વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને રાજ્યોના સહકારનું રેન્કિંગ કવાયત 2021ના પરિણામો જાહેર કરવામાં આવ્યા
ગુજરાત અને કર્ણાટક શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્યો જાહેર થયા; કેન્દ્રશાસિત પ્રદેશો અને પૂર્વોત્તર રાષ્ટ્રોમાં મેઘાલયનું શ્રેષ્ઠ પ્રદર્શન
કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા અને તેલંગાણા ટોચના પ્રદર્શન કરનારા રાજ્યોમાં સ્થાન પામ્યા; કેન્દ્રશાસિત પ્રદેશો અને પૂર્વોત્તર રાજ્યોમાં ટોચનું પ્રદર્શન કરનાર તરીકે જમ્મુ અને કાશ્મીર જાહેર
ONDCની મદદથી, $100 બિલિયન અથવા $1 ટ્રિલિયનની ત્રણ ફર્મના બદલે $1 બિલિયનની હજાર કંપનીઓ હશે: શ્રી ગોયલ
શ્રી ગોયલે વધુને વધુ સ્ટાર્ટઅપને GeM પર આવવા માટે કહ્યું: તેમણે કહ્યું કે, સ્ટાર્ટઅપ સિસ્ટમને ડેમોક્રેટાઇઝ કરવા માટે ખૂબ જ મોટી તક છે
રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ અને રાજ્ય સંબંધિત ચોક્કસ અહેવાલો બહાર પાડવામાં આવ્યા
Posted On:
04 JUL 2022 4:52PM by PIB Ahmedabad
સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને રાજ્યોના સહકારનું રેન્કિંગ કવાયતના ત્રીજા સંસ્કરણના પરિણામો આજે નવી દિલ્હીમાં આવેલા અશોક હોટેલ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ તેમજ કાપડ મંત્રી શ્રી પીયૂષ ગોયલ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. આ રેન્કિંગ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાંચ શ્રેણી એટલે કે, શ્રેષ્ઠ પ્રદર્શનકર્તા, ટોચના પ્રદર્શનકર્તા, અગ્રણી, મહત્વાકાંક્ષી અગ્રણી અને ઉભરતી સ્ટાર્ટઅપ સિસ્ટમમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.
ગુજરાત અને કર્ણાટક રાજ્યોની શ્રેષ્ઠ પ્રદર્શનકર્તા શ્રેણીમાં ઉભરી આવ્યા છે જેમાં દિલ્હીનો NCT પ્રદેશ પણ સામેલ છે. કેન્દ્રશાસિત પ્રદેશ (UT) અને પૂર્વોત્તર રાજ્યો (NE)માં આ ટોચનું સન્માન મેઘાલયને પ્રાપ્ત થયું છે. ટોચના પ્રદર્શનકર્તાની શ્રેણીમાં રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા અને તેલંગાણાને પુરસ્કાર પ્રાપ્ત થયો છે જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ (UT) અને પૂર્વોત્તર રાજ્યો (NE)માં ટોચના પ્રદર્શનકર્તા પુરસ્કાર જમ્મુ અને કાશ્મીરને પ્રાપ્ત થયો છો.
આસામ, પંજાબ, તમિલનાડુ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશ અગ્રણી શ્રેણીમાં પુરસ્કાર વિજેતાઓ જાહેર થયા છે જ્યારે આ શ્રેણીમાં જ UT અને પૂર્વોત્તર માટે આ સન્માન આદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ અને ગોવાને પ્રાપ્ત થયું છે. મહત્વાકાંક્ષી અગ્રણી રાજ્યોમાં ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાન રહ્યા છે જ્યારે આ કેન્દ્રશાસિત પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યો માટે મહત્વાકાંક્ષી અગ્રણી તરીકે ચંદીગઢ, દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ, હિમાચલ પ્રદેશ, મણીપુર, નાગાલેન્ડ, પુડુચેરી, ત્રિપુરા જાહેર કરવામાં આવ્યા છે. ઉભરતી સ્ટાર્ટ ઇકોસિસ્ટમ શ્રેણીના રાજ્યોમાં આંધ્રપ્રદેશ અને બિહાર છે જ્યારે UT/NEમાં મિઝોરમ અને લદાખ આવ્યા છે.
પુરસ્કારોની જાહેરાત કર્યા પછી ઉપસ્થિતોને સંબોધન આપતા, શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ONDC (ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ) હજારો સ્ટાર્ટ-અપ્સને જન્મ આપવાની શક્તિ ધરાવે છે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, “ભારતમાં UPIને ઘણી મોટી સફળતા પ્રાપ્ત થઇ છે, જેણે ભારતમાં પેમેન્ટ સિસ્ટમનું લોકશાહીકરણ (ડેમોક્રેટાઇઝેશન) કર્યું છે. આવનારા 5 વર્ષમાં, અમે ONDC સમગ્ર ભારતમાં ઇ-કોમર્સનું લોકશાહીકરણ કરીશું. આવું એટલા માટે થશે, કારણ કે આપણી પાસે અમુક હજાર અથવા તેથી વધુ સ્ટાર્ટ-અપ્સ હશે અને અમુક સેંકડો યુનિકોર્ન હશે. 100 બિલિયન અથવા એક ટ્રિલિયનના કદની ત્રણ કંપની હોવાને બદલે, તમારી પાસે એક અબજ ડૉલરની એક હોય તેવી હજાર કંપનીઓ હશે. ONDC પાસે તે કરવાની સત્તા છે.”
ભારતીય ઇકોસિસ્ટમ કામગીરીમાં શ્રેષ્ઠ બની શકે છે તે બાબત પર ભાર મૂકતા, શ્રી ગોયલે સૂચન આપ્યું હતું કે, રાજ્યો એકબીજા પાસેથી શીખવા માટે તેમના પડોશીઓ સાથે જોડાણ કરી શકે. હવે સેવાઓને પણ GeM હેઠળ લાવવામાં આવી છે તેમ જણાવ્યા તેમણે વિભાગને ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GeM) પર વધુ સ્ટાર્ટ-અપ્સ મેળવવા માટે પણ કહ્યું હતું.
શ્રી ગોયલે સૂચન કર્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી તમામ સ્ટાર્ટ-અપ સંબંધિત યોજનાઓની મદદથી જિલ્લાઓમાં સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હતી. તેમણે વધુ સ્ટાર્ટ-અપ્સને ઓનબોર્ડ લાવવાની અને તેમની નોંધણી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના કારણે ક્રિકેટના મેદાનનું લોકશાહીકરણ થયું છે તેવી જ રીતે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમનું લોકશાહીકરણ કરવાની મોટી તક છે.
મંત્રીશ્રીએ નવા માર્ગદર્શન કાર્યક્રમની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, નવતર આઇડિયા ધરાવતા હોય તેમને સહકાર મેળવવામાં આનાથી મદદ થશે અને તેમના આઇડિયાને સાર્થક કરવામાં મદદ કરશે.
DPIITના સચિવ શ્રી અનુરાગ જૈને જણાવ્યું હતું કે, JAM (જનધન, આધાર, મોબાઇલ), ડિજિટલ ઇન્ડિયા, ગતિશક્તિ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ સહિતની સરકારની સંખ્યાબંધ પહેલો દ્વારા સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને આગળ ધપાવવામાં આવે છે છે. તેમણે ઉમેર્યું હતું કે, “જો સ્ટાર્ટ-અપ સિસ્ટમને આગળ વધારવી હોય તો સૌથી મોટી ભૂમિકા રાજ્યોએ ભજવવી પડશે. અમે સુવિધા પૂરી પાડવાની ભૂમિકા નિભાવી શકીએ છીએ.”
નવા કોચિંગ અને માર્ગદર્શન કાર્યક્રમ MAARG (માર્ગદર્શન, સલાહ, સહાયતા, સ્થિતિસ્થાપકતા, વિકાસ) અંગે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ સલાહકાર પરિષદના સભ્ય શ્રી મનોજ કોહલીએ કહ્યું હતું કે, આ કાર્યક્રમ નફાકારક સ્ટાર્ટ-અપ્સનું નિર્માણ કરવા, તેમના કોર્પોરેટ ગવર્નન્સમાં સુધારો કરવા, તેમની કામગીરીમાં વધારો કરવા, ભંડોળના અંતરાયોને દૂર કરવા અને તેમની બ્રાન્ડ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આનાથી તેમની સફળતાના દરમાં સુધારો આવશે.
કાર્યક્રમ દરમિયાન MAARG પોર્ટલ માટે માર્ગદર્શકોની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ પોર્ટલ ભારતમાં સ્ટાર્ટ-અપ્સ માટે એક એવું સાધન વિકસાવવાના વિચાર સાથે તૈયાર કરવામાં આવ્યું છે કે જેને દેશના દરેક ખૂણેથી ઍક્સેસ કરી શકાય અને માર્ગદર્શક સાથે જોડાઇ શકે.
DPIITના સંયુકત સચિવ શ્રીમતી શ્રૃતિસિંહે જણાવ્યું હતું કે, રાજ્યોની મોટી ભૂમિકા સાથે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના ખૂબ જ લાંબાગાળાના પરિણામો મળી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, 27 રાજ્યોમાં પ્રાદેશિક ભાષામાં પોર્ટલ સાથે રાજ્યો વાઇબ્રન્ટ ઇકોસિસ્ટમ ધરાવે છે.
ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT) દ્વારા વર્ષ 2018 થી રાજ્યોની સ્ટાર્ટ-અપ રેન્કિંગ કવાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી સમગ્ર દેશમાં સ્ટાર્ટ-અપનું નિર્માણ કરી શકાય અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની સવલત પણ આપી શકાય. આ કવાયતના છેલ્લા ત્રણ સંસ્કરણોમાં તેના પ્રભાવમાં ઉત્તરોત્તર વધારો થયો છે, જેમાં આ સંસ્કરણમાં 31 સહભાગી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે, જે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યામાં છે. રાજ્ય સ્ટાર્ટ-અપ રેન્કિંગ કવાયતનો મૂળ ઉદ્દેશ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદ કરવાનો છે અને દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં અપનાવવામાં આવેલા શ્રેષ્ઠ આચરણોમાંથી શીખવાનો છે.
રાજ્ય સ્ટાર્ટઅપ રેન્કિંગ કવાયતના ત્રીજા સંસ્કરણના સમયગાળા તરીકે ધ્યાનમાં લેવાનો તબક્કો 1 ઓક્ટોબર 2019થી 31 જુલાઇ 2021 સુધીનો હતો. સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવાઓનું મૂલ્યાંકન 6 મહિનાના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું હતું. મૂલ્યાંકન સમિતિએ 14 બેઠકોમાં દરેક દસ્તાવેજનું મૂલ્યાંકન કર્યું હતું અને ન્યાયી તેમજ પારદર્શક મૂલ્યાંકન માટે આ સમિતિમાં 19 સરકારી વિભાગો અને 29 બિન-સરકારી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ હિસ્સેદારોના પ્રતિનિધિઓને સમાવી લેવામાં આવ્યા હતા.
સહભાગીઓનું 7 વ્યાપક સુધારા ક્ષેત્રોના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં 26 એક્શન પોઇન્ટ સમાવેલા હતા. આ પોઇન્ટ્સમાં સંસ્થાગત સહકાર, આવિષ્કાર અને ઉદ્યોગસાહસિકતાને વેગ, બજારની સુલભતા, ઇન્ક્યુબેશન સહકાર, નાણાકીય સહકાર, સક્ષમકર્તાઓના ક્ષમતા નિર્માણને માર્ગદર્શન સહકાર સામેલ છે. આ કવાયત દેશમાં સ્ટાર્ટઅપ્સ માટે વ્યવસાયનો માહોલ સરળ બનાવવામાં નિર્ણાયક ભૂમિકા નિભાવે છે.
રાજ્ય સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021માં એ બાબતો પ્રકાશ પાડવામાં આવ્યો છે કે, ઇકોસિસ્ટમને સ્ટાર્ટઅપ નીતિઓ દ્વારા 30 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા વિસ્તૃત પ્રમાણમાં સમર્થન આપવામાં આવી રહ્યું છે. 2016 પહેલાં સ્ટાર્ટઅપ નીતિ ધરાવતા રાજ્યો માત્ર 4 જ હતા. રાજ્યની સ્ટાર્ટઅપ ટીમો માર્ગદર્શન, ઇન્ક્યુબેશન અને ભંડોળ સંબંધિત સમર્થન આપી રહી છે. આ ઉપરાંત, અમલીકરણના સ્તરે વાસ્તવિક પરિસ્થિતિને સમજવા માટે 13 વિવિધ ભાષાઓમાં કરવામાં આવેલા સર્વેક્ષણો દ્વારા 7,000 થી વધુ લાભાર્થીઓ પાસેથી પ્રતિભાવ એકત્ર કરવામાં આવ્યા હતા.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દરેક શ્રેણીમાં મૂળાક્ષરો (આલ્ફાબેટ ક્રમમાં) પ્રમાણે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, સુધારા માટેના દરેક ક્ષેત્રમાં, જે રાજ્યોને તેમના અસામાન્ય કામ બદલ ચોક્કસ સુધારાના ક્ષેત્રમાં અગ્રણી તરીકે પસંદ કરવામાં આવ્યા હોય તેમને પણ સમાવી લેવામાં આવ્યા હોવાથી તે સહિયારું સ્થાન ધરાવે છે.
આ સત્કાર સમારંભમાં રાષ્ટ્રીય અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં દૂરંદેશી, માળખું, વર્ષોના સમયગાળામાં થયેલી ઉત્ક્રાંત, પદ્ધતિ અને અમલીકરણ તેમજ રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ માટે ભાવી માર્ગ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. 31 સહભાગી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંના દરેક માટે રાજ્ય સંબંધિત વિશિષ્ટ અહેવાલ પણ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં સંબંધિત ઇકોસિસ્ટમનું વિસ્તૃત વિશ્લેષણ આપ્યું છે, જે ભવિષ્ય માટે શક્તિઓ અને અગ્રતા ક્ષેત્રોને પ્રકાશિત કરે છે.
સત્ર દરમિયાન લોન્ચ કરવામાં આવેલા રાષ્ટ્રીય અહેવાલ અને સહભાગી થયેલા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટેના ચોક્કસ અહેવાલોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાય છે. સંપૂર્ણ પરિણામો પરિશિષ્ટ 1માં જોડવામાં આવેલા છે.
*****
પરિશિષ્ટ 1
રાજ્ય સ્ટાર્ટઅપ રેન્કિંગ પરિણામ 2021
(તમામ પરિણામો મૂળાક્ષર ક્રમમાં છે)
શ્રેણી A
શ્રેણી
|
રાજ્ય
|
શ્રેષ્ઠ પ્રદર્શનકર્તા
|
ગુજરાત
|
કર્ણાટક
|
ટોચના પ્રદર્શનકર્તા
|
કેરળ
|
મહારાષ્ટ્ર
|
ઓડિશા
|
તેલંગાણા
|
અગ્રેસરો
|
આસામ
|
પંજાબ
|
તમિલનાડુ
|
ઉત્તરાખંડ
|
ઉત્તરપ્રદેશ
|
મહત્વાકાંક્ષી અગ્રેસરો
|
છત્તીસગઢ
|
દિલ્હી
|
મધ્યપ્રદેશ
|
રાજસ્થાન
|
ઉભરતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ
|
આંધ્રપ્રદેશ
|
બિહાર
|
આ શ્રેણીમાં એવા તમામ રાજ્યો છે જેનો સમાવેલ શ્રેણી ‘B’માં નથી થતો. તેમાં 1 કરોડ કરતાં ઓછી વસ્તીના રાજ્યોને સમાવી લીધા છે.
શ્રેણી B
શ્રેણી
|
રાજ્ય
|
શ્રેષ્ઠ પ્રદર્શનકર્તા
|
મેઘાલય
|
ટોચના પ્રદર્શનકર્તા
|
જમ્મુ અને કાશ્મીર
|
અગ્રણી
|
આંદામાન અને નિકોબારના ટાપુઓ
|
અરુણાચલ પ્રદેશ
|
ગોવા
|
મહત્વાકાંક્ષી અગ્રણી
|
ચંદીગઢ
|
દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ
|
હિમાચલ પ્રદેશ
|
મણીપુર
|
નાગાલેન્ડ
|
પુડુચેરી
|
ત્રિપુરા
|
ઉભરતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ
|
મિઝોરમ
|
લદાખ
|
આ શ્રેણીમાં દિલ્હીના NCT સિવાયના તમામ કેન્દ્રશાસિત પ્રદેશો અને આસામ સિવાયના પૂર્વોત્તરના તમામ રાજ્યો સામેલ છે.
સુધારાના 7 ક્ષેત્રોમાં અગ્રણી
સુધારાના તમામ ક્ષેત્રોમાં ટોચનો સ્કોર મેળવનારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અગ્રણી તરીકે ઓળખવામાં આવ્યા છે.
અનુ. નં.
|
આધારસ્તંભ
|
અગ્રણીનું નામ
|
1.
|
સંસ્થાગત ચેમ્પિયન
|
- ગુજરાત
- કર્ણાટક
- કેરળ
- મહારાષ્ટ્ર
- ઓડિશા
- તેલંગાણા
- ઉત્તરાખંડ
- તમિલનાડુ
- આંદામાન અને નિકોબારના ટાપુઓ
|
2.
|
આવિષ્કારી અગ્રણી
|
- કર્ણાટક
- મહારાષ્ટ્ર
- તેલંગાણા
- જમ્મુ અને કાશ્મીર
|
3.
|
ખરીદીમાં અગ્રેસર
|
- ગુજરાત
- કર્ણાટક
- કેરળ
- ઓડિશા
- હિમાચલ પ્રદેશ
- મેઘાલય
|
4.
|
ઇન્ક્યુબેશન હબ
|
- ગુજરાત
- તેલંગાણા
- જમ્મુ અને કાશ્મીર
|
5.
|
ફંડિંગ અગ્રણી
|
|
6.
|
માર્ગદર્શન ચેમ્પિયન
|
|
7.
|
ક્ષમતા નિર્માણમાં મોખરે
|
- ગુજરાત
- કર્ણાટક
- કેરળ
- મહારાષ્ટ્ર
- ઓડિશા
- તેલંગાણા
- ઉત્તરાખંડ
- મેઘાલય
|
SD/GP/JD
(Release ID: 1839206)
Visitor Counter : 441