પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીની G-7 સમિટ દરમિયાન આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

Posted On: 26 JUN 2022 11:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 26 જૂન 2022 ના રોજ G7 સમિટ દરમિયાન મ્યુનિકમાં આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ મહામહીમ શ્રી આલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે મુલાકાત કરી.

બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. તેઓએ 2019માં સ્થાપિત દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીના અમલીકરણમાં પ્રગતિની સમીક્ષા કરી. વેપાર અને રોકાણ; દક્ષિણ-દક્ષિણ સહયોગ, ખાસ કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં; આબોહવા ક્રિયા, નવીનીકરણીય ઊર્જા, ન્યુક્લિયર મેડિસિન, ઇલેક્ટ્રિક ગતિશીલતા, સંરક્ષણ સહકાર, કૃષિ અને ખાદ્ય સુરક્ષા, પરંપરાગત દવા, સાંસ્કૃતિક સહકાર, તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સંકલન સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ. બંને પક્ષો આ ક્ષેત્રોમાં તેમના દ્વિપક્ષીય જોડાણને વધારવા માટે સંમત થયા હતા.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1837223) Visitor Counter : 157