં આવી રહ્યા છે

1957થી 2013ની સરખામણીમાં 2014થી અત્યાર સુધીમાં પ્રાદેશિક પરિષદની બેઠકોની આવૃત્તિમાં ત્રણ ગણો વધારો થયો છે

17 જાન્યુઆરી, 2022ના રોજ મળેલી સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની સ્થાયી સમિતિની 14મી બેઠકમાં 54માંથી 36 પ્રશ્નોનું નિરાકરણ પહેલેથી જ લાવી દેવાયું હતું, આજની બેઠકમાં કુલ 18 મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી જેમાંથી 15નો ઉકેલ આવ્યો હતો

કાઉન્સિલની બેઠકોની ગતિ વધવાની સાથે રાજ્યો વચ્ચે સારી પ્રથાઓનું આદાન-પ્રદાન થઈ રહ્યું છે, આનાથી અન્ય રાજ્યોને પ્રેરણા તો મળે જ છે, પરંતુ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સારા અને તંદુરસ્ત સંબંધો પણ બને છે

દરેક રાજ્યમાં ફોરેન્સિક સાયન્સ લૉ કૉલેજો શરૂ કરવી જોઈએ તેમજ નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક ભાષાઓમાં વિવિધ માધ્યમો દ્વારા સાયબર સુરક્ષા જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ભોપાલમાં સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની 23મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામી ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ અને છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી ભૂપેશ બઘેલે આ બેઠકમાં વર્ચ્યુઅલી હાજરી આપી હતી. આ બેઠકમાં સભ્ય રાજ્યોના વરિષ્ઠ મંત્રીઓ, કેન્દ્રીય ગૃહ સચિવ, આંતર-રાજ્ય પરિષદ સચિવાલયનાં સચિવ, સભ્ય રાજ્યોના મુખ્ય સચિવો અને રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

 

કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાનાં સંબોધનમાં કહ્યું કે મધ્ય પરિષદમાં સામેલ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને છત્તીસગઢ રાજ્યો પોતાની ભૌગોલિક સ્થિતિ, જીડીપીમાં યોગદાન અને દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. પહેલા આ ચાર રાજ્યોને બિમારુ રાજ્યો માનવામાં આવતાં હતાં, પરંતુ હવે આ તમામ રાજ્યો તેમાંથી બહાર આવી ગયાં છે અને વિકાસના માર્ગે આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલનાં રાજ્યો દેશમાં અનાજ ઉત્પાદનનાં મુખ્ય કેન્દ્રો છે અને પરિષદમાં સામેલ ચાર રાજ્યોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની ટીમ ઇન્ડિયાની પરિકલ્પનાને જમીન પર ઉતારી છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ સહકારી સંઘવાદની ભાવનાને હંમેશા મજબૂત કરવાનું કામ કર્યું છે. શ્રી નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી બન્યા પછી છેલ્લાં 8 વર્ષમાં સમગ્ર દેશમાં ટીમ ઇન્ડિયાની વિભાવનાને સામે મૂકીને એને ચરિતાર્થ કરી છે. શ્રી નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બન્યા પછી પ્રાદેશિક પરિષદની બેઠકોની સંખ્યામાં થયેલા વધારાનાં આંકડા આપતાં શ્રી શાહે કહ્યું હતું કે, વર્ષ 1957થી વર્ષ 2013ની સરખામણીમાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં પ્રાદેશિક પરિષદની બેઠકોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. તેમણે કહ્યું કે કોવિડ હોવા છતાં, બેઠકોની સંખ્યામાં વધારો પ્રધાનમંત્રીના ટીમ ઇન્ડિયાના ખ્યાલને  ઉદઘોષિત કરે છે. શ્રી અમિત શાહે એમ પણ કહ્યું હતું કે, વર્ષ 2019 પછી પ્રાદેશિક પરિષદની બેઠકોમાં મુદ્દાઓનું સમાધાન કરવામાં 27 ટકાનો વધારો થયો છે, જે એક બહુ મોટી ઉપલબ્ધિ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે આમ તો પ્રાદેશિક પરિષદની બેઠકોની ભૂમિકા સલાહકારી હોય છે, તેમ છતાં ગૃહ પ્રધાન તરીકેના ત્રણ વર્ષના અનુભવના આધારે, હું કહી શકું છું કે કાઉન્સિલ અને તેની સ્થાયી સમિતિની બેઠકોને મહત્વ આપીને, અમે ઘણા મુદ્દાઓના નિરાકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની છેલ્લી બેઠકમાં 30 મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, જેમાંથી 26 મુદ્દાઓનો ઉકેલ આવી ગયો છે, જ્યારે 17 જાન્યુઆરી, 2022ના રોજ મળેલી સ્થાયી સમિતિની 14મી બેઠકમાં 54માંથી 36 મુદ્દાઓનો ઉકેલ પહેલેથી જ લાવી દેવાયો. આજની બેઠકમાં કુલ 18 મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, જેમાંથી 15નું નિરાકરણ લાવવામાં આવ્યું હતું, તેમણે કહ્યું હતું કે, આ એક બહુ મોટી સિદ્ધિ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, કાઉન્સિલની બેઠકોની ગતિમાં વધારો થવાની સાથે-સાથે રાજ્યો વચ્ચે સારી પદ્ધતિઓનું આદાન-પ્રદાન થઈ રહ્યું છે. તેનાથી ન માત્ર અન્ય રાજ્યોને પ્રેરણા મળે છે પરંતુ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સારા અને સ્વસ્થ સંબંધો પણ બને છે, રાજ્યો વચ્ચે વાતચીતનાં માધ્યમથી અનેક મુદ્દાઓનું સમાધાન થાય છે અને રાજ્યો વચ્ચે પરસ્પર સહયોગની ભાવના પણ મજબૂત થાય છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકાર બન્યા બાદ સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલમાં સામેલ નક્સલવાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં નક્સલવાદની સમસ્યાનો કડક રીતે સામનો કરવાની સાથે સાથે આ વિસ્તારોમાં વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, આનાં સારાં પરિણામો મળ્યાં છે જ્યારે 2009માં ડાબેરી ઉગ્રવાદ (Left Wing Extremism) ચરમસીમાએ હતો, ત્યારે ડાબેરી ઉગ્રવાદની હિંસાની સંખ્યા 2258 હતી, જે વર્ષ 2021માં ઘટીને 509 થઈ હતી. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2019થી અત્યાર સુધીમાં ડાબેરી ઉગ્રવાદની ઘટનાઓમાં ઝડપથી ઘટાડો થયો છે. 2009માં ડાબેરી ઉગ્રવાદી હિંસામાં 1005 લોકોનાં મોત થયાં હતાં જ્યારે 2021માં 147 લોકોએ જીવ ગુમાવ્યાં હતાં. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન પોલીસ સ્ટેશનો પર ડાબેરી ઉગ્રવાદની હિંસામાં પણ ઘટાડો થયો છે, વર્ષ 2009માં આ પ્રકારની 96 ઘટનાઓ બની હતી, જે વર્ષ 2021માં ઘટીને 46 થઈ હતી. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં સુરક્ષા દળોને વધારે મજબૂત બનાવી રહી છે અને રહેલી ઊણપોને ઓછી કરી રહી છે, જે અંતર્ગત છેલ્લાં ત્રણ વર્ષમાં 40 નવા સુરક્ષા કેમ્પ ખોલવામાં આવ્યાં છે અને 15થી વધારે ખોલવામાં આવશે. ગૃહ મંત્રીએ કહ્યું કે આ એક મોટી ઉપલબ્ધિ હોવા છતાં ભારત સરકાર રાજ્યો સાથે મળીને વામપંથી ઉગ્રવાદની સમસ્યાને 100 ટકા ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ડાબેરી ઉગ્રવાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લાં ત્રણ વર્ષમાં પોસ્ટલ બૅન્કિંગ સુવિધા સાથે આશરે 5,000 પોસ્ટ ઓફિસ અને 1200થી વધારે બૅન્ક શાખાઓ શરૂ કરાઇ રહી છે. સાથે જ ટેલિકોમ સેવાઓને વેગ આપવા માટે પ્રથમ તબક્કામાં 2300થી વધુ મોબાઇલ ટાવર અને બીજા તબક્કામાં 2500 મોબાઇલ ટાવર લગાવવામાં આવી રહ્યા છે. ગૃહ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકારો પણ ડાબેરી ઉગ્રવાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં અનેક વિકાસલક્ષી યોજનાઓ ધરાવે છે અને રાજ્યોએ તેને પ્રાથમિકતા આપીને આ યોજનાઓનાં 100 ટકા પરિણામો મેળવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, ડાબેરી ઉગ્રવાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં જેટલો વધુ વિકાસ થશે, તેટલી જ ડાબેરી ઉગ્રવાસીઓની ભરતી  ઓછી થશે અને નાણાં ઊભાં કરવાનાં તેમનાં સ્ત્રોતો પણ સમાપ્ત થઈ જશે. કેન્દ્રીય ગૃહ પ્રધાને ડાબેરી ઉગ્રવાદથી અસરગ્રસ્ત રાજ્યોને આ સમસ્યા સામે કામ લેવા અને વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો જેથી આ સમસ્યાને જડમૂળથી ઉખેડી શકાય. તેમણે એમ પણ કહ્યું હતું કે, દરેક રાજ્યમાં ફોરેન્સિક સાયન્સ લૉ કૉલેજો ખોલવી જોઈએ અને નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક ભાષાઓમાં વિવિધ માધ્યમો દ્વારા સાયબર સુરક્ષા જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ.

સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની 23મી બેઠકમાં ગ્રામીણ વિસ્તારોમાં બૅન્કિંગ નેટવર્કનાં વિસ્તરણ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલાં વિઝનને અનુરૂપ તમામ ગામડાઓનાં 5 કિલોમીટરની અંદર બૅન્કિંગ સુવિધાઓનાં વિસ્તરણની દિશામાં થયેલી નોંધપાત્ર પ્રગતિ પર ચર્ચા કરવામાં આવી હતી. 112 ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સર્વિસ (ઇઆરએસએસ) દેશની સિંગલ નંબર ઇમરજન્સી લાઇન છે અને 35 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાર્યરત છે. મહિલાઓની સુરક્ષા માટે સખી વન સ્ટોપ સેન્ટર અંતર્ગત ભારત સરકાર દ્વારા ઓનલાઇન સખી ડેશબોર્ડનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

આ બેઠકમાં પોલીસ હેલ્પ લાઇન નંબર 112ને મહિલા હેલ્પ લાઇન 181 અને ચાઇલ્ડ હેલ્પ લાઇન 1098 સાથે અબાધ રીતે સંકલિત કરવા તથા તેનાં માધ્યમથી મહિલાઓને લગતા કેસોને રિઅલ ટાઇમ આધારે સખી વન સ્ટોપ સેન્ટર્સમાં તબદીલ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આજની બેઠકમાં કાઉન્સિલને માહિતગાર કરવામાં આવી હતી કે રાયપુરમાં યોજાયેલી કાઉન્સિલની 22મી બેઠકમાં યોજાયેલી ચર્ચાનાં પરિણામે ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે ઘઉં અને ચોખાના સંગ્રહમાં નુકસાન/નફા માટે સુધારેલા માપદંડો જારી કર્યા છે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સંસ્થાઓને સમાનરૂપે લાગુ પડે છે. આ બેઠકમાં રાજ્યના હોમ ગાર્ડઝને અનુદાન જાહેર કરવા અને ભોપાલ, ઇન્દોર અને રાયપુર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાને મધ્ય ક્ષેત્રીય પરિષદમાં સામેલ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મુખ્ય સચિવોને પણ દર મહિને કાઉન્સિલની બેઠકમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર નિયમિત રીતે દેખરેખ રાખવા જણાવ્યું હતું, જેથી આ મુદ્દાઓનું ઝડપથી નિરાકરણ લાવી શકાય.

SD/GP/JD

 



(Release ID: 1853699) Visitor Counter : 261