સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
5g સ્પેક્ટ્રમની હરાજીને અંતિમ સ્વરૂપ આપવા માટે ચર્ચાઓ
Posted On:
25 MAR 2022 2:41PM by PIB Ahmedabad
ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, અવકાશ વિભાગ સહિત સચિવોની સમિતિ (CoS)એ ઉભરતી તકનીકો/વપરાશકર્તાઓ (5G/IMT)ની સ્પેક્ટ્રમ જરૂરિયાતોના સંદર્ભમાં વિવિધ વપરાશકર્તા મંત્રાલયો/વિભાગો વચ્ચે સ્પેક્ટ્રમ ફાળવણીની ચર્ચા કરી અને સંબંધિત કી બેન્ડમાં સ્પેક્ટ્રમની ફાળવણી ભલામણ કરી. તદનુસાર, દૂરસંચાર વિભાગે 13.09.2021ના રોજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ને એક સંદર્ભ મોકલ્યો, જેમાં ઈન્ટરનેશનલ મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન્સ (IMT)/5G માટે ઓળખવામાં આવેલા ફ્રીક્વન્સી બેન્ડ્સમાં સ્પેક્ટ્રમની હરાજી અંગે ભલામણો માંગવામાં આવી.
સરકારે વર્ષ 2022માં 5Gની હરાજી કરવાની યોજના બનાવી છે.
ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TSPs) દિલ્હી, મુંબઈ, જામનગર, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, બેંગલુરુ, લખનૌ, ગુડગાંવ, ગાંધીનગર, ચંદીગઢ, પુણે અને વારાણસી સહિત શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 5G ટ્રાયલ કરી રહ્યા છે. TSPsનો તેમના વ્યવસાય/નેટવર્ક યોજનાઓ અનુસાર વિવિધ શહેરોમાં 5G સેવા શરૂ કરવાનો વિશેષાધિકાર છે.
આ માહિતી સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1809621)
Visitor Counter : 235