પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ
प्रविष्टि तिथि:
16 AUG 2022 9:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રેંચ રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ ઈમેન્યુઅલ મેક્રોન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ ફ્રાન્સમાં ચાલી રહેલા દુષ્કાળ અને જંગલની આગ મામલે રાષ્ટ્રપતિ મેક્રોન પ્રત્યે એકતાની લાગણી વ્યક્ત કરી.
નેતાઓએ સંરક્ષણ સહયોગ પ્રોજેક્ટ્સ અને નાગરિક પરમાણુ ઊર્જામાં સહકાર સહિત ચાલી રહેલી દ્વિપક્ષીય પહેલોની સમીક્ષા કરી હતી.
તેઓએ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સહિત મહત્વના ભૌગોલિક રાજકીય પડકારોની પણ ચર્ચા કરી હતી.
બંને નેતાઓએ તાજેતરના વર્ષોમાં ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી પ્રાપ્ત કરી છે તેના ઊંડાણ અને તાકાત પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને સહકારના નવા ક્ષેત્રોમાં સંબંધોને વિસ્તારવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવા સંમત થયા હતા.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1852399)
आगंतुक पटल : 206
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam