માહિતી અને પ્રસારણ મંત્રાલય
દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો વગર ભારતના સારની અભિવ્યક્તિ શક્ય નથી: કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ
સ્વરાજ એ સ્વતંત્રતા સંગ્રામના આપણા નાયકોમાં આપણા ગૌરવની અભિવ્યક્તિ છેઃ શ્રી અનુરાગ ઠાકુર
કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ અને શ્રી અનુરાગ ઠાકુરે સ્વરાજ - ભારત કે સ્વતંત્રતા સંગ્રામ કી સમગ્ર ગાથા ધારવાહિકનો પ્રારંભ કર્યો
Posted On:
05 AUG 2022 5:58PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ તેમજ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી (I&B) એ આજે આકાશવાણી ભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન સ્વરાજ – ભારત કે સ્વતંત્રતા સંગ્રામ કી સમગ્ર ગાથા નામની ધારાવાહિકનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે I&Bના કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગન, I&B સચિવ શ્રી અપૂર્વ ચંદ્રા અને પ્રસાર ભારતીના CEO શ્રી મયંક અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે ટિપ્પણી કરી હતી કે, દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયોએ 550 કરતાં વધારે સ્વાતંત્ર્ય સેનાનીઓના શૌર્યની ગાથાઓને ફરી સજીવન કરવાનું અને યુવા પેઢીને આ વિરસાયેલા નાયકોથી પરિચિત કરાવવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે.
આ ધારાવાહિક વિશે બોલતા મંત્રીએ કહ્યું હતું કે, આની પાછળનો મૂળ ઉદ્દેશ સ્વરાજના વિચાર પાછળની દૂરંદેશી અંગે ફરી કલ્પના કરવાનો છે અને આ વિચારને જેમણે વાસ્તવિકતા સાકાર કર્યો તેવા નેતાઓ વાર્તાઓ લોકોને જણાવવાનો છે. આ ધારાવાહિક એ વિતેલા સમયના નાયકોમાં આપણા ગૌરવની અભિવ્યક્તિ છે. અભિવ્યક્તિ અંગે પોતાનો સંતોષ વ્યક્ત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ ધારાવાહિક બનાવવા માટે સઘન સંશોધન કરવામાં આવ્યું છે અને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની આ ગાથાઓને જીવંત રૂપ આપવા માટે દેશના ખૂણે-ખૂણેથી માહિતી તેમજ દસ્તાવેજો એકઠા કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જાહેર પ્રસારણકર્તાઓ દ્વારા નિભાવવામાં આવતી ભૂમિકા વિશે વાત કરતી વખતે પંડિત જસરાજ અને ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાં જેવા દિગ્ગજોને યાદ કરતા જણાવ્યું હતું કે, જો આકાશવાણી ન હોત તો તેમનું અસ્તિત્વ ન હોત. તેમણે કહ્યું હતું કે, “દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો વગર ભારતના સારની અભિવ્યક્તિ ફેલાવવી શક્ય નથી.”
મંત્રીશ્રીએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના અર્થ પર ચર્ચા કરતા આગળ જણાવ્યું હતું કે, આ માત્ર આપણી સ્વતંત્રતાના સંગ્રામની ઉજવણી નથી પરંતુ આ ઉજવણી આઝાદી પછીના છેલ્લા 75 વર્ષ દરમિયાન આપણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ, આપણા સ્વાતંત્ર્યના સંગ્રામના જાણીતા વિસરાયેલા નાયકોના બલિદાનની પણ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ એવો પણ સમય છે જ્યારે આપણે ભારતના ભાવિના રૂપરેખાઓની પરિકલ્પના કરી રહ્યા છીએ અને ભારત અહીંથી જ શ્રેષ્ઠતાની વધુ ઊંચાઇઓ હાંસલ કરશે.
સ્વરાજ એ એક અટપટો ખ્યાલ છે અને શ્રી અમિત શાહે આ વિચાર પર ધ્યાન આપ્યું હતું તેમજ આગળ ઉમેર્યું હતું કે, સ્વરાજ માત્ર સ્વ-શાસનના વિચાર સુધી સિમિત નથી. તે આપણી પોતાની અનોખી શૈલીમાં દેશનું સંચાલન કરવાની પ્રક્રિયા છે અને તેમાં આપણી પોતાની ભાષાઓ અને આપણી પોતાની સંસ્કૃતિનો સમાવેશ થાય છે અને જ્યાં સુધી આપણે સ્વરાજના આ સર્વવ્યાપી વિચારને આત્મસાત ન કરી શકીએ ત્યાં સુધી ભારત ખરા અર્થમાં સ્વરાજ પ્રાપ્ત કરી શક્યું નથી. તેમણે ઉમર્યું હતું કે, સ્વતંત્રતાના શતાબ્દી વર્ષમાં, આપણી ભાષાઓની જાળવણી કરવી અને આપણા ઐતિહાસિક વારસા તેમજ આપણી સંસ્કૃતિને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
મંત્રીશ્રીએ આ ધારાવાહિક તૈયાર કરવા પાછળના ક્રૂ મેમ્બરોને તેમના ખંત બદલ શ્રેય આપ્યો. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણથી લઇને સંપત્તિ સુધી, સંસ્કૃતિથી લઇને શાસન સુધી, ભારતનો ઇતિહાસ રહ્યો છે કે તે હંમેશા બ્રિટિશ રાજ કરતાં ચડિયાતું રહ્યું હતું, પરંતુ ભારત વિશે એક ખોટી કહાની ઘડી કાઢવામાં આવી હતી અને લોકોમાં એક હીનતાની ભાવનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સ્વરાજ ધારાવાહિક દેશના લોકોના સામૂહિક અંતરાત્મામાંથી આવી તમામ હીનતાઓને દૂર કરી દેશે.
આ પ્રસંગે વિવિધ સાંસદો, મંત્રાલય, દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રસાર ભારતીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી મયંક અગ્રવાલે કહ્યું હતું કે, આ ધારાવાહિકનું પ્રસારણ દૂરદર્શનની સાથે સાથે આકાશવાણી પરથી પણ કરવામાં આવશે. શ્રી અગ્રવાલે આ ધારવાહિક પાછળની સલાહકાર સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સ્વરાજ– સ્વતંત્રતા સંગ્રામ કી સમગ્ર ગાથા વિશે
સ્વરાજ એ 75 એપિસોડની ધારાવાહિક છે જેનું શૂટિંગ 4K/HD ક્વૉલિટી કરવામાં આવ્યું છે અને 14 ઑગસ્ટથી દૂરદર્શન નેશનલ પર દર રવિવારે રાત્રે 9 થી 10 વાગ્યા સુધી તેનું પ્રસારણ કરવામાં આવશે. આ ધારાવાહિકનું અંગ્રેજીની સાથે સાથે નવ પ્રાદેશિક ભાષાઓમાં પણ ડબિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રાદેશિક ભાષાઓમાં તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, ગુજરાતી, ઉડિયા, બંગાળી અને આસામી ભાષા સામેલ છે જેનું પ્રસારણ 20 ઑગસ્ટથી દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો પર કરવામાં આવશે. વર્ષ 1498માં વાસ્કો-દ-ગામાના ભારતમાં આગમનના પ્રસંગ સાથે આ ધારાવાહિકની શરૂઆત થાય જેમાં આ ભૂમિના નાયકોની સમૃદ્ધ ગાથા રજૂ કરવામાં આવી છે. આમાં રાણી અબક્કા, બક્ષી જગબંધુ, તિરોત સિંગ, સિદ્ધુ મુર્મુ અને કાન્હુ મુર્મુ, શિવપ્પા નાયક, કાન્હોજી આંગ્રે, રાણી ગૈદિન્લિયુ, તિલક માઝી વગેરે જેવા સ્વતંત્રતાના કેટલાય વિસરાયેલા નાયકો તેમજ રાણી લક્ષ્મીબાઇ, મહારાજા શિવાજી, તાત્યા ટોપે, મેડમ ભીખાજી કામા જેવા પ્રખ્યાત સ્વતંત્રતા સેનાનીઓની ગાથા સમાવી લેવામાં આવી છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1848870)
Visitor Counter : 240