રેલવે મંત્રાલય
શ્રેયસ હોસુરે 'IRONMAN' ટ્રાયથલોન પૂર્ણ કરનાર પ્રથમ રેલવે અધિકારી બનીને ઈતિહાસ રચ્યો
Posted On:
07 JUN 2022 3:55PM by PIB Ahmedabad
શ્રેયસ હોસુર, સાઉથ વેસ્ટર્ન રેલવેના Dy.FA&CAO ©એ કઠિન 'આયર્નમેન' ટ્રાયથ્લોનને પૂર્ણ કરનાર પ્રથમ રેલ્વે અધિકારી અને નોન-યુનિફોર્મ્ડ સિવિલ સર્વિસીસના પ્રથમ અધિકારી બનીને ભારતીય રેલવેને ગૌરવ અપાવ્યું છે.
ઈવેન્ટમાં 3.8 કિમી સ્વિમ, 180 કિમી સાયકલિંગ અને 42.2 કિમી રનિંગનો સમાવેશ થાય છે. શ્રેયસે 5મી જૂન 2022ના રોજ હેમ્બર્ગ, જર્મનીમાં 13 કલાક 26 મિનિટમાં ઇવેન્ટ પૂરી કરી.
ઇવેન્ટના ફિનિશર્સ 'આયર્નમેન' તરીકે પ્રખ્યાત છે જે ઇવેન્ટ માટે જરૂરી માનસિક અને શારીરિક શક્તિને અનુરૂપ છે.
હેમ્બર્ગ સરોવરના ઠંડા પાણીમાં સવારે 6:30 કલાકે 3.8 કિમી સ્વિમ સાથે આ ઇવેન્ટ શરૂ થઈ હતી, જે પછી ગ્રામીણ વિસ્તારમાં 180 કિમી લાંબા અંતર સુધી સાયકલ ચલાવવામાં આવી હતી અને 42.2 કિમીની સંપૂર્ણ મેરેથોન સાથે સમાપ્ત થઈ હતી.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1831827)
Visitor Counter : 231