પ્રધાનમંત્રીનું કાર્યાલય

ફળશ્રુતિઓની યાદીઃ માલદીવ્સના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત

Posted On: 02 AUG 2022 10:20PM by PIB Ahmedabad

A. શિલાન્યાસ/પ્રોજેક્ટ્સની સમીક્ષા

1. 500 મિલિયન ડૉલરના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ગ્રેટર મેલ કનેક્ટિવિટી પ્રોજેક્ટનું પ્રથમ કૉંક્રિટ રેડવું, જે કાયમી કાર્યોની શરૂઆતને ચિહ્નિત કરે છે.

2. હુલહુમાલેમાં 4,000 સોશિયલ હાઉસિંગ એકમોના નિર્માણ પર પ્રગતિની સમીક્ષા, જેને એક્ઝિમ બૅન્ક ઑફ ઇન્ડિયા બાયર્સ ક્રેડિટ ફાઇનાન્સ હેઠળ 227 મિલિયન ડૉલરનું ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

3. 34 ટાપુઓમાં અડ્ડુ માર્ગો અને પુનઃસ્થાપન, જળ અને સ્વચ્છતા તથા શુક્રવાર મસ્જિદના જીર્ણોદ્ધાર પ્રોજેક્ટ્સ સહિત ભારત માલદીવ્સના વિકાસલક્ષી સહકારની ઝાંખી

બી. સમજૂતીઓ/એમઓયુઝનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું

1. માલદીવ્સની સ્થાનિક પરિષદો અને મહિલા વિકાસ સમિતિના સભ્યોને ક્ષમતા નિર્માણ અને તાલીમ પર ભારતના એનઆઇઆરડીપીઆર અને માલદીવ્સના સ્થાનિક સરકારી સત્તામંડળ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)

2. ભારતના આઈએનસીઓઆઈએસ અને માલદીવ્સના મત્સ્યપાલન મંત્રાલય વચ્ચે સંભવિત ફિશિંગ ઝોન ફોરકાસ્ટ ક્ષમતા નિર્માણ તથા ડેટાની વહેંચણી તથા દરિયાઈ વૈજ્ઞાનિક સંશોધન માટે સહયોગ પર સમજૂતી કરાર (એમઓયુ)

3. સીઇઆરટી-ઇન્ડિયા અને માલદીવ્સમાં એનસીઆઇટી વચ્ચે સાયબર સુરક્ષાનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતીકરાર (એમઓયુ)

4. એનડીએમએ, ભારત અને માલદીવ્સનાં એનડીએમએ વચ્ચે આપત્તિ નિવારણના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી કરાર (એમઓયુ)

5. ભારતની એક્ઝિમ બૅન્ક અને માલદીવ્સના નાણાં મંત્રાલય વચ્ચે માલદીવ્સમાં પોલીસ માળખાના 41 મિલિયન ડૉલરના બાયર ક્રેડિટ ફાયનાન્સિંગ માટે સમજૂતી

6. હુલહુમાલેમાં નિર્માણ પામનારા વધારાના 2,000 સામાજિક આવાસ એકમો માટે 119 મિલિયન ડૉલરની ખરીદ ધિરાણ ભંડોળની મંજૂરી પર એક્ઝિમ બૅન્ક ઓફ ઇન્ડિયા અને માલદીવ્સના નાણાં મંત્રાલય વચ્ચે લેટર ઑફ ઇન્ટેન્ટ

સી. ઘોષણાઓ

1. માલદીવ્સમાં માળખાગત પ્રોજેક્ટ્સને ફાઇનાન્સ કરવા માટે 100 મિલિયન ડૉલરની નવી લાઇન ઑફ ક્રેડિટનું વિસ્તરણ

 

2. લાઇન ઑફ ક્રેડિટ હેઠળ 128 મિલિયન અમેરિકન ડૉલરનાં મૂલ્યનાં હનીમાધુ એરપોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ઇપીસી કોન્ટ્રાક્ટ આપવા માટે મંજૂરી

3. ડીપીઆરને મંજૂરી અને લાઇન ઑફ ક્રેડિટ હેઠળ 324 અમેરિકન ડૉલરના ગુલહિફાહલુ પોર્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની ટેન્ડરિંગ પ્રક્રિયાની શરૂઆત

4. લાઇન ઑફ ક્રેડિટ હેઠળ 30 મિલિયન ડૉલરની કેન્સર હૉસ્પિટલ પ્રોજેક્ટ માટે શક્યતા અહેવાલ અને નાણાકીય રીતે નક્કી કરવાની મંજૂરી

5. હુલહુમાલેમાં વધારાના 2,000 સામાજિક આવાસ એકમો માટે એક્ઝિમ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા 119 મિલિયન ડૉલરનું ખરીદ ધિરાણ

6. માલદીવ્સથી ભારતમાં ડ્યુટી ફ્રી ટુના નિકાસની સુવિધા

7. અગાઉ પ્રદાન કરવામાં આવેલા જહાજ-સીજીએસ હુરાવી માટે માલદીવ્સના રાષ્ટ્રીય સંરક્ષણ દળને રિપ્લેસમેન્ટ શિપનો પુરવઠો

8. માલદીવ્સનાં રાષ્ટ્રીય સંરક્ષણ દળને બીજા લેન્ડિંગ ક્રાફ્ટ એસોલ્ટ (એલસીએ)નો પુરવઠો

9. માલદીવ્સનાં રાષ્ટ્રીય સંરક્ષણ દળને 24 યુટિલિટી વીઈકલ્સની ભેટ

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1847728) Visitor Counter : 167