કોર્પોરેટ બાબતોનું મંત્રાલય
શ્રીમતી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન કોર્પોરેટ બાબતોનાં મંત્રાલયનાં આઇકોનિક સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું
શ્રીમતી. સીતારામને કોર્પોરેટ બાબતોનાં મંત્રાલયની સુવિધા અને નિયમનની બેવડી ભૂમિકાની પ્રશંસા કરી
નાણાં મંત્રીએ 75 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ વિન્ડો સુવિધા શરૂ કરી
Posted On:
07 JUN 2022 4:34PM by PIB Ahmedabad
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે અહીં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન કોર્પોરેટ બાબતોનાં મંત્રાલય (MCA)નાં આઇકોનિક સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું હતું.
કોર્પોરેટ બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી રાવ ઈન્દ્રજીત સિંહે આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી, એ ઉપરાંત કોર્પોરેટ બાબતોનાં મંત્રાલયના સચિવ શ્રી રાજેશ વર્મા; એમસીએના અધિક સચિવ અને નાણાકીય સલાહકાર શ્રી સંજય કુમાર; અને પોસ્ટ માસ્ટર જનરલ (ઓપરેશન્સ) શ્રી અશોક કુમાર મંત્રાલય હેઠળની અન્ય ગૌણ અને નિયમનકારી સંસ્થાઓના વડાઓ સાથે ઉપસ્થિત હતા.
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન તેમનાં સંબોધનમાં, શ્રીમતી સીતારમણે એમસીએ દ્વારા છેલ્લાં 8 વર્ષ દરમિયાન હાથ ધરાયેલા સુધારાઓ ટૂંકમાં વર્ણવ્યા હતા, જેમાં નાદારી અને દેવાળિયાપણાં કોડનો અમલ, કંપની એક્ટ 2013 હેઠળ બિનઅપરાધીકરણ અને લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ એક્ટ, 2008નો સમાવેશ થાય છે. ટેકનિકલ અને પ્રક્રિયાગત ઉલ્લંઘનોનું બિનઅપરાધીકરણ એ મહામારી દરમિયાન લેવામાં આવેલ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું હતું કારણ કે પ્રધાનમંત્રીનો સંદેશ રહ્યો છે કે 'તમારા બિઝનેસીસ પર વિશ્વાસ, તેમને વિશ્વાસ આપો કે સરકાર તેમને તરફેણકારી રીતે જોઈ રહી છે'.
નાણાં મંત્રીએ કહ્યું, “એમસીએ વિશિષ્ટ રીતે સ્થાન ધરાવે છે કારણ કે તે નિયમન કરતી વખતે લોકોને સુવિધા આપે છે. તેણે સામાન્ય ભારતીયોનાં જીવનને અસર કરી છે, પછી તે નાના વ્યવસાયમાં હોય અથવા મોટા વ્યવસાયનો ભાગ હોય કે પછી નાના રોકાણકારો પણ હોય.”
"COVID-19ને કારણે પડકારોનો સામનો કરતી વખતે MCAએ પોતાની જાતને સતત કાર્યશીલ રાખી અને વિવિધ ઝડપી પગલાઓ એવાં લીધાં કે લોકડાઉન દરમિયાન પણ, લોકો પાલનની ચિંતા કર્યા વિના તેમના સામાન્ય વેપાર- ધંધા પર આગળ વધી શકે," એમ શ્રીમતી સીતારમણે ઉમેર્યું.
ભારતમાં સ્થાનિક રોકાણકારો વિશે બોલતા, નાણાં મંત્રીએ કહ્યું, “ભારતમાં છૂટક રોકાણકારો એવા મોટા પાયે આવ્યા છે કે તેઓ હવે આંચકા શોષકની જેમ કામ કરતા લાગે છે. જો એફપીઆઈ અને એફઆઈઆઈ ચાલ્યા જાય તો આપણાં બજારોમાં ઉતાર-ચઢાવ એટલા ખાસ દેખાતા નથી કેમ કે નાના રોકાણકારો દેશમાં મોટા પાયે આવ્યા છે.
નાણાં મંત્રીએ વિકસિત ભારત@100નાં મિશનમાં ભાગીદાર તરીકે વ્યવસાયિક સંસ્થાઓ તેમજ મંત્રાલય હેઠળની અન્ય સંસ્થાઓનાં મહત્વને પણ સ્વીકાર્યું હતું.
કોર્પોરેટ બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી રાવ ઈન્દ્રજીત સિંહે તેમનાં સંબોધનમાં, દેશના ટકાઉ આર્થિક વિકાસ માટે સતત વિકસિત કોર્પોરેટ દ્રશ્યપટને ધ્યાને લઇને, પ્રતિભાવશીલ શાસનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી સિંહે ઉલ્લેખ કર્યો કે છેલ્લાં 75 વર્ષોમાં દેશે જે પ્રગતિશીલ પરિવર્તન જોયું છે તે આગળનો માર્ગ મોકળો કરશે.
આઝાદી કા અમૃત મહોત્સવ- AKAM ઉજવણીની યાદમાં, શ્રીમતી સીતારમણે કોર્પોરેટ ગવર્નન્સ પર એક ટૂંકી ફિલ્મ રિલીઝ કરી હતી; નાણાકીય સાક્ષરતા અને રોકાણકારોની જાગૃતિ પર એક સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ; અને ઇવેન્ટને ચિહ્નિત કરવા માટે IBC “નાદારી – નાઉ એન્ડ બિયોન્ડ” પર એક પ્રકાશનનું વિમોચન કર્યું હતું. નાણાં મંત્રીએ IEPF ઓથોરિટી પાસેથી રિફંડ મેળવવા માટે 75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે ખાસ વિન્ડો સુવિધા પણ શરૂ કરી.
નાણાં મંત્રી દ્વારા એક ટૂંકા વીડિયોનાં રૂપમાં એક રોકાણકાર શપથ પણ બહાર પાડવામાં આવ્યું જે નેશનલ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) એક્સ્ચેન્જ પોર્ટલના શુભરંભ સાથે સમગ્ર ભારતમાં 75 સ્થળોએ એકસાથે જોવા મળ્યું હતું.
કોર્પોરેટ બાબતોનાં મંત્રાલય હેઠળની વિવિધ સંસ્થાઓ અને ઈન્સ્ટિટ્યૂટ્સે આ પ્રસંગે આયોજિત પ્રદર્શનમાં તેમની સિદ્ધિઓ દર્શાવી હતી.
આ કાર્યક્રમ વિવિધ ઉદ્યોગ નિષ્ણાતો, ઉપભોક્તા અને રોકાણકારોના અવાજો, નિયમનકારી નિષ્ણાતો, વ્યવસાયિકો, કોર્પોરેટ નાગરિકો, રોકાણકારો અને અન્ય હિતધારકોનો મેળાવડો હતો.
IEPF ઓથોરિટી, કોમ્પિટિશન કમિશન ઑફ ઈન્ડિયા, ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઑફ ઈન્ડિયા, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ કોર્પોરેટ અફેર્સ અને પ્રોફેશનલ ઈન્સ્ટિટ્યૂટ્સ જેવી કે ICSI, ICAI, ICoAI દ્વારા ઉજવણીમાં ઉમેરો કરવા માટે વિવિધ ટેકનિકલ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોર્પોરેટ બાબતોનાં મંત્રાલયે છેલ્લાં એક વર્ષમાં આ મહોત્સવ હેઠળ વિવિધ થીમ પર 360થી વધુ કાર્યક્રમોનું આયોજન કર્યું છે જેમાં Ideas@75, Resolve@75, Action@75, Achievements@75; સ્વતંત્રતા સંગ્રામની યાદમાંનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોમાં તમામ મુખ્ય હિતધારકોની ભાગીદારી સામેલ હતી અને જન ભાગીદારીની ભાવનાને પ્રોત્સાહન અપાયું હતું.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1831889)
Visitor Counter : 225