આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય
‘સ્માર્ટ સિટી, સ્માર્ટ શહેરીકરણ’ના બીજા દિવસની શરૂઆત 5 શહેરી થીમ્સના સત્રો સાથે થઇ
‘સ્માર્ટ સિટી, સ્માર્ટ શહેરીકરણ’ પરિસંવાદમાં જાહેર જગ્યાઓની પુનઃકલ્પના, ડિજિટલ સુશાસન, ક્લાઇમેટ સ્માર્ટ સિટી, આવિષ્કાર અને સ્માર્ટ ફાઇનાન્સ અંગે સતત જોડી રાખતા ચર્ચા સત્રો યોજાયા
આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે યોજાયેલી ‘શહેરી જીઓસ્પેટિઅલ ડેટા સ્ટોરીઝ ચેલેન્જ 2022’, ઓપન ડેટા વીક અને પ્લેસમેકિંગ મેરેથોન 1.0 અને 2.0 ઇવેન્ટ્સના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી
Posted On:
19 APR 2022 5:07PM by PIB Ahmedabad
સુરતમાં ચાલી રહેલા “સ્માર્ટ સિટી, સ્માર્ટ શહેરીકરણ”ના બીજા દિવસે શહેરી ક્ષેત્રના પાંચ થીમ ક્ષેત્રો એટલે કે, જાહેર જગ્યાઓની પુનઃકલ્પના, ડિજિટલ સુશાસન, ક્લાઇમેટ સ્માર્ટ સિટી, આવિષ્કાર અને સ્માર્ટ ફાઇનાન્સને અનુરૂપ યોજવામાં આવેલા સતત જોડી રાખતા સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાતના સુરત ખાતે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) દ્વારા ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી રૂપે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (AKAM)ના ભાગરૂપે યોજવામાં આવ્યો છે અને 18.04.2022ના રોજ તેનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પાંચ થીમ આધારિત પેવેલિયન ઉપરાંત, એક કેન્દ્રીય ‘ચોક’ વિસ્તાર અહીં તૈયાર કરવામાં આવ્યો છે જે મુખ્ય શહેરી મુદ્દાઓ કે જે સ્માર્ટ સિટી મિશન દ્વારા ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે તેના પર આધારિત સત્રો અને પેનલ ચર્ચાઓ માટે સમર્પિત રાખવામાં આવયો છે. આ ઉપરાંત, ગુજરાત સરકાર દ્વારા એક પેવેલિયન તૈયાર કરવામાં આવ્યું છે જેમાં તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી કેટલીક મુખ્ય પરિયોજનાઓના મોડેલો પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને સુરતની કેટલીક મુખ્ય ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ પણ ડિસ્પ્લેમાં મૂકવામાં આવી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારોમાંથી અનેક મહત્વપૂર્ણ હિતધારકોએ સત્રમાં હાજરી આપી હતી અને વિવિધ પ્રવૃતિઓમાં જોડાયા હતાં, જે પેવેલિયનમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમાં કેન્દ્ર સરકારના અધિકારીઓ, રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, શહેરોના મ્યુનિસિપલ કમિશનરો, 100 સ્માર્ટ શહેરોના MD / CEO, રાજ્ય સ્તરીય નોડલ એજન્સીઓ / મિશન ડિરોક્ટરોનો તેમના અધિકારીઓ અને ટીમ સભ્યો, વ્યાવસાયિકો, ઉદ્યોગ પ્રતિનિધીઓ, વૈશ્વિક ભાગીદારો અને નિષ્ણાતો, મીડિયા અને શિક્ષણક્ષેત્રના સભ્યો સાથે સમાવેશ થાય છે.
'ઇનોવેશન બજાર' પેવેલિયન ખાતે MoHUAના સિટી ઇનોવેશન એક્સચેન્જ અને સ્માર્ટ પ્રોક્યુર ગાઇડલાન્સ ઉપર સત્ર ચર્ચા હાથ ધરવામાં આવી હતી, જેને શહેરના આગેવાનો દ્વારા અપનાવવામાં આવી હતી. સત્રમાં હાજરી આપી રહેલા મુલાકાતીઓએ આયોજિત સારસંભાળ, મિલકત વેરામાં વધારા માટે AI, સ્વચ્છ હવા, જળ સંરક્ષણ અને કચરા સંચાલન માટે ઓગમેન્ટેડ રિયાલિટીમાં શહેરો માટે પ્રભાવશાળી ઉપાયોમાં ભારે રસ વ્યક્ત કર્યો હતો. પેવેલિયને મુલાકાતીઓને "પોલિરિસ" તરીકે ઓળખાતી નવીન રમતમાં જોડ્યા હતાં, જેમાં સ્માર્ટ પ્રોક્યુર ગાઇડલાઇનનો ખ્યાલ વિગતવાર સમજાવવામાં આવ્યો હતો જે સ્ટાર્ટઅપ્સ માટે પાઇલટ અને પ્રોક્યુર ઉપાયો અંગે શહેરો માટે ખરીદી પ્રક્રિયાને સરળ બનાવે છે. ભાગ લઇ રહેલા શહેરના અધિકારીઓએ તેમની નવીન ઇકોસિસ્ટમ સુધારવા માટે ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રોત્સાહન વિભાગ હેઠળ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના રૂપિયા એક હજાર કરોડની સીડ ફંડ યોજના સાથે સુસંગતતા વિકસાવવા માટે પણ વિવિધ માર્ગોની સંભાવના તપાસી હતી.
વધુમાં ઇનોવેશન બજાર પેવેલિયનના મુલાકાતીઓએ લિવિંગ-લેબ ઇનોવેશન મોડલના મૂલ્યનો અનુભવ કર્યો હતો, જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા કોન્ફરન્સ માટે વિકસાવવામાં આવેલી મોબાઇલ એપ દ્વારા રિયલ-ટાઇમ હવાની ગુણવત્તા અને શુદ્ધીકરણ, પાણી અને ઉર્જાની ફૂટપ્રિન્ટ અને પરિષદની કાર્બન ફૂટપ્રિન્ટ દર્શાવવામાં આવી હતી.
'ફાઇનાન્સ કા અડ્ડા' પેવેલિયને સ્માર્ટ ફાઇનાન્સ થીમ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું, જેમાં શહેરી ધીરાણ સંબંધિત ચાવીરૂપ મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી જે શહેરોને મહેસૂલના વણવપરાયેલા સ્રોતોને ઓળખવા શહેરોને મદદ કરે છે. 8 સત્રોમાં 29 વૈશ્વિક / રાષ્ટ્રીય નિષ્ણાતોએ વ્યક્તવ્ય આપ્યું હતું જેમાં શહેરો દ્વારા મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા, જાહેર ખાનગી ભાગીદારીની પરિયોજનાઓ, જમીન મુદ્રીકરણ અને વેલ્યુ કેપ્ચર ફાઇનાન્સ જેવા વૈવિધ્યપૂર્ણ શહેરી નાણાકીય મુદ્દાઓ અંગે જાણકારી આપી હતી. આ પેવેલિયનમાં સ્માર્ટ સિટી મિશનની 20 કરતા વધારે સફળ અને નવીન PPP પરિયોજનાના પ્રદર્શન પણ રજૂ કરાયું હતું. વધુમાં, પેવેલિયનમાં વિવિધ ભાગીદાર સંસ્થાઓની હાજરી પણ ધરાવતાં હતા, જેમાં MUNIFY નિરીક્ષણ ULB બજેટ અને ધીરાણનું ડેશબોર્ડ), ઇન્વેસ્ટ ઇન્ડિયા ગ્રિડ પ્રભાગ, નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (NIP) અને આઉટપુટ અને આઉટકમ મોનિટરિંગ ફ્રેમવર્ક (OOMC) ક્લિનિકનો સમાવેશ થાય છે.
જળવાયુ સંબંધિત મુદ્દાઓ અને સ્માર્ટ સિટી મિશનની પહેલો માટે ક્લાઇમેટ કાફે પેવેલિયન ખાતે 'ટ્રી ઓફ લાઇફ' ઉપર જળવાયુ પ્રતિરોધક અને ટકાઉ ભવિષ્ય માટે તેમની ઇચ્છાઓ વ્યક્ત કરી હતી જેને પેવેલિયન ખાતે રાખવામાં આવ્યું હતું. ગઇકાલે જળવાયુ પેવેલિયન ખાતે મુલાકાત દરમિયાન આવાસ અને શહેરી બાબતોને કેન્દ્રિય મંત્રીએ 'ટ્રી ઓફ લાઇફ' પર પોતાનો સંદેશ વ્યક્ત કર્યો હતો, જેમાં તેમણે ભારતની જળવાયુ કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પેવેલિયને અનેક પ્રતિભાગીઓને આકર્ષિત કર્યા હતા જેમણે વર્ચ્યુઅલ રિયાલિટી ગેમ, 'ડેટા વૉલ' અને જળવાયુ આપદાઓ ઉપર આધારિત ગેમ જેવી પરસ્પર સહભાગી પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો. અનેક શહેરોના નેતાઓએ વીઝન બોર્ડમાં ભાગ લીધો હતો જેણે ભવિષ્ય માટે તેમની જળવાયુ મહત્ત્વાકાંક્ષા ચિન્હિત કરવા દોરાઓનો ઉપયોગ કરાયો હતો.
ડિજિટલ ગવર્નન્સ પેવેલિયન તરીકે કાર્યક્રમ ખાતે 'ડિજિટલ દુનિયા' વિકસાવવામાં આવી હતી, જેમાં શહેરોમાં કામગીરીનો સુધારો કરવા માટે અને નાગરિકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે અમલમાં મુકવામાં આવેલી વિવિધ ડેટા અને ટેક્નોલોજી પહેલો દર્શાવવામાં આવી હતી. 'સાયાબોટ' નામના રોબોટે પ્રવેશ દ્વાર ખાતે વિવિધ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું અને સેનિટાઇઝેશન અને માસ્ક પહેરવા સહિત કોવિડ અનુરૂપ વ્યવહાર અંગે સૂચન કર્યુ હતું. સુરત SMAC ખાતેથી લાઇવ ફીડ સાથે એક નાનુ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની પેવેલિયન ખાતે સ્થાપના કરવામાં આવી હતી. પેવેલિયને અનેક મુલાકાતીઓને પોતાની તરફ આકર્ષ્યા હતા જેમણે ICCC યુઝ કેસ અને IUDX ટચ પેનલ, VR ગ્લાસિસ મારફતે ડિજિટલ શહેરની આભાસી સફર, વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ મેસેન્જર કાર્વી, ડેટ ગેમ, 'ડેટા મીટ', હાઇ વેલ્યુ ડેટા સેટ ક્રાઉડ સોર્સિંગ, QR કોડ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી ડિજિટલ પહેલોનો ભંડાર જેવી પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો અને રાષ્ટ્રીય શહેરી ડિજિટલ મિશન ઉપર માહિતી પૂરા પાડતા સમર્પિત કોર્નરની મુલાકાત લીધી હતી.
આ પેવેલિયનના મુલાકાતીઓ માહિતીપ્રદ અને રોમાંચક સત્રો અને ઇન્ડિયા અર્બન ડેટા એક્સચેન્જ (IUDX) થકી AI પરિવર્તનકારી પરિવહન અને સુરત સ્માર્ટ સિટીની કેસ સ્ટડી ડેટા સંચાલિત નિર્ણય પ્રક્રિયા, વેસ્ટવોટર ઇન્ટિલિજન્સ નેટવર્ક જેવા સમગ્ર વિસ્તારો પર પેનલ ચર્ચાના સાક્ષી બન્યા હતા. અન્ય શહેરોમાંથી સ્માર્ટ સિટીના સીઇઓ અને મ્યુનિસિપલ કમિશનરો દ્વારા ડેટાના ઉપયોગ અંગે શહેરોની સફળગાથાઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં સ્માર્ટ અર્બનાઇઝેશન અંગે વિશ્વ આર્થિક મંચ સાથે ફાયરસાઇડ ચેટ સહિત ચંદિગઢ સ્માર્ટ સિટી લિ.ના સીઇઓ શ્રીમતી અનિન્દિતા મિત્રો અને થાણે સ્માર્ટ સિટી લી.ના સીઇઓ શ્રી સંદિપ માલ્વીનો સમાવેશ થાય છે.
ડિજિટલ ગવર્નન્સ પેવેલિયને મુલાકાતીઓને નવીન ડેટા ગમ રમાડીને અનુભવજન્ય અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું જેમાં સંકલન અને ડેટા વહેંચણીના લાભો પ્રદર્શિત કરાયા હતા. વધુ મહત્ત્વપૂર્ણ રીતે, જાન્યુઆરી મહિનામાં આયોજિત કરાયેલા 'અર્બન જીયોસ્પેસિયલ ડેટા સ્ટોરી ચેલેન્જ 2022' અને ઓપન ડેટા વીકના વિજેતાઓને પેવેલિયન ખાતે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. પુરસ્કૃત કરાયેલા વ્યક્તિઓની યાદી અનુસૂચી 1માં આપવામાં આવી છે.
રિઇમેજિનિંગ પબ્લિક સ્પેસ થીમ અંતર્ગત 100 સ્માર્ટ સિટીમાંથી આવેલા મુલાકાતીઓ અને અન્ય મહાનુભાવોને 30,000 ચોરસફૂટના નિર્માણ કરવામાં આવેલી સ્માર્ટ પડોશ 'અમારો પડોશ'ની માર્ગદર્શિત મુલાકાત કરવવામાં આવી હતી. પેવેલિયન ખાતે ચર્ચાનુ આયોજન કરવામાં આવ્યું હતું કે કેવી રીતે શહેરોને યુવા બાળકો અને તેમની સંભાળ રાખનારાઓ માટે વધારે સારી બનાવવી. 'હ્યુમન- સ્કેલિંગ ધ પબ્લિક રિયલ્મ' ખાતે આવેલા મધ્યસ્થ ચોક ખાતે મહત્ત્વપૂર્ણ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વક્તાઓએ તેમના લોકો માટે કામ કરી શકે તેવા શહેરોની રચના અને નિર્માણ માટે તેમના ULB / વિકાસ સત્તામંડળો સાથે ક્ષમતા નિર્માણની વિવિધ માર્ગો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ પેવેલિયન ખાતે પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સપ્ટેમ્બર - ઓક્ટોબર, 2021ના મહિનામાં આયોજત કરાયેલી પ્લેસમેકિંગ મેરેથોન રાઉન્ડ 1 અને 2ના અને AKAM હેઠળ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2020ના વિજેતા શહેરોની જાહેરાત કરવામાં આવી હતી અને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યાં હતા. વિજેતાઓની યાદી અનુસૂચી 2માં આપવામાં આવી છે.
કાર્યક્રમમાં થીમ આધારિત પેવેલિયનની વિગતવાર માહિતી:
આ કાર્યક્રમ દરમિયાન 1000 કરતાં વધારે સહભાગીઓ કે જેમણે આખા દેશમાંથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમના માટે 5 થીમ પર કેન્દ્રિત વિવિધ ઇન્ટરએક્ટિવ પ્રવૃત્તિઓ, પ્રતિષ્ઠિત વક્તાઓ સાથે પૂર્વનિયોજિત સંવાદો અને શીખવાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
- જાહેર સ્થળોની પુનઃકલ્પના – સુરક્ષિત, ચાલવા યોગ્ય અને સ્વસ્થ પડોશનું નિર્માણ કરવું
શહેરોમાં વિકાસશીલ જાહેર ક્ષેત્ર, સ્માર્ટ પડોશ, પ્લેસ મેકિંગ, બાળક અને સંભાળ આપનાર માટે મૈત્રીપૂર્ણ પડોશ, નેટ-ઝીરો કાર્બન ગતિશીલતાના માર્ગો અને શહેરી આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે સત્રમાં વિગતવાર ઇન્ટરેક્ટિવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
- ડિજિટલ સુશાસન - ડેટા અને ડિજિટલ ટેકનોલોજીની મદદથી સમુદાયોનું સશક્તિકરણ
ડિજિટલ સુશાસન પેવેલિયનમાં, ઇન્ટરએક્ટિવ વર્કશોપ અને ઓતપ્રોત કરી દેનારા સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરોમાં ડિજિટલ સુશાસન અપનાવવાથી થતા લાભો પ્રદર્શિત કરવા માટે આ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. રીઅલ-ટાઇમ ડેટા, AI/ML કેસ અને ઇન્ડિયા અર્બન ડેટા એક્સચેન્જ (IUDX) તેમજ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) જેવા પ્લેટફોર્મના ઉપયોગના આધારે આનું પ્રદર્શન કરવાં આવી રહ્યું છે. આ પેવેલિયનમાં સુરત ICCCના લાઇવ સત્રનું પ્રદર્શન કરવામાં આવ્યા છે. આ જગ્યાએ હિતધારકો ઓપન ડેટાના મૂલ્યને સમજી શકે તે માટે ડેટા ગેમનું પણ આયોજન પણ કરવામાં આવ્યું છે.
- આવિષ્કાર –સામાજિક મુદ્દા નક્કી કરવા અને ઉકેલવા
આવિષ્કાર માટેના પેવેલિયનમાં શહેરી ટેક ક્ષેત્રમાં અગ્રણી સ્ટાર્ટઅપ દ્વારા તૈયાર કરવામાં આવેલા અદ્યતન ઉકેલો રજૂ કરવામાં આવ્યા છે અને સાથે જ ઇન્ટરએક્ટિવ પ્રવૃત્તિઓ તેમજ સત્રોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે શીખવાનું આનંદદાયક બની શકે તે માટે ગેમિંગના ડેશ સાથે કાર્યક્રમોની સમજણ અને જાગૃતિમાં મદદ મળી રહે તેવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે. આ સત્રમાં સિટી ઇનોવેશન એક્સચેન્જ (CIX) અને સ્માર્ટપ્રોક્યોર માર્ગદર્શિકાના ઉપયોગ, સ્માર્ટ સિટીઝ મિશન સ્માર્ટ સિટીઝમાં આવિષ્કારના સંસ્થાકીયકરણને અનુસરી રહ્યું છે તે અંગે ચર્ચા કરવામાં આવશે/પ્રોત્સાહન આપવામાં આવશે.
- ક્લાઇમેટ સ્માર્ટ સિટી – શહેરોમાં ક્લાઇમેટને લગતી ક્રિયાઓનું નિર્માણ
ક્લાઇમેટ સ્માર્ટ સિટી સામુહિક કાર્બન ટ્રેડિંગ, આબોહવા અનુકૂલન યોજના, આબોહવાને લગતી ક્રિયાઓને પ્રોત્સાહન આપવા માટેની વ્યૂહરચના અને આબોહવા સંબંધિત જોખમો તેમજ પડકારો અંગે કમ્યુનિકેશન કરવા જેવી ચર્ચાઓ પર ધ્યાન કેન્દ્રિત છે. ભારતીય સ્માર્ટ સિટીઓએ તેમની મુખ્ય ભૂમિકાને સ્વીકારીને અને સહિયારા પ્રયાસોનું નિર્માણ કરીને આબોહવાના પડકારોને ઘટાડવાની પરિયોજનાઓને કેવી રીતે સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે તે મુદ્દે પણ આ સત્રોમાં ચર્ચા કરવામાં આવશે.
- સ્માર્ટ ફાઇનાન્સ - રાષ્ટ્રની સમૃદ્ધિના ચાલકો તરીકે શહેરો
સ્માર્ટ ફાઇનાન્સ થીમ શહેરોને આવકના અત્યાર સુધી ધ્યાન ના આપવામાં આવ્યું હોય તેવા સ્રોતો ઓળખવામાં મદદરૂપ થવા માટે શહેરી ફાઇનાન્સમાં આવિષ્કાર પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ વિભાગમાં સ્માર્ટ સિટી મિશનની 20થી વધારે સફળ અને આવિષ્કારી PPP પરિયોજનાઓ, MUNIFY સાથેનો એક વિભાગ (જ્યાં ULB તેમના બજેટ અને ફાઇનાન્સનું વિહંગાવલોકન જાણી શકે છે), ઇન્વેસ્ટ ઇન્ડિયા ગ્રીડ વિભાગ, રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (NIP) અને આઉટપુટ અને આઉટકમ મોનિટરિંગ ફ્રેમવર્ક (OOMF) ક્લિનિક પ્રદર્શન રજૂ કરવામાં આવ્યા છે. 29 વૈશ્વિક/રાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા વિવિધ શહેરી ફાઇનાન્સને લગતા મુદ્દાઓ પર અહીં વક્તવ્ય આપવામાં આવશે.
સ્માર્ટ સિટી મિશન – ભૌતિક અને આર્થિક પ્રગતિ
સ્માર્ટ સિટી મિશન (SCM) એક પરિવર્તનકારી મિશન છે જેનો ઉદ્દેશ દેશમાં શહેરી વિકાસની કામગીરીમાં આમૂલ પરિવર્તન લાવવાનો છે. SCM હેઠળ દરખાસ્ત મૂકવામાં આવેલી કુલ પરિયોજનાઓમાંથી, ₹1,93,143 કરોડ (મૂલ્ય અનુસાર 94%)ના મૂલ્યની 7,905 પરિયોજનાઓને આજદિન સુધીમાં આગળ વધારવામાં આવી છે, ₹1,80,508 કરોડ (મૂલ્ય અનુસાર 88%)ના મૂલ્યની 7,692 પરિયોજનાઓ માટે કામના આદેશો ઇશ્યુ કરવામાં આવ્યા છે. ₹60,919 કરોડ (મૂલ્ય અનુસાર 33%)ના મૂલ્યની 3,830 પરિયોજનાઓનું સંપૂર્ણપણે પૂરું થઇ ગયું છે અને હાલમાં તેનું પરિચાલન ચાલુ છે (10 એપ્રિલ 2022 સુધીમાં).
સ્માર્ટ સિટી મિશન હેઠળ ₹2,05,018 કરોડના કુલ રોકાણમાંથી, ₹93,552 કરોડના મૂલ્યની પરિયોજનાઓ કેન્દ્ર અને રાજ્યના ભંડોળથી વિકસાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આજદિન સુધીમાં, આ પરિયોજનાઓમાંથી લગભગ 100%, એટલે કે ₹92,300 કરોડના મૂલ્યની પરિયોજનાઓના કામના ઓર્ડરો આપી દેવામાં આવ્યા છે. સ્માર્ટ સિટી મિશનમાં ફાઇનાન્સિયલ પ્રગતિમાં પણ વેગ આવ્યો છે. 2018માં જ્યારે આ મિશનમાં કુલ ખર્ચ ₹1,000 કરોડ હતો તે વધીને ₹45,000 કરોડ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા શહેરોને રિલીઝ કરવામાં આવેલા કુલ ભંડોળમાંથી 91% ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સ્માર્ટ સિટી મિશન હેઠળ વિકસાવવામાં આવેલી પરિયોજનાઓ બહુક્ષેત્રીય અને સ્થાનિક વસ્તીની મહત્વકાંક્ષાઓના પ્રતિબિંબરૂપ છે. દેશમાં આજદિન સુધીમાં, 80 સ્માર્ટ સિટી વિકસાવવામાં આવ્યા છે અને તેમના એકીકૃત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)નું પરિચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ મિશન હેઠળ વિકસાવવામાં આવેલા અન્ય સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે પરિચાલન થઇ રહેલા આ ICCCએ કોવિડ વ્યવસ્થાપન માટે વોરરૂમ તરીકે કામ કર્યું હતું, માહિતીના પ્રસાર, કમ્યુનિકેશનમાં સુધારો, અનુમાનિત વિશ્લેષણો અને સહાયક અસરકારક વ્યવસ્થાપન દ્વારા મહામારી સામે લડવામાં શહેરોને મદદ કરી હતી.
***
પરિશિષ્ટ 1
- ઓપન ડેટા વીક એવોર્ડ્સ:
ઓપન ડેટા વીક એવોર્ડ્સમાં ટોચના પરફોર્મરનો એવોર્ડ પીમ્પરી, છીંદવાડ, થાણા, ન્યૂ ટાઉન કોલકાતા, પુણે, જબલપુર, સતના, સુરત, કોહીમા, સાગર અને ચંદીગઢ શહેરને આપવામાં આવ્યો હતો.
- શહેરી જીઓસ્પેટિઅલ ડેટા સ્ટોરીઝ ચેલેન્જ 2022 એવોર્ડના વિજેતા:
ટોચના 3 એવોર્ડ વિજેતા:
- બી. પ્રસન્ના – આબોહવા પરિવર્તન માટે આયોજન, સોલાપુર સ્માર્ટ સિટીનો કેસ
- ધ ગ્રીન, ધ બ્લ્યુ એન્ડ ધ ગ્રે (વિનય ઠાકુર, તિતિક્ષા ભાટીયા) – અર્બન બ્લ્યુ એન્ડ ગ્રીન ટીમ, ભારતના બેંગલોરનો કેસ
- ટીમ અર્બન (કસ્તૂરી બિશ્વાસ, પ્રિયાંશુ રાજ, સત્રુપા રોય અને ઉપમા ઘોષ) – વારાણસી સિટી લાઇટ્સ, ડાર્ક સ્પોટ્સનું મેપિંગ.
એવોર્ડ્સ માટે વિશેષ ઉલ્લેખ:
• અર્બન નોમેડ્સ ટીમ (સચ્ચિદાનંદ સિંહ અને અંકિત કુમાર) – દહેરાદૂન શહેરમાં મચ્છરોના હોટસ્પોટની ઓળખ: એક જીઓસ્પેટિઅલ અભિગમ (ક્ષેત્ર - આરોગ્ય)
• GEOGEEKS ટીમ (વિખ્યાત ગુપ્તા, શાલુ, સૃતિકા જ્હોન) – વારાણસીના સ્યૂએજ ઉત્પાદન અંગે સમજણ કેળવવી (ક્ષેત્ર – WASH, ઘન કચરાનું વ્યવસ્થાપન)
• મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઇ, IT વિભાગ ટીમ (શ્રી શરદ ઉઘાડે, સુશ્રી મીનલ શેત્યા અને શ્રી પંકજ વારવાડેકર) – BMC નકશા અને વોટ્સએપ ચેટબોટ પર, મારી આસપાસમાં સુવિધા શોધો (ક્ષેત્ર – સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેપિંગ)
• ડૉ. પ્રિતિ બાલાજી – સેન્ટીનેલ-1 ઇમેજરીનો ઉપયોગ કરીને બેંગલોર શહેરના જળાશયોમાં થતા પરિવર્તનોનું મેપિંગ (ક્ષેત્ર - પર્યાવરણ)
• હિમાંગ્શુ કુમાર – દિલ્હીના વોર્ડ્સમાં બસ ટ્રાન્સપોર્ટ સર્વિસ સ્તરોનું વર્ણન (ક્ષેત્ર - ગતિશિલતા)
પરિશિષ્ટ 2
ટોચના 3 પ્લેસમેકિંગ મેરેથોન 1.0 વિજેતા (સપ્ટેમ્બર – ઓક્ટોબર 2021 દરમિયાન યોજાઇ હતી)
- ઇમ્ફાલ – ન્યૂ ચેકોન યુથ ક્લબ ટ્રાફિક પોઇન્ટ ખાતે કચરાપેટીમાંથી માઇક્રો પાર્કમાં રૂપાંતરણ બદલ
- કોહીમા – ફોરસ્ટ્રી કોલોની ખાતે પોકેટ પાર્ક અને સ્લો સ્ટ્રીટ માટે
- શ્રીનગર – શેર-એ-કાશ્મીર પાર્ક જંકશન ખાતે પોપ-અપ પ્લાઝા માટે
ટોચના 3 પ્લેસમેકિંગ મેરેથોન 2.0 વિજેતા (જાન્યુઆરી – ફેબ્રુઆરી 2022 દરમિયાન યોજાઇ હતી)
- ભૂવનેશ્વર – મા મંગલા પોખરી પુનરુત્કર્ષ માટે
- ગ્રેટર વારાંગલ – MH નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કચરાપેટીના બદલે બાળકો માટે અનુકૂળ પાર્કમાં રૂપાંતરણ બદલ
- પીમ્પરી છીંદવાડ – સુદર્શન ચોક ખાતે 8 થી 80 પાર્ક માટે
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1818186)
Visitor Counter : 431