ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે કેબિનેટ દ્વારા રૂ.2,798 કરોડના ખર્ચે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવા રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો
શ્રી નરેન્દ્ર મોદી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા પ્રાચીન તીર્થસ્થાનોને પુનઃજીવિત કરવા અને ભક્તોને સુવિધાઓ આપવા માટે સતત કામ કરી રહ્યા છે
ગુજરાત માટે આજનો દિવસ મહત્વનો છે, શ્રી નરેન્દ્ર મોદીએ રેલવે દ્વારા મા અંબાજી મંદિર અને શ્રી અજીતનાથ જૈન મંદિર એમ ગુજરાતના બે પ્રસિદ્ધ યાત્રાધામોને જોડવાનું નક્કી કર્યું છે
આ 116.65 કિમી લાંબી રેલવે લાઇન આ સ્થળોની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓ સાથે સ્થાનિક લોકોને સુવિધા આપશે અને વિસ્તારના વિકાસને વધુ વેગ મળશે.
મંજૂર કરાયેલી રેલ લાઇન રાજસ્થાનના સિરોહી અને ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાઓમાંથી પસાર થશે, જેનો લાભ બંને રાજ્યોના લોકોને થશે, એટલું જ નહીં તે કૃષિ પેદાશો અને સ્થાનિક ઉત્પાદનોના ઝડપી પરિવહનને સક્ષમ બનાવશે અને ઉત્પાદન પણ કરશે તથા રોજગારનું સર્જન પણ કરશે
આ રેલવે લાઈન માત્ર ભારત અને વિદેશના યાત્રાળુઓને આ સ્થળોએ પહોંચવામાં સરળ બનાવશે એટલું જ નહીં, પરંતુ ગુજરાત અને રાજસ્થાનમાં ધાર્મિક પ્રવાસનને પણ વેગ આપશે.
प्रविष्टि तिथि:
13 JUL 2022 6:39PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળ દ્વારા રૂ.2,798 કરોડના ખર્ચે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવા રેલ પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.
ટ્વીટ દ્વારા શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે “શ્રી મોદી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા પ્રાચીન તીર્થસ્થાનોને પુનઃજીવિત કરવા અને ભક્તોને સુવિધાઓ આપવા માટે સતત કામ કરી રહ્યા છે. ગુજરાત માટે આજનો દિવસ મહત્વનો છે. શ્રી મોદીએ ગુજરાતના બે પ્રસિદ્ધ યાત્રાધામો મા અંબાજી મંદિર અને શ્રી અજીતનાથ જૈન મંદિરને રેલવે દ્વારા જોડવાનું નક્કી કર્યું છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આ 116.65 કિલોમીટર લાંબી રેલ લાઇન આ સ્થળોએ આવતા શ્રદ્ધાળુઓ સાથે સ્થાનિક લોકોને સુવિધા આપશે અને વિસ્તારના વિકાસને વધુ વેગ આપશે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા ₹2,798 કરોડના ખર્ચે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવા રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું.
મંજૂર નવા રેલવે પ્રોજેક્ટ હેઠળ તારંગા હિલ-અંબાજી-આબુ રોડ અમદાવાદ અને આબુ રોડ વચ્ચે વૈકલ્પિક રેલવે માર્ગ ખોલશે, જે પ્રદેશના લોકો માટે સરળ રેલ પરિવહનની સુવિધા તો આપશે એટલું જ નહીં, પરંતુ સામાજિક અને આર્થિક વિકાસના દરવાજા પણ ખોલશે. મંજૂર થયેલી રેલવે લાઈન રાજસ્થાનના સિરોહી અને ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી પસાર થશે. નવા રેલવે માર્ગથી બંને રાજ્યોના લોકોને ફાયદો તો થશે જ, સાથે સાથે કૃષિ પેદાશો અને સ્થાનિક ઉત્પાદનોનું ઝડપી પરિવહન પણ શક્ય બનશે અને રોજગારીનું સર્જન પણ થશે.
નવી રેલવે લાઇન આ વિસ્તારમાં રોકાણ વધારશે અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. ગુજરાતમાં અંબાજી એક પ્રસિદ્ધ યાત્રાધામ અને 51 શક્તિપીઠોમાંનું એક છે. આ રેલવે લાઇનની અંબાજી મંદિર અને તારંગા હિલ ખાતેના પ્રસિદ્ધ અજિતનાથ જૈન મંદિર સાથેની કનેક્ટિવિટી વધારવાથી માત્ર દેશ-વિદેશથી આવનારા યાત્રિકોને અહીં સરળ પ્રવેશ મળશે એટલું જ નહીં, પરંતુ ગુજરાત અને રાજસ્થાનમાં ધાર્મિક પ્રવાસનને પણ વેગ મળશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1841286)
आगंतुक पटल : 310