માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોર સપ્ટેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થશે

Posted On: 19 MAY 2022 5:16PM by PIB Ahmedabad

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે NHAI દ્વારા વિકસાવવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ ગ્રીનફિલ્ડ કોરિડોર પૈકી એક અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોર સંપૂર્ણ ક્ષમતામાં બનાવવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સંપૂર્ણ કોરિડોર સપ્ટેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. શ્રી ગડકરીએ ખાસ કરીને ટ્વીટ્સની શ્રેણીમાં જણાવ્યું હતું કે, બિકાનેરથી જોધપુર 277 કિમીના સેક્શનને આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરીને જાહેર જનતા માટે ખોલવાનું લક્ષ્ય છે.

Image

મંત્રીએ જણાવ્યું હતું કે ફ્લેગશિપ 1,224 કિમી લાંબો અમૃતસર - ભટિંડા - જામનગર કોરિડોર કુલ રૂ. 26,000 કરોડના મૂડી ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે અને તે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત ચાર રાજ્યોના અમૃતસર, ભટિંડા, સાંગરિયા, બિકાનેર, સાંચોર, સામખિયાળી અને જામનગરના આર્થિક નગરોને જોડશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગ્રીનફિલ્ડ કોરિડોરના નિર્માણ સાથે અમે દેશમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ.

શ્રી ગડકરીએ કહ્યું કે કોરિડોર દેશના ઉત્તરીય ઔદ્યોગિક અને કૃષિ કેન્દ્રોને પશ્ચિમ ભારતના મુખ્ય બંદરો જેમ કે જામનગર અને કંડલા સાથે જોડશે. આનાથી બદ્દી, ભટિંડા અને લુધિયાણાના ઔદ્યોગિક પટ્ટાને સ્પર્સ દ્વારા અને જમ્મુ અને કાશ્મીર રાજ્યને દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવે દ્વારા જોડતી ઔદ્યોગિક ક્રાંતિને વેગ આપવામાં મદદ મળશે, એમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ટ્રાન્સ-રાજસ્થાન કોરિડોર ટ્રાન્ઝિટ સમય અને ઇંધણના લોજિસ્ટિક્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરશે, સ્પર્ધાત્મક વૈશ્વિક નિકાસ બજારમાં ઊંચો રહેવામાં મદદ કરશે.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1826700) Visitor Counter : 192


Read this release in: English , Urdu , Hindi , Punjabi