યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય રમતગમત મંત્રીએ નવી દિલ્હી અને ધર્મશાળામાં એક સાથે ઉજવાયેલા યોગ મહોત્સવની આગેવાની લીધી


યોગે ઘણા લોકોને રોજગારી આપી છે અને તે કોવિડ સમયમાં રોગપ્રતિકારક શક્તિ આપવામાં પ્રથમ નંબરે છેઃ શ્રી અનુરાગ ઠાકુર

Posted On: 14 MAY 2022 8:56PM by PIB Ahmedabad

21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પૂર્વે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત એક અનોખી સાંજ યોગમહોત્સવ, શનિવારે ધર્મશાલા અને નવી દિલ્હીમાં એક સાથે યોજાયો હતો, જેમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે ધર્મશાલા સ્ટેડિયમથી 40-મિનિટના યોગ પ્રોટોકોલનું નેતૃત્વ કર્યું જેમાં 2000 થી વધુ ઍથ્લીટ્સ અને યોગ પ્રેક્ટિશનરો જોડાયા હતા.

યોગમહોત્સવ આઝાદી કા અમૃત મહોત્સવનાં વર્ષમાં આયોજિત વધુ એક અનોખો કાર્યક્રમ છે અને તે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં મગજની ઉપજ છે.

યોગના સુમેળભર્યા પ્રદર્શનની એક સાંજ ખાસ રહી હતી જેમાં 2 રાજ્યોમાં યુવા સહભાગીઓ અને યોગાસન પ્રેક્ટિશનરો એકસાથે આવ્યા અને બધાની નજરના મર્મજ્ઞ બની ગયા હતા.

"14 મેથી 21 જૂન સુધી, આપણે યોગના મહોત્સવને ભારતના તમામ ગામડાંઓમાં આગળ ધપાવવાનો છે. આપણે વર્ષે એક રેકોર્ડ તોડવાનો છે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સૌથી વધુ સંખ્યામાં યોગ સહભાગીઓ ભાગ લે તે સુનિશ્ચિત કરવાનું છે." એમ શ્રી અનુરાગ સિંહ ઠાકુરે ઉલ્લેખ કર્યો. " ઇવેન્ટ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનો એક ભાગ છે અને યોગ દિવસ માટે મહત્તમ જાગૃતિ સુનિશ્ચિત કરવાનો છે.

21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા 2014માં સંયુક્ત રાષ્ટ્રમાં પ્રયાસોને કારણે બધું શક્ય બન્યું છે. દરેક દેશે ઠરાવ પસાર કર્યો હતો અને દરખાસ્ત માટે હા પાડી હતી," એમ શ્રી ઠાકુરે ઉમેર્યું.

નયનરમ્ય ધૌલાધર પર્વતમાળાનાં ચરણોમાં બિરાજતું ધરમશાલા સ્ટેડિયમ શનિવારે ભવ્ય દેખાતું હતું. યોગાસન ફેડરેશનના પ્રેક્ટિશનરોએ ઇન્ટરનેશનલ ડે ઑફ યોગ (IDY) પ્રોટોકોલનું પ્રદર્શન કર્યું હતું અને દિવ્યાંગ સમુદાય તેમજ અન્ય વ્યક્તિગત અને જૂથ કલાકારો દ્વારા પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.

નવી પેઢીમાં યોગની સતત વધતી જતી જાગૃતિ વિશે બોલતા, શ્રી ઠાકુરે ઉમેર્યું, "યોગે ઘણા લોકોને રોજગારી આપી છે અને તે કોવિડના સમયમાં રોગપ્રતિકારક શક્તિ આપવામાં પ્રથમ નંબરે છે. યંગ ઈન્ડિયાએ યોગ અને ફિટ ઈન્ડિયા ચળવળને સંપૂર્ણ રીતે ઠસાવી દીધી છે. હવે દરેક જગ્યાએ, પાર્ક હોય કે ઑફિસમાં, દરેક જણ યોગ કરે છે. ટ્રેનો અને વિમાનોમાં પણ લોકો યોગ કરતા હોય છે. શૉપિંગ કૉમ્પ્લેક્સમાં પણ હવે યોગ રૂમ છે. વિશાળ છે."

યોગાસન એક રમત તરીકે ગયા મહિને બેંગલુરુમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં તેની શરૂઆત કરી હતી, જેને ટીવી પર જોનારા દરેક વ્યક્તિ તરફથી પુષ્કળ પ્રશંસા મળી હતી. આવતા મહિને સુનિશ્ચિત થયેલ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ પંચકુલામાં યોગાસનને પણ એક રમત તરીકે દર્શાવવામાં આવશે.

SD/GP/JD


(Release ID: 1825447) Visitor Counter : 234