ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી 'અગ્નિપથ યોજના' માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો
શ્રી અમિત શાહે કહ્યું કે આ યોજનાથી યુવાનોને ઉજ્જવળ ભવિષ્ય અને સશસ્ત્ર દળોમાં જોડાઈને દેશની સેવા કરવાની તક મળશે
આનાથી તેમનામાં ક્ષમતા અને કૌશલ્ય નિર્માણ થશે, સાથે જ દેશની સંરક્ષણ પ્રણાલી મજબૂત થશે
'અગ્નિપથ યોજના' એક ક્રાંતિકારી પહેલ છે, જેમાં સાડા 17 વર્ષથી 21 વર્ષ સુધીના યુવાનો પારદર્શક પ્રક્રિયા દ્વારા 4 વર્ષ સુધી સશસ્ત્ર દળોમાં જોડાઈને દેશની સેવા કરશે અને સેવાનો સમયગાળો પૂરો થવા પર તેઓને રૂ. 11.71 લાખનું કરમુક્ત સેવા નિધિ પૅકેજ મળશે જે તેમને આર્થિક રીતે પણ સશક્ત બનાવશે
'અગ્નિપથ યોજના' યુવાનો માટે પોતાના માટે અને દેશની આવતીકાલને સુવર્ણ બનાવવાની અદભુત તક છે
ભારતના યુવાનોને શિસ્ત, કૌશલ્ય, ફિટનેસથી સશક્ત કરીને અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવીને આત્મનિર્ભર બનાવવાનો શ્રી નરેન્દ્ર મોદીનો આ દૂરંદેશી નિર્ણય, અને સાચા અર્થમાં આત્મનિર્ભર ભારતનો પાયો નાખશે
प्रविष्टि तिथि:
14 JUN 2022 4:55PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે દેશના યુવાનોને ઉજ્જવળ ભવિષ્ય અને સશસ્ત્ર દળોમાં જોડાઈને રાષ્ટ્રની સેવા કરવાની તક આપવા માટે 'અગ્નિપથ યોજના'ની જાહેરાત કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.
શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં , કેન્દ્રીય ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે "શ્રી મોદીએ યુવાનોને ઉજ્જવળ ભવિષ્ય અને સશસ્ત્ર દળોમાં જોડાઈને રાષ્ટ્રની સેવા કરવાની તક આપવા માટે 'અગ્નિપથ યોજના'ની જાહેરાત કરી છે. આનાથી તેમનામાં ક્ષમતાઓ અને કૌશલ્યનો વિકાસ થશે, અને સાથે જ દેશની સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવશે. આ નિર્ણય માટે હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપું છું.”
શ્રી અમિત શાહે કહ્યું કે "'અગ્નિપથ યોજના' એ એક ક્રાંતિકારી પહેલ છે. તેમાં સાડા 17 વર્ષથી 21 વર્ષના યુવાનો પારદર્શક પ્રક્રિયા દ્વારા 4 વર્ષ સુધી સશસ્ત્ર દળોમાં જોડાઈને દેશની સેવા કરશે. સેવા પૂર્ણ કર્યા પછી, તેમને રૂ. 11.71 લાખનું કરમુક્ત સેવા નિધિ પૅકેજ પ્રાપ્ત થશે, જે તેમને આર્થિક રીતે સશક્ત પણ બનાવશે.
શ્રી શાહે કહ્યું હતું કે "અગ્નિપથ યોજના" એ યુવાનો માટે પોતાની અને દેશની આવતીકાલને સુવર્ણ બનાવવાની અદભુત તક છે. ભારતના યુવાનોને શિસ્ત, કૌશલ્ય, ફિટનેસથી સશક્ત બનાવીને તેમને આર્થિક રીતે મજબૂત બનાવીને આત્મનિર્ભર બનાવવાનો શ્રી નરેન્દ્ર મોદીનો આ દૂરંદેશી નિર્ણય ખરા અર્થમાં આત્મનિર્ભર ભારતનો પાયો નાખશે.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1833929)
आगंतुक पटल : 313