ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

દિવસ 3: ડિજિટલ ઇન્ડિયા વીક 2022


200થી વધુ સ્ટોલ સાથેના ડિજિટલ મેળામાં 10,000 કરતાં વધારે મુલાકાતીઓ આવ્યા અને આદિવાસી વિસ્તારોની સરકારી શાળાઓએ ભાગ લીધો

ડિજિટલ મેળામાં સ્ટાર્ટઅપ્સ દ્વારા ઇન્ટરેક્ટિવ રોબોટ્સ, AR/VR અને ડ્રોન જેવી અદ્યતન ભવિષ્યલક્ષી ટેકનોલોજીઓના પ્રદર્શનથી યુવાનો અને પુખ્ત વયના લોકોને સમાન રીતે આકર્ષણ ઉભું થયું

ડિજિટલ મેળાની મુદત 10 જુલાઇ 2022 સુધી લંબાવાઇ

30 થી વધુ વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને ઉદ્યોગજગતના અગ્રણીઓએ નવા ભારતના ટેકેડને ઉત્પ્રેરિત કરવા માટે મેટાવર્સ, વેબ 3.0, 5G, સાર્વજનિક ડિજિટલ પ્લેટફોર્મ અને આધાર પર મનોમંથન કર્યું

7 થી 9 જુલાઇ 2022 દરમિયાન “ઇન્ડિયા સ્ટેક નોલેજ એક્સચેન્જ” સાથે ડિજિટલ ઇન્ડિયા વીકની વર્ચ્યુઅલ ઈવેન્ટ્સ માટે મંચ તૈયાર કરાયો

Posted On: 07 JUL 2022 7:45PM by PIB Ahmedabad

ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલના લોન્ચિંગ સાથે ડિજિટલ ઇન્ડિયા વીકની ત્રીજા દિવસની ઉજવણી 6 જુલાઇ 2022ના રોજ શરૂ થઇ હતી. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના (MeitY) અધિક સચિવ ડૉ. રાજેન્દ્ર કુમારે આવકાર સંબોધન આપ્યું હતું. ત્યારબાદ MeitYના સચિવ શ્રી અલ્કેશકુમાર શર્મા એ વિશેષ સંબોધન આપ્યું હતું જેમાં તેમણે ડિજિટલ ઇન્ડિયા વીક 2022ની ઉજવણીને એક સફળ કાર્યક્રમ બનાવવા માટે ગુજરાત સરકારે કરેલી મદદ બદલ ગુજરાત સરકાર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે એવું પણ અભિવ્યક્ત કર્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયા વીક માત્ર એક ઉજવણી નથી પરંતુ સારા વિચારોને એકબીજા સાથે ફલિત કરવા માટેનો મંચ પણ છે.   

ડિજિટલ એક્સ્પો પણ સાથે સાથે પ્રદર્શિત કરવામાં આવ્યો છે જેની મુદત 10 જુલાઇ 2022 સુધી લંબાવવામાં આવી છે. ગઇકાલે, 10,000 થી વધુ મુલાકાતીઓની વિશાળ સંખ્યા તેમાં જોવા મળી હતી, જેમણે 200 કરતાં વધારે સ્ટોલ પર ભવિષ્યલક્ષી ડિજિટલ ઉકેલો અને ઉભરતા ટેકનોલોજી ઉત્પાદનો જોયા હતા. આ એક્સ્પોએ સમગ્ર ભારતમાંથી વિદ્યાર્થીઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ, ઉદ્યમીઓ અને સામાન્ય લોકોમાં આકર્ષણ ઉભું કર્યું છે. આદિવાસી વિસ્તારોમાંથી સરકારી શાળાઓએ ઉત્સાહપૂર્વક અહીં ભાગ લીધો છે જે ડિજિટલ એક્સ્પોની ખાસિયત છે. ડિજિટલ મેળામાં દેશભરના સ્ટાર્ટઅપ્સ દ્વારા ડ્રોન, AR/VR, ઇન્ટરેક્ટિવ રોબોટ્સ અને અદ્યતન ભવિષ્યલક્ષી ટેકનોલોજીઓ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.

ગુજરાત સરકારના શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ MyGov Gujarat પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું જે 6.67 કરોડ ગુજરાતીઓને રાષ્ટ્રનિર્માણમાં વધારે યોગદાન આપવા માટે સમર્થ બનાવે છે. તેમણે ઉપસ્થિતોને સંબોધન પણ આપ્યું હતું અને ડિજિટલ ઇન્ડિયા હેઠળની પહેલોને અમલમાં મૂકવા અને અપનાવવામાં ચેમ્પિયન બનવા બદલ તેમજ પારદર્શિતા, કાર્યક્ષમતા અને જવાબદારીમાં વધારો કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી હતી. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજીના સચિવ શ્રી વિજય નેહરાએ આભાર વિધિ કરી હતી.

દિવસનું પ્રથમ સત્ર સાર્વજનિક ડિજિટલ પ્લેટફોર્મ્સ અને લોક કેન્દ્રિત જાહેર સેવાઓ પર રહ્યું હતું જેનું સંચાલન MeitYના અધિક સચિવ ડૉ. રાજેન્દ્ર કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સત્રના પેનલના સભ્યોમાં WEFના સલાહકાર શ્રી જે. સત્યનારાયણ, CSC-SPVના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી દિનેશ ત્યાગી, આંધ્રપ્રદેશ સરકારના IT & Cના અગ્ર સચિવ શ્રી સૌરભ ગૌર, છત્તીસગઢ સરકારના CHIPના વિશેષ સચિવ અને CEO શ્રી સમીર વિશ્નોઇ, ઉત્તરપ્રદેશ સરકારના વિશેષ સચિવ (IT & E) શ્રી કુમાર વિનીત, ઉત્તરાખંડ સરકારના ITDAના નિદેશક શ્રી અમિત કે. સિંહા, IPS સામેલ હતા. પેનલના સભ્યોએ કેવી રીતે તમામ ક્ષેત્રોમાં સાર્વજનિક ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાની ભારતની અનન્ય પ્લેટફોર્માઇઝેશન વ્યૂહરચના નાગરિકોનું સશક્તિકરણ કરીને, ઇઝ ઓફ ગવર્નન્સ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સુનિશ્ચિત કરીને સરકાર-નાગરિકના જોડાણમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે તેના પર ચર્ચા કરી હતી.

દિવસમાં બીજા સત્રમાં પેનલ ચર્ચામાં રાજ્યો માટે આધાર: ઇઝ ઓફ લિવિંગ સક્ષમ કરવું વિષય રાખવામાં આવ્યો હતો જેનું સંચાલન UIDAIના DDG શ્રી અમોદ કુમારે કર્યું હતું અને તેમાં બિહાર સરકારના અગ્ર સચિવ (IT) શ્રી સંતોષ કુમાર મોલ, IAS, કર્ણાટક સરકારના DPARના સચિવ શ્રી વી. પોન્નુરાજ, IAS, પ્રોજેક્ટ સંયોજક (MP-SWAN) અને મધ્યપ્રદેશ સરકારના DSTના નાયબ સચિવ શ્રી અભિજિત અગ્રવાલ અને ઉત્તરાખંડ સરકારના ITDAના નિદેશક શ્રી અમિત કે. સિંહા, IPSએ ભાગ લીધો હતો. આ સત્રમાં નાગરિકોનાં રોજિંદા જીવનને સરળ બનાવવા માટે રાજ્યો કેવી રીતે આધારનો ઉપયોગ કરી રહ્યા છે તેના પર મનોમંથન કરવામાં આવ્યું હતું જેમાં, ખાસ કરીને સૌથી વધુ હાંસિયામાં ધકેલાઇ ગયેલા અને વંચિત વર્ગને સબસિડી, લાભો અને અન્ય સેવાઓની અવરોધરહિત ડિલિવરી પર ચર્ચા કરવામાં આવી હતી.

ત્રીજી પેનલ ચર્ચા મેટાવર્સ અને વેબ 3.0 વિષય પર યોજાઇ હતી જેની અધ્યક્ષતા MeitYના અધિક સચિવ ડૉ. રાજેન્દ્ર કુમારે કરી હતી. આ ચર્ચામાં સામેલ થયેલા અગ્રણી પેનલિસ્ટમાં મેટાના જાહેર નીતિના વડા શ્રી રાજીવ અગ્રવાલ, મિક્સ્ડ રિયાલિટી, માઇક્રોસોફ્ટ ઇન્ડિયાના VP શ્રી શ્રીનિવાસ રેડ્ડી, AWS ઇન્ડિયા અને દક્ષિણ એશિયાના હેડ સર્વિસ લાઇન્સ, શ્રી કનિષ્કા અગીવાલ અને IIT કાનપુરના કોમ્પ્યુટર વિજ્ઞાન વિભાગના પ્રો. મહિન્દ્રા અગ્રવાલ હતા. આ સત્ર દરમિયાન આંતરદૃષ્ટિપૂર્ણ વિચાર વિનિમયથી કરવામાં આવ્યો હતો અને મેટાવર્સ ટેકનોલોજીના વર્તમાન પરિદૃશ્ય, મેટાવર્સમાં નીતિ અને નિયમનકારી ધોરણો, વેબ 3.0 માટે ક્ષમતા નિર્માણથી માંડીને પરિવર્તન સુધીના વિષયોની શોધખોળ કરવામાં આવી હતી જે આ બંને ટેકનોલોજીઓ દ્વારા આપણે તમામ ક્ષેત્રોમાં જોઇએ તેવી શક્યતા છે.   

ચોથું સત્ર 5G અને ભારતના ટેકેડમાં ઇન્ટરનેટના ભવિષ્ય પર આધારિત હતું. આ સત્રની અધ્યક્ષતા અને સંચાલન MeitYના અધિક સચિવ ડૉ. રાજેન્દ્ર કુમારે કર્યું હતું. આ ચર્ચામાં ભાગ લેનારા પેનલના મુખ્ય સભ્યોમાં DoTના નાયબ મહાનિદેશક શ્રી આર. કે. પાઠક, તેજસ નેટવર્કની CTOની કચેરીના અગ્ર આર્કિટેક્ટ શ્રી જીશ્નું અરવિંદક્ષન, સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન વાયરલેસ ટેકનોલોજીમાં પ્રિન્સિપલ રિસર્ચ એન્જિનિયર શ્રી ધીવાગર બાસ્કરન, EY ટેલિકોમ ડોમેનના પાર્ટનર શ્રી અભિષેક અને TSDSIની ગર્વનિંગ કાઉન્સિલના સભ્ય શ્રી રવિ લાખોટિયા હતા. પેનલે તાજેતરમાં ભારતમાં 5G ના લોન્ચિંગ વિશે પ્રેક્ષકોને માહિતગાર કર્યા હતા અને કનેક્ટિવિટી સ્પેસમાં નવા યુગના હસ્તક્ષેપોને રજૂ કરવા માટે ઉદ્યોગજગત કેવી રીતે આગળ વધી રહ્યું છે તેના પર ચર્ચા કરી હતી. પેનલે એ બાબતે પણ ચર્ચા કરી હતી કે, ભારતનું એક્સપોઝર સહિયારી સેવાઓ માટે કેવી રીતે વૈશ્વિક ડિલિવરી પુરવઠા સાંકળ, પરિપક્વ પુરવઠાકારો, અપડેટ કરાયેલું ICT ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિક્ષેપકારક ટેકનોલોજીને અપનાવવી, આવિષ્કારી વ્યવસાયિક મોડલ અને નિયમનકારી પ્રયાસો સાથે ઉચ્ચ વૃદ્ધિના માર્ગ તરફ દોરી જશે.     

ડિજિટલ ઇન્ડિયા વીકની ત્રણ દિવસીય ભૌતિક ઇવેન્ટના છેલ્લા સત્રનું સંચાલન NeGDના પ્રમુખ અને CEO શ્રી અભિષેક સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. મેઘાલય સરકારના સંયુક્ત સચિવ (આયોજન) શ્રી રામકૃષ્ણ ચિત્તુરી, ગોવા સરકારના IT નિદેશક શ્રી પ્રવીણ વોલ્વોટકર, ICT અને ઇ-ગવર્નન્સના નિયામક અને ગુજરાત સરકારના GILના MD શ્રી સચિન ગુસિયા, મધ્યપ્રદેશ સરકારના નિદેશક (IT) શ્રી અભિજિત અગ્રવાલ, JaKeGAના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) શ્રી અભિષેક શર્મા, તેલંગાણા સરકારના સંયુક્ત નિદેશક (eGov) શ્રી શ્રીનિવાસ પેંડયાલા દ્વારા આ સત્રમાં છ 'પ્રતિભાવપૂર્ણ અને માપી શકાય તેવા પ્રોજેક્ટ્સ પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. પ્રેઝન્ટેશનોમાં એ દર્શાવવામાં આવ્યું હતું કે, કેવી રીતે તમામ રાજ્યોમાં શાસન સુધારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. મેઘાલય એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ચર, ગોવાની IT નીતિઓ, તમામ સરકારી કચેરીઓની સરળ, પ્રતિભાવશીલ, અસરકારક અને પારદર્શક કામગીરી સાથેની ગુજરાત ઇ-સરકાર સિસ્ટમ, મધ્યપ્રદેશમાં GIS આધારિત સિસ્ટમ, ડિજિટલ J&K અને મશીન લર્નિંગનો ઉપયોગ અને તેલંગાણામાં ડીપ લર્નિંગ વગેરે મુદ્દા પર અહીં પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

NeGDના પ્રમુખ અને CEO શ્રી અભિષેક સિંહે આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આદરણીય પ્રધાનમંત્રી, ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી, આદરણીય ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી, રાજ્યના આદરણીય મંત્રીઓ, ગુજરાત સરકાર, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગજગતના ભાગીદારો અને સામેલ થનારી દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરીને ગુજરાતમાં ડિજિટલ ઇન્ડિયા સપ્તાહના સત્ર અને કાર્યક્રમોનું સમાપન કર્યું હતું. શ્રી અભિષેક સિંહે કહ્યું હતું કે, ચાલો ભારતના ટેકેડ માટે સાથે મળીને કામ કરીએઅને સત્રને ઔપચારિક રીતે સમાપ્ત કર્યું હતું.

7થી 9 જુલાઇ 2022 સુધી ઇન્ડિયા સ્ટેક નોલેજ એક્સચેન્જ સાથે વર્ચ્યુઅલ માધ્યમમાં ડિજિટલ ઇન્ડિયા વીકની ઉજવણી ચાલુ રહેશે.

SD/GP/JD



(Release ID: 1839968) Visitor Counter : 270